ભારત દુનિયા સામે કઈ જ નથી એવી માનસિકતા ધરાવતા લોકો માટે ખાસ !!

71મો સ્વતંત્રતા દિવસ..70 વર્ષ પુરા થયા આઝાદીને…!!
(ભારત દુનિયા સામે કઈ જ નથી એવી માનસિકતા ધરાવતા લોકો માટે ખાસ)

આ દેશે ખુબ જ દુઃખ દર્દ જોયા છે, અનેક જુલમોને સહન કર્યા છે, ભારતીયોને તેના જ દેશમાં ગુલામ બનાવીને રાખવામાં આવ્યા હતા. ઈતિહાસ પ્રમાણે ૩૧ ડીસેમ્બર ૧૬૦૦માં ઇસ્ટ ઇન્ડીયા કંપનીની સ્થાપના થઇ, રોબર્ટ ક્લાઈવએ જીતેલા પ્લાસીના યુદ્ધ(૧૭૫૭) પછી બંગાળ એ ઇસ્ટ ઇન્ડીયા કંપની અંતર્ગત આવ્યું. જોકે ૧૭૬૪નાં બક્સરના યુદ્ધ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ પર પૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું.

કંપનીનો વેપાર વિકસે અને ઈંગ્લેંડમાં મોટા પ્રમાણમાં વેપાર મોકલી શકાય તેવી શાસન વ્યવસ્થાનો પ્રારંભ કર્યો અને ભારતીયો પોતાના જ દેશમાં કર્મચારી તરીકે અને અંગ્રેજોના અધિકારના નિયંત્રણમાં આવ્યા. ખરાઅર્થમાં અંગ્રેજોનો ભારતમાં પગપેસારો થઇ ગયો. ૧૭૫૭ થી ૧૯૪૭ આમ લગભગ લગભગ કહેવા જઈએ તો અંગેજોએ આપણા ભારત ઉપર, આપણા ઉપર ૧૮૦ વર્ષ જેવું રાજ કર્યું.

ફિરંગીઓમાંથી આપણે ફ્રી થયા એ પહેલાં ભારત દેશ ભરપુર સમૃદ્ધ હતો. જોકે આપણે થોડી હકારાત્મકતા લાવીએ તો આજે પણ વિશ્વમાં તેનો ડંકો છે જ…!! શું કામ..!! પહેલાં એક સવાલ, તમારા જ ઘરમાં, કોઈ તમારા ઉપર, ૧૮૦ દિવસ ગુલામી કરી જાય, તમને મારે, તમારા પર જુલમ ગુજારે તો ? તૂટી જવાયને, રોઈ જવાયને, અધમુઆ થઇ જવાયને ? વિચારી જોવો ૧૮૦ વર્ષ–!!

આ બાઉન્ડ્રી બાંધી.

– આઝાદી પછીનાં માત્ર ૨૬ વર્ષમાં ૧૯૭૪માં ભારતે પહેલું ન્યુક્લિયર પરીક્ષણ સ્માઈલિંગ બુદ્ધા, પોકરણ ૧ કર્યું અને તેનું આંતરરાષ્ટ્રીય લેવેલ પર પરિણામ એ આવ્યું કે NSG( Nuclear Supplier Group) ની સ્થાપના થઇ…!!

– ભારતની વ્યાવસાયિક સ્થાયી મિલેટ્રીએ ૧.૧ મિલિયન છે જે આખા વિશ્વમાં બીજા નંબર પર છે.

– ISRO- Indian Space Research Organization- આપણું સ્પેસ ઓર્ગેનાઈઝેશન જેની સ્થાપના ૧૯૭૫માં થઇ હતી તે આજે વિશ્વમાં પાંચમાં નંબર પર છે. અને સૌથી જોરદાર વાત એ છે કે ISRO એ લગભગ ઓછા રૂપિયા ખર્ચીને પોતાના મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરે છે. ઉદાહરણ : વિશ્વના સૌથી ઓછા ખર્ચાળ મિશનમાં ભારતનું મંગળયાન પ્રથમ આવે છે.

– જો અમેરિકાનાં SpaceX પાસે રીયુઝેબલ વેહિકલ ટેકનોલોજી છે, તો ભારતે પણ ૨૩-૫-૨૦૧૬ના રોજ RLV-TD નું સફળ પરીક્ષણ કર્યું છે..!!

– GPS system, કારગીલ વખતે અમેરિકાએ આપણને GPS દ્વારા પાકિસ્તાનનાં સૈનિકોની પોઝીસન જણાવવાનો ઇનકાર કર્યો અને ૧૭ વર્ષની મહેનત બાદ હવે ભારત પાસે પોતાની GPS સિસ્ટમ હશે. જેનું નામ નાવિક..!!

– DRDO અને રશિયાના સહયોગથી નિર્માણ પામેલી મિસાઈલ બ્રહ્મોસ એ દુનિયાની સૌથી ઝડપી એન્ટી-શીપ ક્ર્યુઝ મિસાઈલ છે..!

– ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી લાંબુ લખેલું બંધારણ છે..!!

– મુંબઈમાં દરરોજ ૪૫૦૦-૫૦૦૦ ડબ્બાવાલા દ્વારા ૧૭૫૦૦૦- ૨૦૦૦૦૦ ડબ્બાઓ (ટિફિન બોક્ષ) કસ્ટમરને ૯૯.૯૯૯૯૯૯ કાર્યક્ષમતા સાથે પહોચાડવામાં આવે છે..!! દુનિયાને આ ઉદાહરણ નોંધવા લાયક લાગ્યું છે..!!

– દુનિયાને યોગ દિવસ આપનાર ભારત, દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલ નેટવર્ક ભારત, ૧.૫ લાખ પોસ્ટ ઓફીસ ઇન્ડિયાનું વિશ્વમાં મોટું નેટવર્ક

– ૨ મિસ યુનિવર્સ અને ૩ મિસ વર્લ્ડનાં ટાઈટલ જીતનાર ઇન્ડીયન છે અને આ દુનિયામાં કાળા ધોળાનો ભેદ કરનાર માટે ઠેંગો છે..!

– ઇન્ડિયા દુનિયાની એ 6th largest ઈકોનોમી છે, નોમિનલ GDP ૨.૪૫ ટ્રીલીયન $, ૯.૪૯ ટ્રીલીયન $ ઇન ટર્મ ઓફ purchasing power parity(3rd rank in world), GDP ગ્રોથ રેટમાં ભારત વિશ્વમાં ૭માં નંબરએ..!! અને હજી ભારત ૧૭ % એ એગ્રીકલ્ચર પર dependent છે..!!

– GNFC એ વિશ્વનો એક મોટો એમોનીયા – યુરિયા પ્લાન્ટ છે.

આવી તો ગણી નાં શકાય એટલી વાતો છે, ૧૮૦ વર્ષની ગુલામી પછી,
આઝાદી પછીનાં માત્ર 70 વર્ષમાં ઉભા થયેલા આ દેશની ..!!! ઇન્ડીયા એ ‘૦’, ‘ આર્યુવેદ’ આ બધું આપ્યું એ તો મેં લખ્યું જ નથી..!!

આતો લોકોના મગજમાં ઇન્ડિયા પ્રત્યે નેગેટીવ વાતો છે. શું કર્યું ઇન્ડિયા એ ? હજી આપણે આઝાદ નથી થયા ? એના માટે લખ્યું…!! પ્રોબ્લેમ બધા જ દેશમાં હોય છે, અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. બાકી મને આમાં બહુ ખબર પડતી નથી…!! ભૂલચૂક માફ અને સ્વંત્રતા દિવસ મુબારક..!!

લેખક : જય ગોહિલ

આ પોસ્ટ પર આપના વિચારો આવકાર્ય !!

ટીપ્પણી