ભગવાન માનવી સ્વરૂપ લઈને જ શા માટે અવતરે છે ?

એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, “ઈશ્વર કેમ માનવ સ્વરૂપ લે છે ?” જ્યારે તે બધું જ તેની ઇચ્છા માત્રથી કરી શકે છે?

આ પ્રશ્ન સાંભળ્યા બાદ બિરબલે અકબરને સમય આપવા કહ્યું, કે જેથી તે અકબરને યોગ્ય જવાબ આપી શકે. અકબર તે માટે સંમત થયો.

બીજા દિવસે, બિરબલ અકબરના પુત્રના રૂમમાં ગયો. ત્યાં નોકરાણી અકબરના બાળકની સંભાળ રાખી રહ્યી હતી. બીરબલે તેણીને કહ્યું “આજે અકબર મને એક ફિલોસોફિકલ પ્રશ્ન પૂછ્યો છે, મારે તે પ્રશ્ન પર અકબરને યોગ્ય જવાબ આપવાનો છે અને તે માટે મારે તમારી મદદની જરૂર છે. ”

વધુમાં બિરબલે કહ્યું, “હવે કાળજીપૂર્વક સાંભળો .. જ્યારે અકબર તેમના બાળક સાથે રમવા માટે પૂલ બાજુ બેસવા આવે છે, ત્યારે તેમના બાળકને અંદર છુપાવી દો. તેના બદલે એક રમકડાનું બાળક બહાર લાવો અને ચંચળતાપૂર્વક તે રમકડાને પૂલમાં નાખો.”

અંતે બિરબલએ તે નોકરાણીને ખાતરી આપી કે તે આ કામના લીધે મુશ્કેલીમાં નહીં આવે. તે બિરબલને મદદ કરવા માટે રાજી થઈ અને આવું કરવા માટે સંમત થઈ.

સાંજે રોજની જેમ અકબર ત્યા પૂલ આગળ આવ્યો અને તે તેમના પુત્ર સાથે રમવા માટે પૂલ નજીક બેન્ચ પર ત્યાં બેઠો. પછી અકબરે તે નોકરાણીને તેના પુત્રને ત્યાં લાવવાનુ કહ્યું.

બિરબલની યોજના મુજબ નોકરાણી ધીમે ધીમે ચાલીને બાળકને લાવતી વખતે પૂલની બાજુએ સંતુલન ગુમાવવાનો ઢોંગ કરીને ટાંકીમાં રમકડાનુ બાળક ફેંકી દીવાનો ઢોંગ કર્યો.

અકબર આ જોતાવેંત જ દોડ્યો અને તેના પુત્રને બચાવવા માટે પુલમાં કૂદી પડ્યો. આવુ થયા પછી બિરબલ અકબરના પુત્રને લઈને આવ્યો અને કહ્યું, “ચિંતા ન કરો. તમારુ બાળક અહીં જ છે”

અકબર બિરબલના આ કાર્યથી જોરદાર ગુસ્સો ભરાયો અને તેમને આ ટીખળ માટે સખત સજા કરવા માટે આદેશ આપ્યો.

સમયનો બગાડ કર્યા વિના, બિરબલે કહ્યું, “મેં તમને આજે રાજ્યસભામા પૂછેલા તામારા સવાલનો વ્યવહારુ જવાબ આપ્યો છે. અહિયા આટલા બધા સેવકો હોવા છતા તમે જ તમારા બાળક પ્રત્યેના પ્રેમને કારાણે તેને બચાવા માટે પૂલમા કૂદી પડ્યા.

તમારી વાત સાચી કે ભગવાન પોતાની ઈચ્છા માત્ર થી ગમે તે કરી શકે છે, પરંતુ તે “માનવ સ્વરૂપે તેમના ભક્તોના પ્રેમ ને કારણે, તેમનું મુશ્કેલીઓમાં રક્ષણ કરવા અને તેમને આશીર્વાદ આપવા આવે છે”

લેખક – દીપેન પટેલ

ટીપ્પણી