Bhaidaku – ભૈડકું ( અગમગીયું )

75922_570812733009750_340908347_n

 

શિયાળા માટે પૌષ્ટિક અને પચવામાં હળવો ખોરાક

ભૈડકું ( અગમગીયું )

 

સામગ્રી:

૧ વાટકી ઘઉં

૧ વાટકી બાજરો

૧ વાટકી ચોખા

૧ વાટકી ચણાની દાળ

૧ વાટકી મગની ફોતરા વાળી દાળ

આ પાંચ અનાજ મિક્ષ્ કરી ને દળાવી લેવા.

૩ થી ૪ ચમચી ઘી

આદુ, લસણ, મરચા લસણ ની પેસ્ટ , કોથમીર

હળદર, રાઈ, જીરું, મરી, હિંગ અને લીમડો

મીઠું સ્વાદ અનુસાર

 

રીત:

સૌ પ્રથમ અ તપેલી માં ચાર ગ્લાસ જેટલું પાણી નવસેકું કરવું. તેમાં ૧ વાટકી લોટ ધીમે ધીમે નાખવો અને બરાબર હલાવવું. તેમાં લોટ ની ગાંઠ ન રહી જાય તે ખ્યાલ રાખવું. ત્યારબાદ કડાઈ માં વઘાર માટે ઘી મૂકી , તે ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મરી, હળદર, હિંગ, આદુ મરચા ને લસણ ની પેસ્ટ અને લીમડો નાખી તતડે એટલે તેમાં તૈયાર કરેલું ખીરું નાખી દેવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું અને

મરી નો ભૂકો નાખવો.

ધીમી આંચ પર તેને દસ મીનીટ સુધી હલાવવું. ઘટ્ટ થાય એટલે કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરવું.

 

રસોઈની રાણી : વ્યાપ્તિ પટ્ટણી (અંજાર કચ્છ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!