‘ભાત અને કોથમીરના વડા’, અત્યારે કોથમીર સરસ તાજી મળે છે માર્કેટમાં તો આજે જ બનાવજો આ ટેસ્ટી વડા

ભાત અને કોથમીર ના વડા

તમારા ઘરે જો બપોરે ભાત વધુ બની ગયા હોય તો બિલકુલ ચિંતા ના કરો.. બહુ જ સરળ ને સ્વાદિષ્ટ એવા ભાત અને કોથમીર ના વડા ની રેસિપિ આજે તમારા લોકો માટે લાવી છું.

ભાત અને કોથમીર ના વડા ની સામગ્રી:

2 કપ રાંધેલો ભાત( બહુ કડક કે પોચા ના હોવા જોઈએ),
3/4 કપ ઝીણી સમારેલી કોથમીર,
3 ચમચા ભાખરી નો લોટ,
1 ચમચો ચણા નો લોટ,
1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ,
2 ચમચા તેલ,
ચપટી ખાવાનો સોડા,
અડધું લીંબુ,
1 ચમચી મરચું,
1 ચમચી ધાણાજીરું,
1/4 ચમચી હળદર,
ચપટી હિંગ,
મીઠું સ્વાદાનુસાર,

રીત:-

એક બાઉલ માં ભાત અને કોથમીર લો.

અને તેમાં બેઉ લોટ ઉમેરો અને બધા મસાલા મિક્સ કરો.

તેમાં સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખી બધું હળવા મિક્સ કરો. તેલ વાળા હાથ કરી ને નાનાં વડા બનવી લો. તમે ઇચ્છો તો વહેલા બનાવી ને ફ્રીઝ માં રાખો .

આ વડા ને ધીમી આંચ પર ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ગરમા ગરમ વડા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. આ વડા ઉપર થી crunchy અંદર થી સોફ્ટ હોવાથી બહુ જ સરસ લાગે છે.

બાળકો ને ટિફિનબોક્સ માં પણ ચીઝ સ્પ્રેડ જોડે પણ આપી શકાય છે. આ વડા ઠંડા પણ સરસ લાગે છે.

નોંધ:

ભાત અગાઉ થી બનાવી લેવા જેથી વડા સારા બને. વડા નું મિશ્રણ સોફ્ટ જ હોય છે. વડા વાળવામાં તકલીફ પડે તો જ વધુ ઘઉં નો લોટ ઉમેરો. વધુ તેજ આંચ પરના તળવા એટલે અંદર થઈ કાચા ના રહે.કોથમીર ધોઈ ને કોરી કરી ને ઉપયોગ કરવો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી