‘ભાજી સ્ટફ જાંબુ કોફતા’: બનાવો એક અલગ જ સ્વાદની સોડમ અનુભવશો, હું તો આજે બનાવીશ

ભાજી સ્ટફ જાંબુ કોફતા 

સામગ્રી:

૧.૫ વાટકી ફલાવર,
૧.૫ વાટકી કોબી,
૨ રીંગણ,
૧-૨ બટેકુ,
૧-૨ ગાજર,
૧ વાટકી લીલા વટાણા,
૧ વાટકી પાલક,
૫-૬ ડુંગળી,
૫ ટમેટા,
૨ લીલા મરચા,
કોથમીર,
૧-૨ વાટકી વેજીટેબલ સ્ટોક,
૨ ચમચા મલાઈ,
૧૦૦ ગ્રામ ગુલાબજાંબુ મિક્ષનું પેકેટ,
૧૦૦ ગ્રામ પનીર,
૧/૪ વાટકી બીટનું છીણ,
૧/૨ વાટકી કોપરાનું છીણ,
૩ ચમચી પાઉભાજીનો મસાલો,
૨-૩ ચમચી લાલ મરચું,
૧/૨ ચમચી હળદર,
૨ ચમચી ધાણાજીરું,
સ્વાદ મુજબ મીઠું,
૧.૫ લીંબુ,
૧ ચમચી લસણની પેસ્ટ,
૧/૨ ચમચી આદુની પેસ્ટ,
૨ ચમચા તેલ,
૧ ચમચો બટર,
ઘી તળવા,
૧ નાની ચમચી રાઈ,
૧ નાની ચમચી જીરું,
૧ સુકું લીલું મરચું,
ચપટી હિંગ,
૫-૬ લીમડાના પાન.

રીત:

– સૌ પ્રથમ એક વાસણમાં પનીરનું છીણ, બીટનું છીણ અને કોપરાનું ખમણ લઇ મિક્ષ કરી લેવું.

– ગુલાબજાંબુના તૈયાર પેકેટના જેમ મસળી ગોળા વાળી તેમ વાળી વચ્ચે ખાડો કરી સ્ટફ ભરી પાછો ગોળો વાળી લઇ મીડીયમ તાપે ઘીમાં ગોલ્ડન તળી લઇ બાજુ પર રાખવા, તો તૈયાર થઇ ગયા જાંબુ કોફતા.

– શાક (ફલાવર, કોબી, રીંગણ, બટેકા, ગાજર, પાલક) ધોઈ મીડીયમ સાઈઝમાં સુધારી કુકરમાં ૩ સીટી કરી બાફી લેવું, લીલા વટાણાને વાટકી કે નાની ડબરીમાં મુકવા કેમ કે તેનો છૂંદો કરવાનો નથી.

– શાક બફાઈ ત્યાંસુધીમાં ડુંગળી, ટમેટા અને લીલા મરચા ઝીણા સમારી લેવા.

– બફાઈ જાય એટલે વટાણાની વાટકી કાઢી ચારણીમાં શાક નીતારી પછી છુંદો કરી લેવો અને નીતરતા પેલા ચારણીની નીચે વાટકો રાખવો કેમ કે વેજીટેબલ સ્ટોક પછી ઉપયોગમાં લેશું

– હવે એક કડાઈમાં તેલ અને બટર લઇ તેલ આવે એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાનનો એક પછી એક વધાર કરી તેમાં હળદર, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા નાખી મિક્ષ કરવું.

– પછી તેમાં ડુંગળી સાંતળવી, સંતળાય એટલે તેમાં ટમેટા નાખી હલાવું ટમેટા ગળવા લાગે અને તેલ છુટું પડી જાય ત્યાંસુધી હલાવું.

– હવે તેમાં પાઉભાજીની ગરમ મસાલો નાખી હલાવી તરત વેજીટેબલ સ્ટોક નાખવો, જેથી ગરમ મસાલો બળે નહિ.

– પછી તેમાં છુંદો અને વટાણા મિક્ષ કરવા.

– હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, મીઠું, લીંબુ ઉમેરી બરાબર મિક્ષ કરવું.

– હવે તેમાં સ્ટફ જાંબુ ફરતે મૂકી સહેજ સીજવા દેવું, જરૂર પડે તો વેજ. સ્ટોક ઉમેરવો.

– છેલ્લે મલાઈ અને કોથમીરથી ગાર્નીશ કરી ગરમ ગરમ પરાઠા, નાન જોડે સર્વ કરવું.

– તો તૈયાર છે હેલ્ધી વાનગી અને સ્વાદીષ્ટ એવી સબ્જી ભાજી સ્ટફ જાંબુ કોફતા.

નોંધ:– શાક તમે તમારી રીતે મનગમતા અને સાઈઝ પ્રમાણે વધઘટ કરી શકો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી