“સેન્ડવીચ” – ભાવીશા ગોકાણીની કલમે લખાયેલ ખુબ સુંદર પ્રેમકહાની…

બે દિવસમાં તેની સગાઇ હતી. હવે શુ કરવુ? તે કોઇ અજાણ્યા અને જેની સાથે તે પ્રેમ કરતી ન હતી તેની સાથે આજીવન જોડાય જવાની તેની જરાય તૈયારી ન હતી. તો જેની સાથે પ્રેમ કરતી હતી તે તો બે હતા. હા, એ તો મુશ્કેલી હતી. તે બે લોકોને પ્રેમ કરતી હતી. કોલેજ અવસ્થાનુ આકર્ષણ હતુ કે બીજુ કાંઇ, તે તેણીને ખબર પડતી ન હતી. તેના પાડોશમાં રહેતો સંદીપ. જેની સાથે જે બાળપણમાં સાથે રમી હતી અને સાથે મોટા થયા હતા. તે કયારે તેને ગમવા લાગ્યો હતો અને મનભાવક બની ગયો હતો. તે ખબર જ ન પડી. તેનો સરળ સ્વભાવ અને સ્ત્રીઓને માન આપવાની લાગણી તરફ તે સદાય આકર્ષાતી રહેતી હતી. સંદીપ વિના તેને જરાય ગમતુ ન હતુ.

કોલેજમાં ભણતો પ્રિયંક તેને પહેલી નજરે જ આકર્ષક લાગતો હતો. હેન્ડસમ હંક અને માંચો ટાઇપ પ્રિયંકથી ભલભલા યુવાનો ડરતા હતા પરંતુ યુવતીઓ તેના પર મરતી હતી. કોલેજમાં તે સૌથી સ્માર્ટ પણ હતો. બધા પ્રોફેસરોનો પણ તે માનીતો હતો. તેની પર્સાનિલીટી જ એવી હતી કોઇને પણ તે ગમી જાય. દીપિકાને પણ તે ખુબ જ ગમતો હતો અને તેમની ફ્રેન્ડશીપ કયારે ધીરે ધીરે આગળ વધી ગઇ કાંઇ ખબર જ ન પડી. સંદીપ અને પ્રિયંક બંન્નેથી તે નજીક આવવા લાગી હતી. હવે ફિલ્મ જેવી તેની જીંદગી સર્જાય હતી. બંન્ને ને સમય આપવો અને બંન્ને ની ભાવનાને સમજવી. આમને આમ તે કંટાળી ગઇ હતી. પ્રેમ તેનો હવામાં ઉડી ગયો હતો. તે બધાથી ભાગીને અહીં મામાના ઘરે આવી ગઇ હતી અને મામા મામી એ બતાવેલા છોકરાને પહેલી નજરે જ હા પાડી દીધી હતી. તે હવે સંદીપ અને પ્રિયંકથી સાવ દુર જવા માંગતી હતી એટલે જ લંડનથી જોવા આવેલાે શેખરને પસંદ કરી લીધો. ઘરમાં ખુશીનુ વાતાવરણ છવાઇ ગયુ હતુ. સગાઇની જોરશોરથી તૈયારી થવા લાગી. સગાઇ બાદ જ પાસપોર્ટ અને વિઝા બનાવી લેવાના હતા અને પંદર જ દિવસમાં લગ્ન હતા. લગ્ન બાદ તે સદાય માટે પોતાનો પરિવાર, મહ્લ્લો અને દેશ છોડીને ઉડી જવાની હતી. હવે તેને અહેસાસ થવા લાગ્યો હતો કે તેને ભુલ તો નહોતી કરીને?

***********************************

“જાન ડોન્ટ વરી યાર. બસ એકવાર આ લગ્ન થવા દે પછી આપણો બધો પ્લાન સકસેસ જશે.”

“તુ યાર મને દરેક વખતે સમજાવી દે છે. ક્યાંય લગ્ન કરીને તુ મને છોડી તો નહિ દે ને.”

“સ્વીટહાર્ટ તુ મારી જાન છે યાર. આ લગ્ન તો મારી મજબુરી છે તને તો બધી ખબર જ છે ને એકવાર આપણો પ્લાન સકસેસ જાય પછી આગળનુ વિચારીશુ.”

“પણ લગ્ન થઇ ગયા બાદ શુ કરીશુ યાર.” યાનાએ કહ્યુ. “એકવાર લગ્ન થઇ જવા દે પછી બધ જ પ્લાન રેડી જ છે. તુ ચિંતા ન કર ટેઇક કેર બસ થોડા જ દિવસોમાં તારી પાસે આવી જઇશ ડાર્લિગ. લવ યુ.”

“લવ યુ સો મચ.” કિસ કરીને યાનાએ ફોન મુકી દીધો. ફોનમાં કહી તો દીધુ પરંતુ શેખર હજુ તેના પ્લાન માટે શ્યોર ન હતો. ફોન મુકી દીધા બાદ તેને પણ ચિંતા થવા લાગી કયાંય તે ફસાઇ જશે તો બહુ અઘરુ પડશે.

*************************************

સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. દીપિકાને હજુ દુવિધા હતી કે તેને સાચો નિર્ણય લીધો કે કેમ? સંદીપ અને પ્રિયંકનુ દીલ તોડીને તેને સારુ કર્યુ? તેઓ બંન્ને સમય જતા સમજી જશે અને તેના જીવનમાં કોઇ આવી જશે ત્યારે તે મને ભુલી જશે. શેખર દેખાવે ખુબ જ સારો હતો તેમ સ્વભાવ પણ ખુબ સારો હતો. મામા મામી વખાણ કરતા થાકતા ન હતા. વળી સરળતાથી પરદેશ જવાનુ મળી રહ્યુ હતુ. તે વાતથી તે ખુબ જ ખુશ હતી. સમય જતા બધુ સારું થઇ જશે તેમ વિચારી તે સગાઇની તૈયારીમાં લાગી ગઇ.

“અરે, તુ અહીં?” સગાઇના દિવસે પાર્લરમાંથી તૈયાર થઇને નીકળતી ત્યારે સંદીપને સામે જોઇને આશ્ચર્ય અને આઘાત સાથે દીપિકાએ કહ્યુ.

“હા દિલ નથી માનતુ એટલે આવવુ પડ્યુ. એકવાર આપણે ચર્ચા કરી લઇએ પછી તારે જે કરવુ હોય તે કરજે.”

“મે તને ત્યારે જ કહ્યુ હતુ કે તુ મને ભુલી જા. હવે આગળ આપણો સંબધ શક્ય નથી.”

“મે ત્યારે તારી વાત માની લીધી હતી પરંતુ મારુ દિલ નથી માનતુ. તારા વિના જીવન શકય નથી.” “પ્લીઝ લીવ મી અલોન યાર. મારી આજે સગાઇ છે હવે પાછા વળવુ શકય નથી.” “એકવાર તારા દિલ પર હાથ રાખીને કહેજે તુ મને ભુલી શકે છે અને આપણો સંબંધ એક રમત હતી. તો હુ કયારેય તારા રસ્તે નહિ આવુ.” “હવે બધી ચર્ચાનો કોઇ અર્થ નથી. હુ ખુબ જ આગળ વધી ગઇ છુ.” દીપિકાએ દિલ પર પથ્થર રાખીને કહ્યુ. તેની વાત સાંભળીને સંદીપ તો જતો. સંદીપને બધુ કહી તો દીધુ પરંતુ તેના ગયા બાદ તે પોતાની જાતને રોકી ન શકી અને સગાઇ માટે કરેલા મેઇક અપ સાથે તે આંસુ ખાળી ન શકી. તેને દુરથી રડતા જોઇ તેની કઝીન દિવ્યા દોડતી આવી

“એવરીથિંગ ઓ.કે.? કેમ રડે છે યાર? તારો મેઇક અપ ખરાબ થઇ રહ્યો છે.” “કાઇ નહિ યાર. આ સમય જ એવો હોય છે કે છોકરીઓના આંખમાં આંસુ આવી જ જાય છે.” “હા દીકુ પણ આવી સરસ તૈયાર થઇ છો તેનો તો ખ્યાલ રાખ.” “હા યાર પણ આપણી આવુ પ્રેકટિકલ નહિ વિચારતી. પણ નાઉ આઇ. એમ. ઓકે” આંસુ લુછતા દીપિકાએ કહ્યુ.

******************************************************

હવે મારે કાંઇક જોરદાર પ્લાન બનાવવો પડશે જ નહિ તો આ બલા ગળે પડી જશે. બકરુ કાઢતા ઊંટ પેસવા જેવા મારા હાલ બનશે. સગાઇ બાદ હોટેલમાં પરત ફરતા શેખર વિચારી રહ્યો હતો. તેના માતા પિતાતો ગામડાના ઘરે જતા રહ્યા હતા. તેને આટલા વર્ષ વિદેશ રહ્યા બાદ તેને ગામડે જરાય ફાવતુ ન હતુ એટલે તે હોટેલમાં રોકાઇ ગયો હતો.
“હેલો જાનુ” ફોન પીક અપ કરતા યાનાએ કહ્યુ. “હેલો જાન લવ યુ યાર.”

“મીસ્ડ યુ માય લવ તારી સગાઇ પણ થઇ ગઇ હવે કેટલા દિવસ આપણો સંબંધ આમ ને આમ રહેશે.”
“બસ એકવાર પપ્પાની ઇચ્છા મુજબની ગુજરાતી છોકરી સાથે લગ્ન કરી લઉ એટલે બધી પ્રોપર્ટી મારે નામે થઇ જશે પછી આ જીંદગી તારે નામે જ છે.” “પણ તેના માટે તારો કોઇ ખાસ પ્લાન છે.” “હા તેના માટે જ વિચારુ છુ. હું અહીં લગ્ન બાદ થોડા દિવસ અહીં જ રોકાય જઇશ. ત્યાં આવી જઇશ તો કાયદા બાબતે ઉંડો ફસાઇ જઇશ એટલે અહીં જ પ્રોપર્ટી કાગળ પર પપ્પાની સહી લઇને તે બધાને અહીં છોડીને આવી જઇશ. પછી આપણે કરોડોની સંપત્તિ લઇને ત્યાં લહેર કરીશુ.”

“એકવાર ત્યાં તારા લગ્ન થઇ જશે તો કાયદાકીય રીતે કેવી રીતે નીકળીશ?” “તેના માટે કાલે હુ એક વકીલને મળવા જઇ રહ્યો છુ. તેના પાસે પહેલાથી લખાણ રેડી રાખીશ. એટલે મારા જવા બાદ તેને આ સંબંધ માંથી છુટવુ જ પડશે.” “વાહ નાઇસ પ્લાન પરંતુ ત્યા સુધી તુ તેની સાથે રહીશ?” “હા ડીઅર પણ ડોન્ટ વરી હું તેની સાથે સંબંધ નહિ રાખુ. એ તો બધુ તારા માટે રિઝર્વ છે યાર. લવ યુ યાર. ચાલ વકીલને મળી પછી સાંજે કોલ કરુ.” “લવ યુ.”

************************

હવે લગ્ન માટે ખુબ જ ટુંકો ગાળો હતો. દીપિકાએ ઝડપથી તૈયારી કરવાની હતી. તે બધુ ભુલીને લગ્નની તૈયારીમાં લાગી ગઇ હતી. તેને હવે હમેંશ માટે દેશ છોડીને જવાનુ હતુ. તે અહીંની ઘણી બધી વસ્તુઓ સાથે લઇ જવી હતી. તે ફટાફટ શોપિગમાં લાગી ગઇ હતી.

રવિવારે એક જ શોપ ખુલી હતી આજે નિરાંતે તેને શોપિંગ કરવી હતી. સાંજ થવા આવી હતી. તે આરામથી સાડીઓ એક પછી એક પસંદ કરી રહી હતી. અચાનક તેના ફોનની રીંગ વાગી. અજાણ્યો નંબર હતો.

“હેલો બે મિનિટ મળવા આવીશ?” અજાણ્યા નંબર પર જાણીતો અવાજ સાંભળીને દીપિકા પોતાની બે ધડકન ચુકી ગઇ. “પ્રિયંક?” “હા, થોડુ કામ છે. મને ગાયત્રી મંદિર પાસે બે મિનિટ મળવા આવજે. આજે સાત વાગ્યે.”
“પ્લીઝ યાર લીવ મી અલોન. મને મારી લાઇફ જીવવા દે યાર.” “હું તારી લાઇફમાં જરાય ઇન્ટરફીઅર નહિ કરું બસ એકવાર બે મિનિટનુ કામ છે મને મળવા આવ. સાત વાગ્યે ગાયત્રી મંદિર પાસે.” “ઓ.કે.” દીપિકા ના પાડી ન શકી. સાત વાગ્યાને એક કલાકની વાર હતી. તે શોંપિગ છોડીને ઘરે જતી રહી.

***************************************

“થેન્ક્યુ દીપિકા મારા પર ટ્રસ્ટ કરીને અહીં આવવા માટે.”

“હા, પણ હવે આ છેલ્લીવાર તને ખબર જ છે કે મારા લગ્ન થવાના છે અને સદાય માટે લંડન જઇ રહી છુ.” “તેના માટે જ વાત કરવા આવ્યો છું.” “વોટ?” “તારા થનાર એન.આર. આઇ. હસબન્ડ મારી પાસે આવ્યા હતા લગ્ન પહેલા જ કોન્ટ્રાકટ બનાવી ગયા. તારી સાથે આ બધા લગ્ન ફ્રોડ છે. તે તને દગો દઇ રહ્યા છે. લગ્ન બાદ તે તને હમેંશ માટે છોડીને જતો રહેવા માંગે છે. વોચ ઇટ.” એક કાગળ હાથમાં પકડાવીને પ્રિયંક બોલ્યો. તે વાંચીને દિપીકાના હોંશ ઉડી ગયા.

“પ્રિયંક આ તારી પાસે?” “કોલેજ બાદ મેં વકીલાત જોઇન કરી છે. એટલે લીગલી એડવાઇસ માટે આ કોન્ટ્રાકટ માટે આવ્યા હતા. આ તો હું તને ઓળખી ગયો આથી તને વોર્ન કરવા માટે આવ્યો.”
“થેન્ક્યુ સો મચ તે મારી જીંદગી બચાવી લીધી.”

***********************************************

પ્રિયંકને મળીને ઘરે આવીને તે ખુબ જ રડી તેને બે લોકોના દિલ તોડવાની સજા મળી ગઇ હતી. તેને પોતાના માતા પિતા અને મામા મામીને બધી વાત કરી. તેઓએ સગાઇ ફોક કરી નાખી અને પ્રિયંકના લીધે દીપિકા આબાદ રીતે બચી ગઇ એટલે તેને પ્રિયંક સાથે જીંદગી જોડવાનુ નક્કી કરી લીધુ, “હેલો, પ્રિયંક હુ દીપિકા થેન્ક્યુ સો મચ તારા હિસાબે હું બચી ગઇ.”

ઘણી દુવિધા પછી પ્રિયંકને ફોન જોડીને દીપિકાએ કહ્યુ. “અરે એમા થેન્ક્યુ ન હોય આપણે મિત્રો છીએ.”

“હા, પણ સોરી મે તારુ દિલ તોડ્યુ હતુ.” “હવે તે ભુલી જા તુ મને એમ છોડીને જતી રહી હતી ત્યારે હું ભાંગી પડ્યો હતો અને ત્યારે શિવાનીએ મને સંભાળી લીધો હતો. બાય ધ વે શિવાની સાથે મારી એંગેજ થઇ ચુકી છે અને આગલી વીસ તારીખે મેરેજ છે તારે જરૂરથી આવવાનુ છે.”

“હા જરૂર, વીશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર.” કહેતા શિવાનીએ ફોન કટ કરી નાખ્યો અને તેનાથી ડુંસકું ભરાઇ ગયુ. જેને તે મનોમન પ્રેમ કરતી હતી તે પ્રિયંક આજે કોઇ બીજાનો થઇ ગયો હતો. એક તો સગાઇ તુટ્યાનુ દુઃખ અને ઉપરથી જેને તે ચાહતી હતી તેની સગાઇ થયાના સમાચાર સાંભળી તે હતાશ થઇ ચુકી હતી. તે જીવન તો જીવતી હતી પરંતુ તેના જીવનમાં હવે ખુશીઓના કોઇ રંગ રહ્યા જ ન હતા. મને કમને બસ તે દિવસો પસાર કરતી હતી. એક દિવસ અચાનક રસ્તામાં તેનો સંદીપ સાથે ભેટો થઇ ગયો. સંદીપ શિવાનીની હાલત જોઇ સમજી ગયો કે ભૂતકાળમાં જે બન્યુ છે એ દુઃખમાંથી તે હજુ સુધી બહાર આવી શકી નથી. સંદીપ જીદ્દ કરીને શિવાનીને કોફી માટે નજીકના કોફીશોપમાં લઇ ગયો. “હું જાણું છું” શિવાની કે તારી સગાઇ તૂટી તેનો રંજ તારા મનમાંથી હજુ સુધી ગયો નથી પરંતુ સાચુ કહું તો જે થયુ તે સારા માટે જ થયુ. આ બધી વાતની જાણ તને લગ્ન બાદ થાત તો તારુ જીવન બરબાદ થઇ જાત માટે મારી સલાહ માન તો ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં ખુશીઓ શોધવાની કોશિષ તુ કરી શકે છે. હજુ કાંઇ મોડુ થયુ નથી, તુ ચાહે તો હું તારો હમદર્દ બનવા તૈયાર છું. તારી સગાઇના સમાચારથી હું પણ ભાંગી પડ્યો હતો અને તારી યાદમાં મે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો પણ આજે જ્યારે તુ જીવનમાં એકલતા અને હતાશામાં ફસાઇ છે ત્યારે હું તને આજીવન સાથ આપવા તૈયાર છું પણ જો તારી સહમતી હોય તો. મને કોઇ ઉત્તાવળ નથી, તુ આરામથી વિચારીને તારો નિર્ણય મને જણાવજે અને હા, મારી સાથે જીવન પસાર કરવામાં તારી અસહમતી હોય તો નો પ્રોબ્લેમ, એક મિત્ર તરીકે હું હંમેશા તારી સાથે જ છું એ વાત યાદ રાખજે.” સંદીપના શબ્દો શિવાનીના હ્રદય સોસરવા ઉતરી ગયા અને બન્નેએ એકબીજા સાથે જન્મો જન્મ સાથ આપવાના મૂક વચન બાંધી લીધા.

લેખક : ભાવીશા ગોકાણી

શેર કરો આ સુંદર પ્રેમકહાની તમારા મિત્રો સાથે. દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી