ભારતના કેટલાક રોમાંચક વણઉકેલ રહસ્યો (લેખાંક : 1) – Must Read for Indians

આપણા ભારત દેશની ગણતરી અત્યારે તો ખુબ જ ઝડપથી વિકસતા જતા દેશ તરીકે કરવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો કે ભારતની ગણતરી વિશ્વના સૌથી રહસ્યમય દેશ તરીકે કરવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં ભારત જ્ઞાન અને વિજ્ઞાનનું એક મહત્વનું કેન્દ્ર હતું. આ ઉપરાંત, દુનિયાભરમાંથી લોકો ભારતમાં મંત્ર તંત્ર જોવા માટે અને તેનું જ્ઞાન મેળવવા આવતા હતાં. જો કે હવે તો પરસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે, આપણા દેશની ગણતરી હવે એક ખુબ જ ઝડપથી વિકસતા જતાં દેશ તરીકે કરવામાં આવે છે. જો કે આજે પણ ભારતના અનેક સ્થળો રહસ્યમય માનવામાં આવે છે.આ સ્થળો વિષે અનેક લોકવાયકાઓ વર્ષોથી ચાલી આવે છે. આ રહસ્યોનો ભેદ ઉકેલવા દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ અનેક સંશોધનો કરેલા છે, પરંતુ ઘણા રહસ્યો એવા છે ,જેનો ભેદ હજી સુધી કોઈ પામી શક્યું નથી

ભારતના રહસ્યમય મંદિરો

1937ની સાલમાં તિબેટ અને ચીનની મધ્યમાં આવેલ બોકાના પર્વતની એક ગુફામાં 716 જેટલા વિચિત્ર આકારના પથ્થરો મળ્યા હતા. ગ્રામોફોનની રેકોર્ડના આકારનાએ તમામ પથ્થરો આજથી 13000 વર્ષો પહેલાના હોવાનું અનુમાન કરવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આ તમામ પથ્થરોનો આકાર એકદમ રેકોર્ડ જેવો જ છે. આ પથ્થરોની વચમાં એક કાણું છે, તેમ જ દરેક પથ્થર પર ગ્રામોફોનની રેકોર્ડ જેવા જ ગૃવ્સ છે. આ પથ્થરોને રેકોર્ડની જેમ વગાડી શકાય તેવા હોવાનું આસાનીથી અનુમાન કરી શકાય છે.પરંતુ તેના માટેનું ગ્રામફોન ક્યુ હોઈ શકે તેનો કોઈ ઉકેલ મળી શક્યો નથી.

રશિયાના એક ખૂબ જાણીતા વૈજ્ઞાનિક ડો.સર્જિએવએ આ અંગે વર્ષો સુધી સંશોધન કર્યું હતું, તેઓનું પણ માનવું એમ છે કે આ પથ્થરો છે તો એક જાતના રેકોર્ડ્સ જ,પરંતુ તે કેવી રીતે ‘પ્લે’ કરી શકાય તે રહસ્ય અણઉકેલ જ રહ્યું છે.

ઉપરાંત, આવા આકારનો જો એકાદ ટુકડો મળ્યો હોત તો તે કેવળ સાંયોગિક હોવાનું માની શકાય પરંતુ આ તો એક જ આકારના 716 પથ્થરો છે આથી આ ફક્ત સાંયોગિક હોવાનું માની ન શકાય. હેરાનીની વાત તો એ છે કે આજથી લગભગ 13 હજાર વર્ષો પહેલા પણ એવી કોઈ વ્યવસ્થા હશે કે આવી રીતે પથ્થરો પર કાંઈ રેકોર્ડ કરી શકાય.

ભારતમાં એવાં કેટલાંય મંદિરો છે, જેમાં કરોડો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. કેરળનું શ્રી પદ્મનાભ મંદિર આનું સૌથી મોટું ઉદાહરણ છે. આ મંદિરના સાત ગર્ભગૃહોમાં હજ્જારો ટન સોનુ હોવાનું માનવામાં આવે છે. આમાંથી છ ગર્ભગૃહો જ્યારે અનેક વર્ષો સુધી બંધ રહ્યા બાદ ખોલવામાં આવ્યા ત્યારે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો ખજાનો મળી આવ્યો હતો.

વૃંદાવનમાં આવેલા એક મંદિરના દરવાજા આપમેળે જ ખુલી અને બંધ થઈ જાય છે. એમ કહેવાય છે કે નિધિવન પરિસરમાં સ્થાપિત આ રંગ મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ રાતે શયન કરે છે. આ રંગમહેલમાં દરરોજ પ્રસાદીના સ્વરૂપમાં માખણ-મિશરી ધરાવવામાં આવે છે. અહીંયા સોનાના પલંગો પણ રાખવામાં આવેલા છે. કહેવાય છે કે રોજ સવારે જ્યારે આ પલંગો જોવાથી એવું સાફ દેખાઈ આવે છે કે રાતે કોઈ અહીં સૂતું હશે ને પ્રસાદી પણ ગ્રહણ કરી હશે. એવું પણ કહેવાય છે કે અંધારું થતા જ આ મંદિરના દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે અને મંદિરના પૂજારીઓ પણ અંધારું થતાં પહેલાં જ પલંગો વ્યવસ્થિત ગોઠવી નાખે છે અને પ્રસાદની વ્યવસ્થા પણ કરી રાખે છે.

