બાળકો માટે બનાવો ભાખરી પિઝા, ટેસ્ટી અને પૌષ્ટિક છે હો

 ભાખરી પિઝા

સામગ્રી :

5 મોટા સ્પૂન ઘઉંનો લોટ,
1 કપ સોસ,
2 ક્યૂબ ચિઝ,
1 ટામેટુ,
1 ડુંગળી,
1 કપ ગ્રીન ચટની,
1 કેપ્સિકમ,
1 ટેબલ સ્પૂન લાલ મરચુ,
મીઠુ સ્વાદઅનુસાર.

રીત :

ઘઉના લોટમાં થોડુ સ્વાદ અનુસાર મીઠું મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો.

આ કણકના લુવા પાડી લો તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો

હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો

હવે આ રોટલા પર ગ્રીન ચટની એને સોસ લગાવો

તેની ઉપર ડુંગળી ટામેટા કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો

હવે ચિઝ ઝીણીને પાથરો

આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો જ્યા સુધી ચિઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો

આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી