શું તમારે તમારા પાક્કા મિત્રો સાથે અબોલા ચાલે છે?? તો આજે જ માનવી લો….

“ગાઢ મૈત્રી”

“વિરા” અમેરિકાની એક જાણીતી યુનિવેર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો. તેનું નાનપણથી એક જ સપનું રહ્યું હતું. કે લંડનમાં આવેલી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાં વધુ અભ્યાસ અર્થે જાય. અથવા જો ત્યાં ન મેળ પડે તો અમેરીકાની કોઈ યુનિવેર્સિટીમાં ભણવા તો જવું જ છે!.

તેને તેનું સપનુ પૂરૂ કરતાં બહુ ઝાઝી તકલીફ ન પડી. કે ન હોસ્ટેલની વ્યવસ્થામાં . પહેલાંજ દિવસે હોસ્ટેલમાં આવીને વીરા ખુબ જ આનંદ અનુભવી રહી હતી.

“વોર્ડરોબમાં પોતાનાં કપડાં ગોઠવતાં ગોઠવતાં હૈયું હરખથી છલકાય છે ને મન પણ આનંદે ઉભરાય છે”.

‘બધાં જ કપડા અને અન્ય સામાન ગોઠવાઈ જાય છે. ત્યાં જ એનું ધ્યાન ફોટાઓ પર પડે છે. ધીમેથી બધા જ ફોટાઓ હાથમાં લઈને એક પછી એક જોવા લાગે છે. ને ભુતકાળની યાદ ફરી મનમાં સ્ફુરે છે, એમાં એક ફોટોમાં એ એની ખાસ મિત્ર પ્રીતી અને સ્નેહા કેવાં એકબીજાને પકડીને ઉભા છે એ જોતાં જ ભુતકાળ યાદ કરવા મથી ! ’

“આ એ જ ફોટો છે…., જ્યારે હું અને સ્નેહા ને પ્રિતી પહેલીવાર મળ્યાં હતાં !!!!”

‘અમારી જ સ્કુલનાં એન્યુઅલ ફંકશનમાં અમે પહેલી વાર મળ્યાં હતાં. અમારે જોડે ગ્રુપ ડાન્સ કરાવાનો હતો .એમાં પ્રિતી મારી પાર્ટનર હતી. ’
“પ્રિતી અમારા ક્લાસની સૌથી ક્લેવર સ્ટુડન્ટ્સ એ બધી જ એક્ટીવિટીમાં ભાગ તો લે જ….સાથે સાથે પહેલો નંબર તો એનો જ આવે ”.

“પછી તો રોજ મળવા ગયાં. ચાલુ પિરિયડ દરમ્યાન ઈશારાથી વાતો બ્રેક દરમ્યાનમ્સ્તીભરી મુલાકતો . અને સ્કુલથી છૂટ્યાં પછી 15 મીનિટ અઢળક ગપ્પાબાજી તો ખરી જ! અને પ્રિતી સાવ અલગ જ, એકદમ શાંત,ધીર-ગંભીર .પ્રિતી સાવ સામાન્ય ઘરમાંથી છે. એનાં પપ્પા નથી. એની મમ્મી સ્કુલમાં ટીચર છે.”.

(આ બાજુ હું અને સ્નેહા રીચ ફેમિલીમાંથી છે. વિરાનાં મમ્મી પપ્પાને એ બિલકુલ નહોતું ગમતું કે વીરા કોઈ મિડલક્લાસ છોકરી જોડે મિત્રતા રાખે. એમનાં સ્ટેટસ કે લેવલ ને ઠેસ પહોંચી શકે .ક્યારેક એવું એ લોકો સમજતાં.)

“પણ …., મને તો પ્રિતીસાથે ગાઢ આત્મિયતા બંધાઈ ગઈ હોવાથી હું કોઈનું પણ માનુ જ નહિં ને ? “

કોલેજનાં લાસ્ટ યરમાં હવે અમે લોકો આવી ગયા હતાં. સતત ચાર વર્ષની અમારી ત્રણેયની મૈત્રી પણ એવી જ ગાઢ બની ગઈ .
મારા જન્મદિવસ નિમિતે એક પાર્ટી રાખેલ. મારા મમ્મી પપ્પા એ. હવે હું અઢાર વર્ષની થઈ એટલે લોકોનાં ધ્યાનમાં હું આવું એ હેતુથી જ મારાબધા જ સગા વ્હાલાઓ, પપ્પાના બિઝનેસ પાર્ટનરો ને મોટા મોટા પોલીટિકલ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવેલાં. એમાં સ્નેહા અને પ્રિતીતોખરાજ…!

પાર્ટીનો સમય સાંજે છ થી રાતનાં અગિયાર વાગ્યાં સુધીનો રાખેલ. આવેલ બધા જ મહેમાનો પાર્ટીનો આનંદ માણી રહેલ .,હું તો અઢળક શુભકામનાઓ અને ગિફ્ટોથી ઢંકાઈ ગયેલી. કેટલી ખુશી …..,કેટ્લો રોમાંચક અનુભવ એ……, અને ત્યાં જ……..!
અવાજ આવ્યો….,” વીરા ! હું હવે નીકળું .”

જોયું તો પ્રિતી…
“કેમ ?”, આશ્ચર્ય સાથે મેં પૂછ્યું.
બસ એમજ ……! , “જતાં જતાં તને હું કશુંક કહી શકુ ?”
હા …, “ બોલને”

“વીરા તું તારા મિત્ર તપન સાથે બોલવાનું ઓછું કરી દે. એ તારી સાથે નહીં પણ., તારી મિલકત સાથે દોસ્તી રાખે છે”, પ્રિતી એ ચિંતા સાથે કહ્યું.
“ બસ, હવે તું વધારે બોલી રહી છે ….પ્રિતી! ,( ગુસ્સો ખુબ જ આવેલો હોવાથી થોડું ઊંચા અવાજે બોલાય જાય છે.) તું સંભાળીને વાત કર! ,

તપન પણ કરોડ્પતી પિતાનો એક નો એક સંતાન છે. મારી જેમજ ! એને મારી મિલકત જોડે શું નિસ્બત હોય ? અને એ તારી સાથે ઓછું બોલે એટલેતને મારી જલન થાય છે. રાઈટ? મારા મમ્મી પપ્પા સાચુંજ કહેતા હતાંકે આ મિડલ ક્લાસ લોકોની સોચ પણ ટુંકી હોય છે જેનાથી લાઈફમાં આપણે જ પ્રોબ્લેમ માં મુકાઈ જઈશું! પણ મેં એમની વાત ન માની અને તને મારી ફેમિલીમાં સ્થાન આપ્યું પણ અફસોસ…!”

(પાર્ટીમાં આવેલ લોકો વીરા સામે જોવા લાગે છે, ધીમે ધીમે વાગી રહ્યુંહતું એ મ્યુઝીક જ થોડીવાર માટે સ્ટોપ થઈ જાય છે. ને પ્રિતી પણ પાર્ટી છોડી ત્યાંથી નિકળી જાય છે.)

સ્નેહા , “વીરા તું પ્રિતીને રોન્ગ સમજી રહી છે ,ક્યાંક સાચે તપન ???”
“સ્ટોપ યાર શું તું પણ !”
સ્નેહા , “ ઓકે …., એન્જોય યોર પાર્ટી”.
(પાછું મ્યુઝીક ચાલું થાય છે અને બધા પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે.)
‘હવે, બીજે દિવસે કોલેજમાં પ્રિતી વીરાને બોલાવવાનાં ખુબ જ પ્રયત્ન કરે છે. સ્નેહાપણ ખુબ સમજાવે છે. પણ , એ બન્નેવીરાનાં અભિમાન , ઈગો અને જીદ્દ સામે હારી જાય છે.’

(આ બાજુ વીરા પણ હવે પહેલાં જેવી ખુશ નથી રહેતી , નથી હવે પહેલા જેવી વાતો, મસ્તી કે નથી કોઈ શેતાનોયત . કોલેજમાં પણ બધાને નવાઈ લાગે છે. પણ પૂછે કોણ ?)

“ત્યાં જ એક ચિત્ર સ્પર્ધાની નોટીસબોર્ડ પર નોટીસ વાંચે છે.કે જે આ ચિત્રસ્પર્ધામાં પહેલા નંબરે વિજેતા થશે એને અમેરીકાની જાણીતી યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી કરવા માટીની સ્કોલર શિપ આપવામાં આવશે”.

હવે,એ દિવસ પણ આવી જાય છે.ચિત્રસ્પર્ધા પણ લેવાઈ જાય છે. ને રિઝલ્ટ પણ નોટીસ બોર્ડ પર મુકાઈ જાય છે. પહેલાં નંબરે વીરા આવે છે.

વીરા પહેલાંતો ખુબ જ ખુશ થાય છે અને નાચવા લાગે છે. પણ, ત્યાં જ અચાનક એને યાદ આવે છે કે એને ચિત્ર તો અધુરું મુકેલું હતું તો આ મારો નંબર આવે જ કેમ ?

એ તરત જ સ્ટાફરૂમમાં જાય છે.
“મેમ જો આપ ફ્રી હોય તો હું તમારી જોડે બે મિનિટ વાત કરી શકુ?”
“હા.., કેમ નહિં”
“આ મારો નંબર કેમ આવી શકે મેં તો……”
વીરાને બોલતી વચ્ચે જ અટકાવીને , “હા મને ખબર છે, પણ આ નંબર પ્રિતીનો આવ્યો છે. પણ તે જે ચિત્ર દોરેલ એ અડધું રાખેલ અને તે નામ પણ તારું તારા ચિત્રમાં નહોતું લખ્યું…રાઈટ ??”
વીરા , “ હા”

“બસ , તો પ્રિતીએ એનાં દોરેલ ચિત્રમાં તારું નામ લખેલ અને આઈનામ પણ તને જ મળે એમ જ એ ચાહે છે. એને મને તારા જન્મદિવસની પાર્ટીમાં બનેલી બધી જ વાત કરી છે. એ એવું ઇચ્છે છે કે મે જ વીરાને ગમ આપ્યો છે. તો હવે હું જ એને ખુશી પણ આપું. વીરા આ તારું જ સપનું જે તું નાનપણથી જોતી હતી એ આજે તને પ્રિતીએ આપ્યું છે.” આટલું કહેતાં કહેતાં મેમની આંખમાંઆંસુઓ આવી ગયા.

“મેમ તો આંસુનો સહારો લીધો , પણ મારે શેનો સહારો લેવો??? આટલો મોટો ત્યાગ શું કોઈ પાપી શકે ?? હું પ્રિતીને કેમ ન સમજી શકી???? આવાતો કેટલાંય વિચારોનાંવમળમાં જઈને હું અટવાઈ ગયેલી! “.

મે તરત જ સ્નેહાને ફોન કર્યો , “તું ક્યાં છે??? મારે અત્યારે જ પ્રિતીને મળવા જવું છે . તો તું ચાલ મારી જોડે……”
“આ બાજું સ્નેહા પણ ખુબ જ આનંદમાં આવી જાય્ છે”
“હા ચલ, શુભ કામમાં દેર શેની. એમાં મુર્હત ન જોવાય. તું પ્રિતીનાં ઘરે પહોંચ, હું પણ ત્યાં જ આવું છું.”

લેખિકા: તૃપ્તિ ત્રિવેદી

ક્યારેય આવેશમાં આવીને તમારા મિત્રોને ઠેસ ના પોહ્ચાડતા… ખુબ અમુલ્ય હોય છે મિત્રો…

શેર કરો વાર્તા તમારા અમુલ્ય મિત્રો સાથે.

ટીપ્પણી