આ મંદિરની જગ્યામાં રાત્રિ દરમ્યાન કોઈ પણ રહી શકતું નથી. ફક્ત માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ પણ રાત્રિના અહીં જોવા મળતા નથી. અહીંના સ્થાનિક લોકો વર્ષોથી આ પ્રથા જોતા આવે છે. એવું પણ કહેવાય છે કે કોઈ વ્યક્તિ આમ છતાં અહીં રાત્રિના રોકાવાની હિંમત કરે તો તેનું મૃત્યુ થઈ જાય છે.

અજન્તા-ઈલોરાની ગુફાઓ

આમ તો ભારતમાં અનેક ગુફાઓ આવેલી છે, પરંતુ અજન્તા-ઈલોરાની ગુફાઓ બધા કરતાં અલગ પડે છે. આ ગુફાઓ વિષે એવી એક માન્યતા છે કે આ ગુફાઓ એલિયન્સના એક સમૂહ દ્વારા બનાવવામાં આવી હતી. આ જગ્યાએ એક વિશાળ કૈલાસ મંદિર પણ આવેલું છે. પુરાતત્વવિદોની ધારણા મુજબ આ મંદિર લગભગ 4000 વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે એ જમાનામાં 40 લાખ ટન જેટલા વજનના પથ્થરોથી આ મંદિર કઈ ટેકનીકથી બનાવવામાં આવ્યું હશે,તે એક બહુ મોટું આશ્ચર્ય છે.

આજના એકદમ આધુનિક એન્જીનીયરીંગ માટે પણ આ વાત સમજવી મુશ્કેલ લાગે છે. એક એવી પણ માન્યતા છે કે ઈલોરાની ગુફાઓની નીચે એક પ્રાચીન શહેર પણ અસ્તિત્વમાં છે. આ ગુફાઓમાં અનેક આર્કિયોલોજીકલ અને જીયોલોજીસ્ટ રિસર્ચ કરવામાં આવેલ છે, આ રીસર્ચનું તારણ પણ એવું જ આવે છે કે આ ગુફાઓ કોઈ સામાન્ય માનવી દ્વારા બનાવવી શક્ય નથી, એટલું જ નહિ પરંતુ આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ આવી ગુફાઓ બનાવવી શક્ય નથી. અહી એક સુરંગ હોવાનું પણ માનવામાં આવે છે, જે એક અન્ડરગ્રાઉન્ડ શહેરમાં નીકળે છે.

ધ કોન્ગકા લા દરા

લદાખમાં આવેલી આ જગ્યા દુનિયાની સૌથી રહસ્યમયી જગ્યાઓમાંથી એક છે. એવી એક માન્યતા છે કે આ સ્થળે અંતરિક્ષ યાત્રીઓનું ગુપ્ત સ્થળ છે. આ જ કારણે અહીં યુએફઓ જોવા મળતા હોવાની ઘટનાઓ સામાન્ય માનવામાં આવે છે. અહીંના સ્થાનિક રહેવાસીઓ પણ આ વાતને પુષ્ટિ આપે છે.

2006ની સાલમાં ગૂગલના સેટેલાઇટ દ્વારા આ જગ્યાની કેટલીક તસ્વીરો લેવામાં આવી હતી, જેમાં પણ રહસ્યમયી યુએફઓ જેવા પદાર્થ દેખાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જગ્યા સુધી પહોંચવું એકદમ કઠિન છે, કેમ કે આ જગ્યા ખૂબ જ દુર્ગમ અને બરફથી આચ્છાદિત છે.

ઉપરાંત, આ સ્થળ ભારત ને ચીનની એક વિવાદિત જગ્યા છે, આથી બંને દેશોના જવાનો અહીં નજર તો રાખે છે પરંતુ ત્યાં પેટ્રોલિંગ કરવા જઈ શકતા નથી.

કેમ ક્યાંય ઉલ્લેખ નથી?

ઉપરાંત તાજમહાલની કાર્બન ડેટિંગ પણ અલગ જ તારણો દર્શાવે છે. આ બાબતમાં સરકાર દ્વારા રસ લઈને વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થિત સંશોધન કરાવવામાં આવે તો તાજમહાલના ઇતિહાસના રહસ્યો પરથી પડદો હટી શકે તેમ છે.

 

આમ, આપણો દેશ ખુબ પ્રાચીન હોવાથી અનેક રહસ્યો પોતાનામાં સમાવીને રાખ્યા હોવાનું માનવામાં આવે છે. આવા જ અન્ય કેટલાક રહસ્યો હવે પછી જોઈશું.

લેખક :- તુષાર રાજા

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી