શું તમને બહુ ગુસ્સો આવે છે પણ કઈ કરી નથી શકતા? તો હવે મુલાકાત લો આ ભડાસ કેફેની અને શાંત કરો તમારો ગુસ્સો..

#ભડાસ_કાફે… ( થોડુંક હટકે )
.
કાફે તો ચા કોફી માટે જ મોટા ભાગે જાણીતું છે.. ન્યા ભેરૂડાવ ભેગું થોડું હળવું – રિલેક્સ થવા જવાનું હોય.. પણ જો તમને હોકી સ્ટીક, ડંડો કે બેટ હાથ માં પકડાવી ને કાફે માં તોડવાનું કયે’તો… ? 🙄
.
તો જો તમે તમારા મનની ભડાસ કાઢવા ઇચ્છતા હોવ તો આ કાફે તમારા માટે જ બનાવ્યું છે 😂 બોસ થી હેરાન હોવ.. બોય ફ્રેન્ડ – ગર્લ ફ્રેન્ડ નો ગુસ્સો હોય… પતિ-પત્ની ના ઇસ્યુ હોય… કે કોઈ બીજા ઉપર ગુસ્સો આયતો હોય તો મનને પાછા ફરવાની જરૂર નય… આ #ભડાસ_કાફે છે જ… 😉


ઇન્દોરના ચંદ્ર નગરમાં એક એવું જ કાફે કે ન્યા માલસામાન તોડીને.. વાસણો ફેંકીને.. અને રાડા-રાડી કરીને
તમારા મનની ભડાસ કાઢી હકો.. એવી ફેસિલિટી આપવામાં આવે ત્યાં.. એટલે જ એનું નામ #ભડાસ_કાફે છે. નામ જેવા જ ગુણ😉 ન્યા હાલમાં ઘણા એવા કસ્ટમરો છે ઇ ન્યા આવે જ છે… ગડદી પણ બવ હોય પાછી.. તોડફોડ કરીને તણાવમુક્ત પણ થઈ જાય ગયધના..

શું તોડવાનું પસંદ કરશો.. ? કાચના ગ્લાસ, કપ, ખુરશી, લેપટોપ, પીસી, ઘડિયાળ થઈ લય જે માંગો તે મળે.. પંચીગ બેગ થઈ લય ગુબારા સુધી બધું મળે અહીંયા.. પાછું વ્યાજબી ભાવે 😂 બે રૂપિયાથી લય પાંચ રૂપિયા સુધી કાચ ના ગ્લાસ કપ તોડી હકો.. પછી જેવી વસ્તુ ઈવા વ્યાજબી ભાવ.. કોઈ રોક ટોક નય.. કોઈ વતાવે પણ નય.. થોડ્યા રાખો 😂.
ઇ કાફે ના માલિક અતુલ મલિકરામ નું કેવાનું એવું છે કે “આ ભાગદોડ વાળી ઝીંદગી માં લોકોનો તણાવ અને વ્યથાને આઝાદ કરવામાં આ કાફે ઘણું મદદ કરે.. ખાસ કરીને યુવાઓ માટે..! વસ્તુઓ તોડી ફોડી ને મનને શાંત કરી ને એમના ભવિષ્ય માટે સારું ફોકસ કરી શકશે..”

આવેલા લોકો ની સુરક્ષા માટે પાછું તોડફોડ કરવા માટે ગલ્વસ.. હેલ્મેટ.. અને ટ્રેક સુઇટ પણ પહેરાવવા માં આવે છે.. અને કાફે ની દીવાલો માં #નફરત.. #ગુસ્સા.. #રિલેક્સ.. #ભડાસ.. #રેસ… એવું લખવામાં આવ્યું છે જેનાથી નકારાત્મક વિચારો લય ને જે આવે એ મનમાની તોડી ફોડી ને સકારાત્મક થઈ ને જાય..😎😎


આ કાફે માં મન શાંત કરવા માટે બીજા પણ ઓપસન્સ છે જ .. ઈમાં તોડવા ફોડવાનું નથ આવતું પણ કોફી ચા ની ચૂસકિયું લેતા લેતા.. તમારું મનપસંદ ગીત સંગીત સાંભળી શકો.. મેડિટેશન રૂમમાં ધ્યાન કેન્દ્રિત કરી હકો.. યોગ છે એવું બધું પણ આ દરમ્યાન તમારા મોબાઈલ લેપટોપ…આઘા જ રાખી દેવામાં આવે છે…😊

( આ ફોતુ ઇ કાફે ના જ છે હો )

સંકલન : અશ્વિની ઠક્કર

સાભાર : નટખટભાઈ

દરરોજ અવનવી માહિતી માટે લાઈક કરો અમારું પેજ..

ટીપ્પણી