“મારા કરતાં તું વધારે સુખી અને ભાગ્યશાળી છો દીદી” – મુકેશ સોજીત્રા લિખિત અદભૂત સ્ટોરી

“મારા કરતાં તું વધારે સુખી અને ભાગ્યશાળી છો દીદી”

અરજણવાડીએથી ઘરે આવ્યો. પાણી પીને ઓશરીની કોરે બેઠો. ઉષા આવીને ખુરશી પર બેઠી એનાં હાથમાં એક કંકોતરી હતી. એણેઅરજણને આપી અને કહ્યું. રમણલાલ આવ્યા હતાં. કંકોતરી દઈ ગયાં છે. આવતાંમહીનેનિકુંજના અને નિયતિના લગ્ન છે. અમદાવાદ ફાર્મ હાઉસમાં લગ્ન રાખ્યા છે. મોટો જમણવાર છે એવું કહેતાં હતાં. મેં તો આગ્રહ કર્યો પણ એ રોકાણા જ નહિ અને ખાસ કીધું છે કે બધાએ આવવાનું છે. વાડીએથી તમને બોલાવવા માટે મેં કુલદીપનેકીધું પણ રમણલાલેકીધું કે એમને ધક્કો નથી ખવરાવવો. પણ અગાઉ આવી જજો.

અરજણે કંકોતરી હાથમાં લીધી. અડધી અંગ્રેજીમાં અને અને અડધી ગુજરાતીમાં લખાયેલ કંકોત્રી અરજણે વાંચી.

“લાગે છે કે રમણલાલ ઘણો ખર્ચો કરવાના છે. કંકોત્રી પણ બસો રૂપિયાની લાગે છે.ભગવાને દીધું છે અને એ વાપરી જાણે છે માભા પ્રમાણે તો રહેવું જ પડે ને કેમ છે તારી બહેનને?? એના ખબર અંતર પૂછ્યા કે નહિ??” અરજણે વળતો સવાલ પૂછ્યો.

“નિશાને હવે સારું છે એમ કહેતાં હતાં. ખાસ તો નિશાની ઈચ્છા હતી એટલે જ દીકરા અને દીકરીના લગ્ન વહેલાં પતાવી દેવા એમ રમણલાલ કહેતા હતાં. અને પાછા કહી ગયાં છે કે લગનમાંબરાબરના તૈયાર થઈને આવજો અમારે ત્યાં બહુ ઊંચા લોકો આવવાનાછે. ભાણીયા અને ભાણકીના કપડાં અહી સારા ના મળે તો એક દિવસ અમદાવાદ વહેલા આવી જજો.મોલમાંથી લઇ લેશું પણ સગાસબંધીમાં અલગ તરી આવવા જોઈએ આવુંકીધુંરમણલાલે” ઉષાએ વાત કરી અને અરજણ શેઠ બોલ્યાં.

“હા હવે જમાના પ્રમાણે હાલ્યા વગર થોડું હાલશે. રમણલાલ ને ત્યાં પ્રસંગ છે એટલે મોળું તો હાલે જ નહીને.. અનેવેવાર પ્રમાણે ગયાં વગર થોડો છૂટકો છે. મનોજ અને મીતા પણ રાજી થશે. એણે પણ આવા લગ્ન જોયા પણ નહિ હોય. બસ તારી તબિયત સારી રહેને તો ભયો ભયો!! ખાલી બે દિવસની વાત છે ને!! અગાઉ જઈને ત્યાં ક્યાં સાંકડ કરવી?? એ તો કહે પણ એને ત્યાં ઊંચા લોકો આવ્યાં હોય ને આપણને ના ફાવે અને એને પણ ના ફાવે એટલે માંડવા ના દિવસે જઈશું અને બીજે દિવસે જાનવળાવીને આવી જઈશું.અને આમેય તારી બેનનોભાણીયો અને ભાણકીપરણે છે એટલે તારે તો આવવું પડશે ને??” તારી તબિયત અને શરીર સારું હોય તો જ આપણે બધાય જઈશું નહિતર મનોજ અને મીતા જઈ આવશે.”

“મને તો આમ હવે સારું જ છે ને અને હજુ મહિનો એકની વાર છે અત્યારથી શી ચિંતા કરવાની એ વખતે જોયું જશે” કહીને ઉષા ઉભી થઇ. રસોડામાં એની દીકરી મીતા કામ કરતી હતી અને મોટો દીકરો મનોજ હીરા ઘસવા ગયો હતો. એ છેક રાતે આઠ વાગ્યે આવવાનો હતો.
અરજણ અને રમણલાલ બને સગાસાઢૂભાઈ હતાં.

બનેઆંબાભવાનનીદીકરીઓઉષા અને નિશાને પરણ્યા હતાં. આંબાભવાનનું ખોરડું એ પંથકમાં ખુબ ઊંચું ગણાતું અને લોકો એમની આમન્યા જાળવતા હતાં. પણ કાળનું કરવું કઈ જુદું જ હતું. આંબાભવાનની પત્ની દમુંનું સુવાવડમાં અવસાન થયું હતું. ઉષાનો જન્મ થયો અને દમુંએ આ દુનિયામાંથી આખરી શ્વાસ લીધો. ઉષા એની મમ્મી નું મોઢું પણ ના જોવા પામી. જીવનની અંતિમ પળે દમુએઆંબાભવાન પાસે એક વચન લીધું.

“ મારી એક વાત માનશો તમે? ખાવ મારા સોગંદ!! હવે હું જીવી નહિ શકું. આ નિશાની તમને સોંપતી જાવ છું. આ દીકરીને ખાતર પણ તમે બીજા લગ્ન કરી લેજો. મારી દીકરી મા વગર મોટી ના થવી જોઈએ. મા વગરની જિંદગી કેવી હોય એ મને ખબર છે. બસ મારી આ છેલ્લી વાત છે તમે બીજા લગ્ન કરી લેજો અને આ ફૂલને સાચવજો” અનેદમુએદુનિયામાંથી છેલ્લા શ્વાસ લીધાં.

વરસ દિવસ પછી પોતાની પત્નીને આપેલ વચન પ્રમાણે આંબાભવાને બાજુના ગામની માવજી પરશોતમ ની દીકરી હંસા સાથે ઘરઘરણું કરી લીધું. આમેય એ પંથકમાં શાખા સારી એટલે કન્યા ઓનો તો પાર નહોતો પણ હંસાદેખાવમાંદમું જેવી જ હતી.

અનેમાવજીપરશોતમની આબરૂ પણ સારી એટલે ઘીનાઠામમાં ઘી પડી ગયું.શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ વરસ દિવસ પછી હંસાને પેટે એક દીકરી અવતરી નામ પાડ્યું નિશા!! અને પછી ઉષા સાથે ભેદભાવ શરુ થયો. નિશા તો હજુ બે વરસની જ હતી એને તો શું ખબર પડે કે સાવકી માં કોને કહેવાય અને અસલી માં કોને કહેવાય પણ જેમ મોટી થતી ગઈ એમ એમ એને ખ્યાલ આવતો ગયો. નિશા અનેઉષાને હવે કપડાં લતા માં પણ ભેદભાવ થવા લાગ્યો.હંસા પોતાની દીકરીને વધારેને વધારે સારી રીતે સાચવવા લાગી અને બિચારી ઉષાને માથે દુખના ડુંગર આવી પડ્યાં. ઘરની સાફ સફાઈ, વાસણમાંજવાથી માંડીને કપડાં ધોવાના તમામ કામ ઉષાને માથે જ. નિશા પણ હવે ઉષા પર રોફ જમાવતી. વિપરીત સંજોગોમાં પણ ઉષા થાય એટલું કામ કરે, પણમોઢાની રેખામાં સ્હેજેય ફેરફાર નહિ હો. અસલદમું જેવી જ અણસાર એમ ગામ લોકો કહેતા. હંસા હવે ત્રાસ વધારવા લાગી અને જેમ તેમ બોલતી.

“ભમરાળી તારી મા હારે ચાલી ગઈ હોત તો મારે પાલવવી ના પડત!! આ રૂપ સુંદરના એકેય કામમાં ઠેકાણા જ ના હોય!! સામું શું જોશ ઉષલી… કામકર્ય કામ તારી મા કામ કરવા નહિ આવે. જાણે મોટી મેમસાબની દીકરી ના ભાળી હોય એમ ટગર ટગર જોઈ શું રહી છો રેઢીયાળ” હંસા આગળ આંબાભવાનનું કઈ હાલતું નહિ. ક્યારેક એ કહી દેતાં.

“હંસા એની માને કારણે જ તું અહી છો બાકી આહી મારે ક્યાં બીજા લગ્ન કરવા હતાં.આ તો દમુએ વચન લીધું હતું કે મારી દીકરી મા વગર ની ના રહે એટલે લગ્ન કરી લીધા.પણ કરમ મારા કે તું ભટકાણી.હશે જેવા મારા નસીબ” અને જવાબમાં હંસા પણ સામું ચોપડાવતી.

“ઈદમું બહુ સારી લાગતી હોય તો એનું ભેળું જતું રહેવાયને અને હજુ કોઈએ ક્યાં રોક્યા છે.ઉપડો તમ તમારે અને ભેગી ભેગી આને પણ લેતાં જાજો તમારી વહાલુડી દીકરીને. આ તો મારા બાપા નો માન્યાં ઈ નો જ માન્યાં બાકી તમારા કરતાં પણ સારા સારા માગાં આવતાં હતાં.” અનેહંસા બેફામ બોલતી. અને બાપ દીકરી મૂંગામૂંગાસાંભળતાં. ઉષા અને નિશા મોટી થવા લાગી. હવે તો નિશા અને હંસા એક સળીના બે કટકા પણ નહોતા કરતાં.બધું જ કામ મોટી ઉષા કરતી. ઉષાભણવામાં હોંશિયાર હતી. શાળાનાં શિક્ષકો અને ભવાનઆંબા પણ એને ભણાવવામાંગતા હતાં પણ હંસા એ પરાણે એને પાંચમા ધોરણથી ઉઠાડી લીધી.

“ આભણશે તો કામ કોણ એની મા કરવા આવશે. મારી છોડી તો હજી નાની છે નાની એને જીવવા નથી દેવી લાગતી તમારે” અનેભવાનઆંબાહંસાની જીભ આગળ ઝુકી જાતા. સ્ત્રી એ શક્તિનો અવતાર ગણાયછે.પણ અમુક સ્ત્રીઓ ની આ શક્તિ જીભ સ્વરૂપે બહાર આવે છે ત્યારે ભલભલા પુરુષો લાંબા અને વિવશ થઇ જાય છે. સમયવીતતો ચાલ્યો. ઘર અને ખેતીના કામ કરવાથી ઉષાનું દેહ લાલિત્ય ઘાટીલું અને કસાયેલું બન્યું.એની સુંદરતા ખીલી ઉઠી. અને આ બાજુ નિશા ના થોબડામાં ઠેકાણા નહિ. અને આમેય જેની મમ્મી આજીવન વળ ખાવા જ જન્મી હોય એની દીકરીયુંને પણ વળ વારસામાં મળતો હોય છે. ભણવામાં ખાસ કોઈ ઠેકાણા નહોતા તોય નિશાને કોલેજ સુધી ભણાવી અને એમાં આંબાભવાનનુંઅવસાન થયું. ઉષા એ વખતે ખુબ જ રોઈ.જીવનમાં એક માત્ર સહારો હતો બાપનો એ પણ જતો રહ્યો.!! બાપ અને દીકરીનો સંબંધ જગતમાંહમેશા શ્રેષ્ઠતમ સંબંધ રહ્યો છે.આંબાભવાનના મૃત્યુ પછી હંસાને એના પિયરીયાતેડી ગયાં. સાથે નિશા પણ ગઈ અને ઘરમાં ઉષા એકલી રહી ગઈ. ઉષા એ ઘરની ખેતી ઉપાડી લીધી અને આમેય એને કામની ક્યાં આળસ હતી. આજુબાજુનાપાડોશીના સહારે એ જીવી રહી હતી.અને એક દિવસ હંસા અને એના બે ભાઈઓ આવી ચડ્યા.અને ગામના મુખી આગળ વાત કરી.

“આંબાભવાનની સીધી લીટીની વારસદાર મારી બહેનછે.એમની સો વિઘા જમીન પર મારી બહેન અને એની ભાણકી નિશાનો હક છે.”
“અનેઆંબાભવાનનીઆગલાં ઘરની દીકરી ઉષા ની ખાધા ખોરાકી માટે શું કરીશું” મુખીએ જવાબ આપ્યો. વાતમાં ઘણી ગરમી આવી ગઈ.અમુક માણસોને મનાવવા માં આવ્યા. છેલ્લેઉષાએ ફેંસલો આપી દીધો.

“મારીબહેન નિશા માટે હું જમીન નો ત્યાગ કરું છું. મને મારું આ ઘર આપી દો. મારાબાપાની આખરી નિશાની એવું આ ઘર મારે જોઈએ છે.બાકી મારી બા અને નાની બહેન ને જે જોઈએ એ લઇ જાય.

“ગામ આખું આ દમુની દીકરીની વાત સાંભળીને મોઢામાં આંગળા નાંખી ગયું. પંચે ફેંસલો સુણાવી દીધો. ઉષાએ કહ્યું એ પ્રમાણે જ પણ તોય અમુક રકમ ઉષાના લગ્ન માટે અનામત રાખી. ભાગમાં મળેલી જમીન તરત જ હંસાએવેચી નાંખી.એના જે પૈસા આવ્યા એ લઈને એ મા દીકરી એના ભાઈ સાથે અમદાવાદ જતાં રહ્યા એવા સમાચાર મળ્યા અને આ બાજુ ઉષા પોતે પોતાના બાપના ઘરે રહીને છૂટક દાડીકરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવવા લાગી. ગામલોકોએ એક યોગ્ય મુરતિયો જોઇને ગામના ખર્ચે અને અનામત રકમમાંથીઉષાનેપરણાવી દીધી. ઉષાને મુરતિયો સારો મળ્યો.. અરજણ એનું નામ!! જીવનમાં જે દુખોભોગવ્યાં હતાં એટલા જ સુખો હવે ઉષા ભોગવતીહતી.પોતાનો પતિ પ્રેમાળ હતો. અને વરસ દિવસ પછી એને સમાચાર મળ્યાં કે પોતાની નાની બહેન નિશા પણ અમદાવાદમાં એક મોટા શ્રીમંત કુટુંબમાં પરણી રહી છે. ઉષાનેખુબ જ આનંદ થયો.ઉષાને પણ કંકોત્રી આવી. આમ તો હંસા અને એનો ભાઈ કંકોત્રી આપવા જ માંગતા નહોતા પણ અમુક સગાવહાલાઓ અને ગામના લોકોએ કહ્યું કે ઉષાને કંકોત્રી ના હોય તો અમે પણ નહિ આવીએ તારી દીકરીનાલગનમાં એટલે ના છુટકે ઉષાને કંકોત્રી આવી જોકે ઉષાનાલગનમાંઆમંત્રણ આપવા છતાં નિશા કે હંસા કોઈ આવ્યાં નહોતા. નિશા માટે ઉષાએ સરસ સાડીઓ લીધી. એનીએકની એક બહેન પરણી રહી હતી.ભલેને બંને બહેનોની મા અલગ હતી પણ બાપ તો એક જ હતો ને.

લગ્ન પ્રસંગમાં હંસા બની ઠની ને ફરતી હતી.એનામોઢા પર એક જ વાત હતી કે મારી દીકરી નિશા ખુબ જ ભાગ્યશાળી અને સુખી છે.રમણલાલ જેવું પાત્ર દીવો લઈને ગોતવાજઈએ તો પણ ના મળે.નિશાને આવું સાસરિયું મળ્યું એનું કારણ એ પણ છે કે હજુ એની માં જીવે છે. એણે પોતાની શ્રીમંતાઈ બતાવવાનો એક પણ મોકો ચૂકતી નહિ.જ્યારેસાદગીમાં પણ અરજણ અને ઉષાએસહુનાદિલ જીતી લીધા હતાં. નિશાનો કરિયાવર એણે બધાને ભપકાથીબતાવ્યો. અને બધાને કહેતી ફરે હંસા.

“નિશા માટે આ પાનેતર સુરતથીલાવ્યાં છીએ. આશેટી પલંગ વલસાડીસાગનો છે. આ ડ્રેસ છેક મુંબઈથીઘાટકોપરથીમંગાવ્યા છે.રમણલાલ માટેના આ સોનાની લકી અમે વડોદરા કરાવી છે.જમવાનું બધું હાઈફાઈ છે એક ડીશ ૧૨૦૦ ની છે.બધાં નિરાંતે જમજો. મારી દીકરી સહુથી વધારે સુખી અને ભાગ્યશાળી છે એમાં ના નહિ.” સહુ મને કમનેહંસાનું આ લેકચરસાંભળતાં અને મનોમન બબડતાં ખરા કેઆ બધું આંબાભવાનની જમીન વેચીને એની કમાણી છે બાકી હંસા કે એની દીકરીએ મિલકતમાં એક સળીનો પણ વધારો નથી કર્યો. આંબાભવાનનું નાક રાખે એવી એક જ દીકરી છે એ છે ઉષા!! દમુની દીકરી ઉષા ની તોલે કોઈના આવે ભલે ને એનો વર પૈસાવાળો નથી પણ પોરસીલો ભારે છે. આવી રીતે નિશાના લગ્ન ઉકલી ગયાં અને સમય વીતતો ચાલ્યો.
ઉષાને ત્યાં સંતાનો નો જન્મ થયો.મીતા અને મનોજ અને આ બાજુ નિશાને ત્યાં પણ સંતાનોનો જન્મ થયો. બનેસાઢૂ ભાઈઓ વચ્ચે આછો પાતળો સંબંધ શરુ રહ્યો. નિશાને એની માતાએ કરિયાવરમાં ઘણાં બધાં પૈસા આપેલા એમાંથી રમણલાલેબીજનેશ શરુ કરેલ અને એ પણ ધમધોકાર ચાલવા લાગ્યો.આ બાજુ અરજણ અને ઉષા પણ ખેતી કરી ને બે પાંદડે થયેલા.પણ સાદગી એનું નામ કેવાત ના પૂછો, દસેક વરસ પછી હંસાનું અવસાન થયું. ઉષા અને અરજણખરખરે જઈ આવ્યા. નિશાએ તો ખરખરામાં પણ ભપકો પાડતી હતી. નિશાસહુને કહેતી.

“હું અને રમણ સાઉથમાં ફરવા ગયાં હતાં ત્યાં અમને આ સફેદ સાડીગમી ગઈ મેં તો આઠ સાડી લઇ લીધી. બારસોની એક છે પણ બેસણામાં શોભે એવી છે, રમણે પણ જે સફેદ ડ્રેસ પહેર્યો છે એ અમે ફ્લીપકાર્ટમાંથીમંગાવ્યો છે.૨૪૦૦ નો થાય એ ડ્રેસ પણ ખરખરાંમાં ચાલે વળી એ બાર માસી કાપડ છે લીનન તો એની આગળ કાઈ ના કહેવાય.. શિયાળા માં ગરમી લાગે અને અને ઉનાળામાં એકદમ ઠંડક આપે.અને આમેય રમણ ને અમદાવાદમાં અઠવાડિયામાં ચાર બેસણામાં જવાનું હોય જ.એટલે પછી રમણે પણ આવા પ્યોરવાઈટ ચાર જોડ લઇ જ લીધા અને દસ ટકા કેશ બેક પણ મળી ગયાં!!રમણનો કારોબાર મોટો અને બધાં મને કહે કે નિશા તારા જેવું સુખી અને ભાગ્યશાળી બીજું કોઈ નહિ હોય આ દુનિયામાં!!” બસ બધાને મનોમન તો હસવું આવતું તોય એ નિશાની વાતો સાંભળતાં રહ્યા. થોડાકવરસો પછી નિશાને કોલેરા અને તાવ આવી ગયો હતો. આઠ દિવસ હોસ્પીટલમાં રાખવામાં આવી.ઉષા અને અરજણ એની ખબર કાઢવા ગયાં.આમેયગામડાં ગામમાં ખબર તો મોડી જ પડે. હવે નિશાને સારું હતું. હોસ્પીટલમાં થી તો રજા આપી દીધી હતી. ઉષાને અને અરજણને જોઇને નિશા બોલી ઉઠી.

“આમ તો હું બચત જ નહિ પણ રમણે ડોકટરને કહ્યું કે ગમે એમ થાય નિશા તો બચવી જ જોઈએ. તમે કહો તો કોરો ચેક લખી આપું. અને પછી તો મને આઈસીયું માં દાખલ કરી. દરરોજ દસ બાટલાચડાવે ચાર ચારડોકટર મારી સેવામાં મારા દીકરા દીકરી પણ બે ટાઈમ ખબર કાઢી જાય અને રમણ પણ રાતે વિસમિનીટ મારી પાસે આવી જાય.બેકેરાલીયન નર્સ રાખી હતી મારી સારવાર માટે એના રોજના હજાર થાય અને ડોકટરોના આઠ જારદવાના તો જુદા આવી રીતે પંદર દિવસ સુધી મને રાખી ને ત્રણ લાખ જેટલો ખર્ચ થયો પણ હું હાલતી ચાલતી થઇ ગઈ.ડોકટર અને નર્સ પણ મને કહેતા કે નિશાબેનયુ આર સો લકી!! યુ ગોટ સચ અ નાઈસહસબંડ એન્ડ ફેમેલી!! યુ આર રીયલી સો લકી નિશા બહેન!!અને પછી તો નિશાએ એક પછી એક રીપોર્ટબતાવ્યા.દવાનાપડીકા અને ઈન્જેકશનની બોટલ બતાવી. પોતાના રોગનું આખું વિશ્લેષણ કરી બતાવ્યું. અરજણ અને ઉષા તો આભા બનીને સાંભળતા જ રહ્યા.

અને હવે આવતાં મહીનેનિકુંજ અને નિયતિના લગ્ન છે એની તૈયારીમાં અરજણ અને ઉષા પડી ગયાં.મનોજ અને મીતા પણ પોતપોતાની રીતે તૈયાર થઇ ગયાંલગ્નના દસેક દિવસ બાકી હતાં ને એક સમસ્યા આવી પડી.ઉષાનેચારેક વરસ પહેલા ચીકનગુનિયા થયો હતો.ઘણી દવા કરાવી પણ તે સાવ નામટ્યો.મહીને બેમહીનેએનાંહાથનાંપંજાના સાંધા જકડાઈ જતાં.એવાજકડાઈ જાય કે કોઈ પણ ઢાંકણ પણ ના ખોલી શકે.હાથ થી સહેજ પણ બળ ના થાય અને આખા શરીરે સોજા સડી જાય આવું ચાર કે પાંચ દિવસ રહે વળી પાછું રાબેતા મુજબ શરુ થઇ જાય.ઘણાંડોકટરો સંધિવા કહેતા તો કોઈ વળી ચીકનગુનીયાની આડ અસર છે એમ કહેતા પણ કોઈ એનો પરફેક્ટ ઈલાજ કરી શક્યા નહિ. ધીમેધીમેઉષાના હાથ પગ પર અસર શરુ થઇ. અને બરાબર માંડવાના દિવસે હાથનાં સાંધા થોડાથોડાજકડાવાલાગ્યા.ઉષા અને અરજણ સવારે જ અમદાવાદ પહોંચી ગયાં હતાં.બોપલપાસેનાં એક ફાર્મ હાઉસમાં લગ્ન ગોઠવાયા હતાં. નિશાસજીધજીને તૈયાર હતી ગેટ પર જ ઉભીહતી.જેમહેમાનો આવે તેનું એ અને રમણલાલ સ્વાગત કરતાં હતાં.દરેકમહેમાનો સાથે નિશા એના નવા ફોનથીસેલ્ફી લેતી હતી અને સોશ્યલમીડિયા પર અપલોડ કરતી હતી. નિશાએઅરજણ અને ઉષાને બધું બતાવ્યું.ઉષા ચાલી તો શક્તિ હતી પણ હવે આંગળા ધીમે ધીમેજકડાવા લાગ્યા હતાં. માંડવોશણગારાઇ રહ્યો હતો.આવતી કાલે રાતના તોરણ હતાં.રમણલાલપોતાના ભાઈ બંધો સાથે બીજી હતાં.ફાર્મ હાઉસમાં આવેલ મકાનોમાંસહુને ઉતારો અપાયો હતો. મીતા અને મનોજ નિયતિ ની પાસે હતાં. બધે જ ચહલપહલ અને ઉત્સાહ હતો. સાંજ પડી ચુકી હતી. આજે સાંજનો ભવ્ય જમણવાર હતો. સંગીતના સથવારે સહુ જમી રહ્યા હતાં. રાતે દસેક વાગ્યે નિશા ને થયું લે ઉષા અને અરજણ દેખાતા નથી ક્યાં હશે એ?? પોતાના પતિને પૂછ્યું તો એજમવામાં વ્યસ્ત હતાં એના મિત્રો સાથે. એને કશી જ ખબર નહોતી. નિશાનેજમવાનું હતું. એણેઉષાનેશોધવાનું નક્કી કર્યું. ફાર્મહાઉસનીછેવાડે એક નાળીયેરી ના ઝાડ નીચે એક ટેબલ પર અરજણ અને ઉષા બેઠા હતાં. નિશા એ આ જોયું એ નજીક ગઈ અને જે દ્રશ્ય જોયું એ જોઇને થીજી જ ગઈ. એની આંખો અચંબામાં પડી ગઈ. આવી તો એણે કલ્પના પણ નહોતી કરી.અરજણઉષાને પોતાના હાથે ખવરાવતો હતો. એકએકકોળીયોઅરજણ પોતાના હાથે ઉષાના મોઢામાં મુકતો હતો.આગ્રહ કરી કરીને ખવરાવતો હતો.હાથનાંઆંગળા એટલા ઝકડાઈ ગયાં હતાં કેઉષા જાતે ખાઈ પણ નહોતીસકતી.નિશાને આવેલી જોઇને અરજણે આવકાર આપ્યો.અને ઝડપથી એ દાળ ભાત લેવા જતો રહ્યો. ઉષા બોલી.

“મહીને બે મહીને આવું ચાર પાંચ દિવસ થઇ જાય છે ત્યારે મને એ આવી જ રીતે જમાડે છે. મને તો શરમ આવે એટલે આહી ખૂણામાં આવી ગઈ પણ એને એવું કશું જ નહિ. એ તો લોકો ગમે તે કહે પણ મને આવું થાય ત્યારે એ પોતાના હાથે જ જમાડે છે.મીતા અને મનોજ પણ કહે કે લાવો પાપા મમ્મીને હું જમાડું પણ એ ના જ પાડે કે હું જીવતો છું ત્યાં સુધી ઉષા મારા હાથે જ જમશે. એકોઈનું ના માને, આ બાબતમાં એ થોડા જીદ્દી ખરા. મને સારું થઇ જાય એ માટે એણે પાર વગરની માનતા માની ચુક્યા છે. ઘણીબાધાઓ રાખી ચુક્યા છે!!આવું છે નિશા”

એટલી વારમાં અરજણ દાળ ભાત અને બીજી એક ફૂલ ડીશ લઈને આવ્યો. નિશા આગળ મુકીને કહ્યું.

“તમે પણ જમ્યા નહિ હો આ દોડ ધામમાં તો અહી તમારી બહેન પાસે બેસીને તમે પણ જમી લો.” નિશા કશું જ ના બોલી. એનું મન વિચારે ચડી ગયું.એની આવી સેવા એના પતિએ ક્યારેય નથી કરી.આ સુખ એને ક્યારેય નથી મળ્યું. આ જ તેને ખાતરી થઇ કે પતિ પત્ની વચ્ચે કેવું સુખ એ સાચું સુખ કહેવાય. એ બોલી ઉઠી.

“દીદી તું સહુથી વધારે ભાગ્યશાળી અને સુખી છો, સહુથી વધારે” આટલું કહીને એણે ઉષા સાથે એક સેલ્ફી લીધી. અનેસોશ્યલમીડિયામાંઅપલોડ કરીને લખ્યું.

“ માયસિસ ઈઝ ધ હેપીએસ્ટ એન્ડ ધ લકીએસ્ટપર્સન!! રીયલી શી ઈઝ સો લકી” અને નિશા એ પ્રથમ વાર પોતાના હાથે પોતાની મોટી બહેનને દાળ ભાત ખવરાવ્યા. વાતાવરણમાં સંગીતની ગુંજ અને નિસ્વાર્થ સનેહની સરવાણી એ વાતાવરણ વધારે પ્રફુલ્લિત બની રહ્યું હતું.જગતના સાચા સુખની વ્યાખ્યા નિશાને સમજાઈચુકી હતી.

એક વાત નક્કી છે ગમે તેવા પતિ પત્ની હોય ,પણતકલીફના સમયમાં પતિ પત્ની જ એક બીજાની મદદ કરતાં હોય છે. અને આવા દંપતી એ દુનિયાના સહુથી ભાગ્યશાળી અને સુખી માણસો હોય છે.

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સુંદર વાર્તા શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી