ભણતર પ્રત્યે નો અભિગમ

“હું જ્યારે ૭મા ધોરણ માં ભણતો હતો ત્યારે પોરબંદરની ‘રણજી એકેડમી’ માટે મારું સિલેક્શન થયુ હતુ….પણ, ભણતર ને રમત-ગમત કરતા વધુ પ્રાધાન્ય આપતા મારા માતા-પિતાએ મને ત્યાં જવા ન દીધો”

– જલ્સા કરોને જેંતીલાલ ના ૧ વાચક મિત્ર

જ્યારે મે તેમની આ વાત સાંભળી ત્યારે મને થયુ કે એવા તો કેટલાયે લોકો છે કે જેમને ભણવા કરતા અન્ય બાબતો માં વધુ રસ હોવાને લીધે કદાચ તેઓ એંજીનીયર, ડૉક્ટર કે સી.એ. ના બની શક્યા પણ તેમના કરતા પણ વધુ સફળ બન્યા!!

આવા કેટલાક લોકો વિશે નીચે માહિતી આપું છુ! – “તારે ઝમીન પર” ફિલ્મ તો યાદ હશે જ !!

1)

Gujarati Jokes 143

સચિન તેંડુલકર

આ મહાશય ને ભારત માં કોણ નથી ઓળખતું? ક્રિકેટ નો ભગવાન ક્યારેય કોલેજ નથી ગયો એ તો તમને ખબર જ હશે!

2)

Gujarati Jokes 143

સ્ટીવ જોબ્સ

ટેક્નોલોજીની દુનિયા માં ક્રાંતિ લાવનાર સ્વ. સ્ટીવ જોબ્સ કોલેજ માં ફક્ત ૧ સેમેસ્ટર ભણી ને ઊઠી ગયા હતા !

 

3)

Gujarati Jokes 143

ધીરૂભાઈ અંબાણી

છે કોઈ ગુજરાતી જે આ ઊદ્યોગપતિ ને નથી ઓળખતું? તેમણે ૧૬ વર્ષની વયે મેટ્રીક ની પરીક્ષા આપીને રિઝલ્ટની પણ રાહ જોયા વિના મધ્ય એશિયા તરફ કામ કરવા માટે દોટ મૂકી હતી!

4)

Gujarati Jokes 143

બિલ ગેટ્સ

હાર્વડ યુનિવર્સિટી માંથી ડિગ્રી પૂરી કર્યા વિના ઊઠી ગયેલો એક રખડુ છોકરો દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ બની ગયો!

5)

Gujarati jokes 143

સ્ટીવન સ્પીલબર્ગ

દુનિયાને સર્વશ્રેષ્ઠ ફિલ્મો પૂરી પાડનાર સ્પીલબર્ગને ‘ફિલ્મ મેકીંગ ઈંસ્ટીટ્યુટ’ માં એડમિશન પણ નહ્તુ મળ્યું!!

6)

Gujarati Jokes 143

માર્ક ઝુકરબર્ગ

હાલમાં સમગ્ર દુનિયાને ‘ફેસબૂક’ વડે જોડીને પોતાના તાલે નચાવનાર માર્ક ઝૂકરબર્ગ ક્યારેય પોતાની ડિગ્રી પૂરી કરી શક્યો નથી….બિલ ગેટ્સની જેમ તેણે પણ હાર્વડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ પડતો મૂક્યો છે!

========================

આવા તો કંઈ કેટલાયે ઊદાહરણૉ છે….અહીં કહેવાનું તાત્પર્ય એ નથી કે ભણવું કંઈ કામ નું નથી…પરંતુ બોધ એ છે કે,

“વ્યક્તિ (બાળક) ને જેમાં રસ-રુચિ હોય તે ફિલ્ડ માં આગળ વધવા દો….દુનિયા બહુ મોટી છે…ક્યાંય ને ક્યાંયથી તો એ કમાઈ જ લેશે…કોને ખબર! સચીન ને ફરજિયાત એના પિતાએ કોલેજ કરાવી હોત તો કદાચ એ ક્યારેય પાસ પણ ના થઈ શક્યો હોત!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!