“ભરેલા તિંસા” (જૈન રીત) – મારા ઘરમાં પણ તિસા બહુ ઓછા ખાય છે, પણ ભરેલા શાક તો બધા ખાય છે..

“ભરેલા તિંસા” (જૈન રીત)

તમને તો ખબર જ છે , મને ભરેલા શાક કેટલા પ્રિય છે. તિંસી એવું શાક છે જે કદાચ આમ જ બધા ને નહિ ભાવે , પણ આવો મસાલો ભરી ને પરિવાર ને જમાડો , વાયદો મારો કે ઘર માં તિંસી કાયમ માટે આવવા માંડશે … તીંસા વત્તા ઓછા પ્રમાણ માં દુધી જેવું જ હોય છે , બસ આકાર નાનો . નાના અને કુણા તીંસા માં આ સ્વાદિષ્ટ મસાલો ભરી ને વઘારો , ઘર ના દરેક સભ્ય ઈમ્પ્રેસ જરૂર થઇ જશે .. આ શાક ગરમ રોટલી , પરાઠા કે ગરમ ભાત સાથે પીરસી શકાય ..

સામગ્રી :

• ૮-૧૦ કુણા તીંસા ,
• ટામેટા ના થોડા મોટા કટકા,
• ૩-૪ ચમચી તેલ ,
• ૧/૪ ચમચી જીરું,
• ૧/૪ ચમચી હિંગ ,
• ૩-૪ ચમચી બારીક સમારેલી કોથમીર ,

મસાલા માટે :

• ૩ ચમચી વરીયાળી,
• ૩ ચમચી તલ ,
• ૧/૨ ચમચી આમચૂર,
• ૧/૪ ચમચી હિંગ ,
• ૧ ચમચી ગરમ મસાલા ,
• ૧ ચમચી લાલ મરચું ,
• ૨ ચમચી ધાણાજીરું,
• ૧/૨ ચમચી હળદર ,
• મીઠું ,
• ૨ ચમચી તેલ,
• ૩ ચમચી ગાંઠિયા નોભૂકો / ચણા નો લોટ શેકેલો ,

રીત :

સૌ પ્રથમ તલ અને વરીયાળી ને કડાય માં શેકો. થોડા ઠરે એટલે ભૂકો કરી લો .

એક બાઉલ માં આ ભૂકો , બધો મસાલો , ગાંઠિયા નો ભૂકો બધું હાથ થી સરસ મિક્ષ કરી તેલ ઉમેરો .

તીંસા ને ધોય સાફ કરી લેવા . તીંસા નાના ને કુણા પસંદ કરવા. બહુ પાકેલા કે બીયા વાળા શાક ભરવાની મજા ના આવે ..

તીંસા માં ઉપર + આવી રીતે આડા ઉભા કાપા કરો . બીજ હોય તો કાઢી લો . થોડો થોડો મસાલો ભરો અને બાકી નો મસાલો સાઈડ પર રાખી દો .


non stick કડાય માં તેલ ગરમ કરો .જીરું ઉમેરો . પછી તેમાં હિંગ નાખી ભરેલા તીંસા અને ટામેટા ઉમેરો . હાથ થી થોડું પાની છાંટો .

કડાય ને ડીશ થી ઢાંકી ઉપર પાણી રાખી લો . જ્યાં સુધી તીંસા પુરા બફાય ના જાય ત્યાં સુધી થવા દો .

સાઈડ પર રાખેલો મસાલો તીંસા પર છાંટો . જરૂર હોય તો ડીશ પર નું ગરમ પાણી થોડું ઉમેરો . મિક્ષ કરો . ધ્યાન થી તીંસા સોફ્ટ હશે તૂટી ના જાય ..


કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ 

દરરોજ અવનવી ટેસ્ટી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી