ઈનસ્ટન્ટ ભાખરી પિઝ્ઝા – બાળકો ને આ પિઝ્ઝા ની ટેવ પાડો

સામગ્રી –

કણક માટે

– 5 કપ ઘઉનો લોટ
– 1 ટીસ્પુન અજમો
– 1/4 ટીસ્પુન મીઠું
– 5 ટીસ્પુન તેલ

ટોપીંગ માટે

– પિઝ્ઝા સાૅસ
– શિમલા મરચા (લાલ, પીળા, ગ્રીન – સમારેલા)
– કાંદા સમારેલ
– બાફેલી મકાઈના દાણા
– પનીર ટુકડા
– ઈટાલિયન સીઝનીંગ
– ચીલી ફલેક્સ
– ચીઝ

રીત-

– કણક માટેની સામગ્રી ભેગી કરી થોડું થોડું પાણી ઉમેરતા કણક બાંધો.
– 5-10 મિનિટ માટે રેસ્ટ આપો.
– મોટી ભાખરી વણો.
– કાંટા વડે કાંણા પાડી જાડા તળિયાના તવા પર એક બાજુ શેકો.
– એક બાજુ શેકાય કે પલટાવી ઉપરની બાજુએ પિઝ્ઝા સાૅસ લગાડો.
– શિમલા મરચા,પનીર, મકાઈ, કાંદાનું ટોપીંગ કરો.
– ઈટાલિયન સીઝનીંગ,ચીલી ફલેક્સ ભભરાવો.
– છેલ્લે ચીઝ ખમણો.
– પિઝ્ઝાને ઢાંકણથી ઢાંકી ધીમા તાપે 3-4 મિનિટ માટે રાંધો.
– બેઝ ક્રીસ્પી થાય કે પિઝ્ઝા તૈયાર.

નોંધ –

તમે પિઝ્ઝાને માઈક્રોવેવમાં પણ બેક કરી શકો. તે માટે 190 ડિગ્રી પર 6-8 મિનિટ માટે બેક કરવું. તેમજ 6 મિનિટ બાદ પિઝ્ઝાને જોતા રહેવું.

રસોઈની રાણી – રૂચિ શાહ (ચેન્નાઈ)
ભાષાંતર સાભાર – ઉર્વી શેઠિયા

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી