મમ્મીઓની ચિંતા વધી ઘટી, બનાવો આ ઘરે જ ‘ભાખરી બર્ગર’, બાળકો બીમાર પણ નહિ પડે ને નવું પણ જમવા મળશે

ભાખરી બર્ગર 

સામગ્રી :

(વેજ પેટી માટે)

2 વાટકી બટેટાનો માવો,
2 વાટકી બાફેલા શાક (ગાજર,ફણસી,વટાણા,મકાઇ),
1 કાંદો,
1 કેપ્સીકમ,
1-1/2 વાટકી બ્રેડ ક્રમ,
આદુ મરચાંની પેસ્ટ,
ગરમ મસાલો,
કોથમીર,
આમચૂર,
મીઠુ,
તેલ.

બર્ગર માટે :

6 નંગ મિની ભાખરી,
3 ચીઝ સ્લાય્સ,
મેયોનીસ,
ટોમેટો કેચઅપ,
સલાડના પાન(અહીં લેટસ લીધાછે ),
તલ,
બટર.

રીત :

-એક બાઉલમાં બટેટાનો માવોલો .તેમાં બધાં બોઇલ્ડ શાક ઉમેરો.
-એક પેનમાં થોડું તેલ લઈ,કાંદા અને કેપ્સીકમને જીણા સમારી સૌતે કરીલો.તેમાં આદું મરચાંની પેસ્ટ પણ ઉમેરો.હવે તેને બટેટાવાળા મિશ્રણમાં મિક્ષ કરો .
-આ મિશ્રણમાં બધાં મસાલા કરો.અને કોથમીર છાંટો.
-તેની ગોળ ટિક્કી કરીને બ્રેડ ક્ર્મમાં રગદોળી,નોન સ્ટીક પર ઓછા તેલમાં ગોલ્ડન બ્રાઊન શેકીલો .
-હવે ભાખરી લઈ તેના પર મેયોનીસ ચોપડો.ચીઝ સ્લાય્સ મુકો અને તૈયાર પેટ્ટી મુકો.બીજી ભાખરી થી તેને કવર કરો અને થોડા તલ છાંટી ગ્રીલ કરીલો
તૈયાર છે ભાખરી બર્ગર 🍔

#આ બર્ગરમાં અંદર -કાંદા ,ટામેટાની ગોળ સ્લાય્સ નથી મૂકી …તેનાથી ખાવા ટાઇમે બધુ બાર આવી જશે .
#ટિફીનમાં આપતી વખતે ,બધુ દાબીને સેન્ડવિચ ગ્રીલમાં ગ્રીલ કરી લેવું .
#ગ્રીલરના હોય તો લોઢી ઉપર પણ શેકાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી