SBIનું એટિએમ કાર્ડ ક્યારે ન આપવું તમારા જીવનસાથીને, જાણો શા માટે

તમને ખબર તો હશે કે ડેબિટ કાર્ડનો પાસવર્ડ સહિત અન્ય જાણકારી તમે કોઈની સાથે શેર ન કરવી જોઈએ. પરંતુ કદાચ તમને એ નહીં ખબર હોય કે પોતાના જીવનસાથી અને વિશ્વાસપાત્ર વ્યક્તિને આ ડિટેલ આપવાનું તમને ભારે પડી શકે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.બેંગ્લોરમાં રહેતી એક મહિલા સાથે થયું. આ મહિલાએ તેના પતિને પોતાનું એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા માટે કહ્યું હતું.

13 નવેમ્બર 2013માં વંદનાએ પતિ રાજેશ કુમારને એટીએમમાંથી 25,000 રૂપિયા નીકાળવા માટે કહ્યું હતું. તેમજ તેને પોતાના પતિને પિન નંબર આપ્યો હતો. રાજેશ એટીએમ મશીનમાંથી પૈસા નીકાળવા માટે કાર્ડ સ્વાઈપ કર્યું. પણ પૈસા ન નીકળ્યા, પરંતુ સ્લીપમાં એવું લખીને આવ્યું કે તમારા એકાઉન્ટમાંથી 25,000 રૂપિયા કપાય ગયા છે. ત્યારે રાજેશે બેંકમાં ફરિયાદ કરી હતી ત્યારે બેંકે દલીલ કરતા કહ્યું કે, આ કાર્ડ વંદનાનું છે અને ડેબિટ કાર્ડને કોઈની પણ સાથે શેર ન કરવું જોઈએ.

21 ઓક્ટોબર 2014માં વંદના અને તેના પતિએ તેના પછી કન્ઝયૂમર કોર્ટ પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે. વંદનાએ કોર્ટને જણાવ્યું કે, થોડાક સમય પહેલાં વંદનાએ એક બાળકને જન્મ આપ્યો હોવાથી તે ઘરની બહાર જઈ શકે તેવી હાલતમાં ન હતી. જેના કારણે તેને પોતાના પતિને પૈસા નીકાળવા માટે કહ્યું હતું.

એટીએમમાંથી પૈસા ન નીકળવાથી રાજેશએ એસબીઆઈના કોલ સેન્ટર પર ફોન કરીને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી. 24 કલાક પછી પણ પૈસા રિફંડ ન થવાથી એસબીઆઈની બ્રાંચમાં ગયો અને ત્યાં જઈને ફરિયાદ કરી. પરંતુ તે સમયે તેમને શોક લાગ્ય જ્યારે એસબીઆઈએ થોડાક દિવસમાં કેસને બંધ કરતા કહ્યું કે ટ્રાંજેક્શન બરાબર હતું અને કસ્ટમરને પૈસા મળી ગયા છે.

તેના પછી રાજેશે એટીએમમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરી, જેમા સપષ્ટ દેખાતું હતું કે મશીનમાંથી પૈસા નથી નીકળ્યા. ફૂટેજની સાથે ફરિયાદ કરતા બેંકની તપાસ સમિતિએ એવું કહ્યું કે કાર્ડ વંદનાનું છે અને વંદના ફૂટેજમાં નથી દેખાતી અને તેની જગ્યાએ બીજો વ્યક્તિ એટલે કે તેનો પતિ દેખાય રહ્યો છે. બેંકે સ્પષ્ટ કરતા કહ્યું કે પીન નંબર શેર કર્યો હોવાથી આ કેસ બંધ કરી દેવામાં આવે છે.

તેના પછી વંદનાએ એક આરટીઆઈ પણ કરી અને કેશ વેરિફિકેશનનો રિપોર્ટ નીકાળ્યો. જેમાં મશીનમાંથી 25,000 રૂપિયા કરતા વધારે રોકડ બતાવી. જો કે, એસબીઆઈની તરફથી કેસ લડી રહેલા વકીલે એક અન્ય રિપોર્ટ બતાવી જેમાં કોઈ રોકડ ન હતી.

આ કેસ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. બેંકે લાંબા રેકોર્ડસ દ્વારા જણાવ્યું કે, આ ટ્રાંજેક્શન બરાબર અને ટેકનિકલ રીતે પણ યોગ્ય હતું. અંતિમ નિર્ણય 29 મે 2018માં આવ્યો જેમાં કોર્ટે કહ્યું કે, વંદનાના પૈસા નીકાળવા માટે પોતાના પતિને ચેક અથવા અધિકૃત પત્ર આપવો જોઈતો હતો અને તેની સાથે કોર્ટે આ કેસને રદ કરી દીધો.

સમગ્ર દેશમાં આ સમાચાર સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેમ કે મોટાભાગના લોકો આવું જ કરતા હોય છે જેવું વંદના અને રાજેશના કેસમાં થયું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી