ભરેલા ભીંડાનું શાક- ભરેલા શાક કોને ન ભાવે ? તો બનાવો ને ખવડાવો દરેક સભ્યોને

ભરેલા ભીંડાનું શાક

હેલો મિત્રો.. આજે હું તમારી જોડે શેર કરવાની છુ. મારી ભરેલા ભીંડા ની રેસીપી જે બધાના ઘર માં બનતું જ હોય છે. પણ જયારે ભરેલા શાક ની વાત આવે તો બધા અલગ અલગ રીત થી કરતા હોય છે. ભરેલા ભીંડા ના શાક ને ભરેલી ભીંડી પણ કેહવાય છે. અને આ ખાવા માં ખુબ જ ટેસ્ટી છે તેમજ બનાવવામાં ખુબ જ સરળ.. જયારે પણ કોઈ મેહમાન આવે અને ભરેલું શાક બનાવવું હોય તો આ ભરેલી ભીંડી ખુબ જ જલ્દી બની જાય છે. તો ચાલો બનાવીએ ભરેલા ભીંડા નું શાક.

સામગ્રી:

૨૦૦ ગ્રામ ભીંડા,

૨ નંગ બટેટા,

૧ નંગ ડુંગળી,

૨ નંગ ટામેટા,

મસાલા માટે…

૧ ચમચી ખાંડ,

૧ ચમચી ચણા નો લોટ,

૧/૨ ચમચી હિંગ,

૧/૨ ચમચી હળદળ,

૧ ચમચી નમક,

૨ ચમચી મરચું પાઉડર,

૨ ચમચી ધાણાજીરું.

૧ ચમચી તેલ,

વઘાર માટે….

૧ ચમચી જીરું,

૪-૫ ચમચી તેલ.

રીત:

ભરેલા ભીંડા બનાવવા માટે અપડે લઈશું ભીંડા તેને અપડે કટકા કરી વચે થી માલાસો ભરાય એટલા આકા પાડી લઈશું. અને ત્યાર બાદ ડુંગળી ટામેટાના પણ લાંબા કટકા કરી લઈશું. અને બટેટા ને પણ લાંબી ચિપ્સ જેવા કટકા કરી લેવા.

ત્યાર બાદ ભીંડા માં ભરવા માટે મસાલો બનાવી લઈશું. તેના માટે અપડે એક બાઉલ માં લઈશું ચણા નો લોટ, મરચું પાઉડર, ધાણાજીરું, હળદળ, નમક, ખાંડ અને હિંગ તેમાં તેલ ઉમેરી લેવું.

બધા જ મસાલા ને પ્રોપર ચમચી વડે હલાવી મિક્ષ કરી લેવું જેથી બધા જ મસાલા પ્રોપર મિક્ષ થઇ જાય અને સરસ ટેસ્ટ આવે.

હવે આ ગ્રેવી ને અપડે ભીંડા માં ભરી લઈશું. એક પછી એક ભીન્ડું હાથ માં લઇ તેમાં આકો પડેલો હોય ત્યાં ચમચી વડે મસાલો ભરી ભીન્ડું પાછુ હાથ વડે પ્રેસ કરી બંદ કરી દેવું. જેથી તે ખુલી ના જાય અને માલાસો બાર ના આવી જાય. આવી જ રીતે બધા જ ભીંડા ભરી એક પ્લેટ માં કાઢી લેવા.

હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરીસું. જીરું સેકાઈ ગયા બાદ તેમાં બટેટા ની ચિપ્સ સેકી લેવી. પેલા માત્ર બટેટા જ ઉમેરવા કારણકે તેને શેકવા માં સોવથી વધારે સમય લાગશે.

બટેટા પ્રોપર સેકાઈ જાય ત્યાર બાદ તેમાં અપડે ઉમેરીસું ડુંગળી અને ટામેટા ના કટકા. તે બોવ જલદી થી કુક થઇ જશે. ત્યાર બાદ બધા ને ચમચા વડે ચલાવતા રેહવું જેથી તે નીચે બેસી ના જાય.

હવે તેમાં અપડે ઉમેરીસું ભરેલા ભીંડા. ભીંડા ને બધા જોડે મિક્ષ કરી અને થોડી વાર ચમચા વડે ચલાવતા રેહવું જેથી તે પણ તેલ માં સેકાઈ જાય.

ત્યાર બાદ તેમાં અપડે જે ભરવામાં ગ્રેવી વધી હોય મસાલા ની તે ગ્રેવી ઉપર થી ઉમેરી દેવી.અને તેને ડીસ કે મોટી પ્લેટ વડે ઢાકી લઇ. પ્લેટ ઉપર એક મોટા બાઉલ માં પાણી ભરી તેને મૂકી દેવું. અડધો કલાક સુધી. આ શાક આવી રીતે પાણી ની ઓજ માં બનાવવાથી ખુબ જ સરસ થઇ છે.

ત્યાર બાદ ભરેલા ભીંડા ના શાક તૈયાર છે તો તેને એક બાઉલ માં કાઢી સેર્વ કરો. ગરમ ગરમ ભીંડા નું શાક ખુબ જ સરસ લાગે છે. એમાં પણ મસાલા ની ગ્રેવી થી તેના ટેસ્ટ માં વધારો થઇ જાય છે.

નોંધ: આ શાક પાણી ની ઓજ માં ના કરવું હોય તો છુટું પણ થઇ સકે છે ધીમી આંચ ઉપર શાક ને થવા દેવાનું અને તે નીચે બેસી ના જાય એ માટે તેને થોડી થોડી વારે ચલાવતા રેહવું.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી