“ભાતનાં મુઠીયા” – બપોરે જમવામાં ભાત વધ્યા છે? જો હા તૌ ચાલો સાંજે એમાં થી બનાવીએ ભાત નાં મુઠીયા…

“ભાતનાં મુઠીયા”

સામગ્રી:

1 વાટકી રાંધેલા ભાત,
1/2 વાટકી ઘઉં નો લોટ,
1/2 વાટકી ચણા નો લોટ,
1/2 વાટકી ઢોકળા નો લોટ,
આદું,
6 થી 8 કળી લસણ,
2 નંગ લીલા મરચા,
કોથમીર,
1/2લાલ મરચું પાવડર,
1 ચમચી ધાણાજીરું,
1/2 હળદર,
1 ચમચી ખાંડ,
સ્વાદ અનુસાર મીઠું,
ચપટી ખાવાનો સોડા,
1 ટી સ્પૂન લીંબુ નો રસ,
2 થી 3 ટી સ્પૂન તેલ,
રાઈ,
જીરું,
હિંગ,
લીમડાના પાન,
લાલ સુકા મરચા,

બનાવાની રીત:

સૌ પ્રથમ ઍક બાઉલ મા ભાત, ઘઉં નો લોટ,ચણા નો લોટ,ઢોકળા નો લોટ, આદું મરચા લસણ ની પેસ્ટ,કોથમીર,લાલ મરચું પાવડર ,ધાણાજીરું,હળદર,મીઠું, ખાંડ,પાણી(જરૂર મુજબ) નાખી બધું મિક્સ કરો.હવે તેમાં ચપટી ખાવાનો સોડા નાખી તેનાં પર લીંબુ નો રસ નાખી બધુ બરાબર મિક્સ કરી મુઠીયા વાળવા. ત્યાં સુધીમાં તપેલામાં કાઠલો મૂકી તેનાથી સેજ નીચે રહે તેટલું પાણી લેવું અને તેના પર ચારણીમાં મુઠીયા મુકવા અથવા સ્ટીમરમાં તેની જાળી પર મુઠીયા ચડવા મુકવા.

મુઠીયા ચડતા 15 થી 20 મિનીટ લાગશે તો પણ ગેસ બંધ કરતી વખતે ચપ્પા ની મદદ થી જોઈ લેવું કે ચપ્પાને ચોટતું નથી ને. નહિતર હજી થોડીવાર ચડવા દેવું.થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા.

પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ,જીરું,તલ,હિંગ,લીમડાના પાનનો વધાર કરી કટકા કરેલા મુઠીયા મિક્ષ કરી લેવા. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવું
તૌ તેયાર છે ભાત નાં મુઠીયા

સવારે નાસ્તા મા ચા સાથે પણ લઇ શકાય છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય

નોંધ:

ઢોકળા નાં લોટ ની જગ્યા એ ચોખા નો લોટ કે બાજરા નો લોટ પણ લઇ શકાય

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી