દુનિયાના સૌથી શ્રેષ્ઠ ૧૦ હસાવનાર જોક – હાલ જ વાંચી લો…!!

1.રજનીકાંત અનલિમિટેડ …

રજનીકાંત નુ ઈ મેઈલ : [email protected]
૨૦ વર્ષ બાદ રોબોટ ફિલ્મ બનાવશે – “રજનીકાંત”
દુનિયાની સૌથી અઘરી પરીક્ષા હશે CAT નહિ પરંતુ RAT = Rajanikant Aptitude Test…
એક બહુ શરમાળ છોકરીને રજનીકાંતે એક વાર કહ્યું “કઈક તો બોલ” આજે તે છોકરીનું નામ છે ‘ડોલી બિન્દ્રા’
ટાઇટેનિક વખતે રજનીકાંત હોત તો? પેલી છોકરીને એક હાથથી બચાવી લેટ અને ટાઇટેનિક ને એક હાથમાં રાખત.

રજનીકાંતને જ ખબર છે કે “વોટ રોક ઇઝ કૂકિંગ!”
આલ્ફર્ડ નોબેલ ને રજનીકાંત એવાર્ડ અપાશે.
રજનીકાંત બાળપણ માં રમતો હતો, એક છોકરીને તેણે કહ્યુ, સ્ટેચ્યું!! તે છોકરી જ આજ નુ “સ્ટેચ્યું ઓફ લીબર્ટી”!!
લોકો પોતાનું સ્ટેટસ બ્લેક બેરી, આઈ ફોન અને આઈપોડ થી અપડેટ કરે જયારે રજનીકાંત કેલ્ક્યુલેટરથી..

રજનીકાંત નેચરલ કોલ ને જવાબ ના આપે, રજનીકાંત ના કોલ ને નેચર જવાબ આપે!!
૬૦ મિનિટનું ફિલ્મ રજનીકાંત ૨૦ મીનીટમાં જોઈ નાખે.

થપ્પો રમવામાં રજનીકાંત ચેમ્પિયન છે, શુંકામ ખબર? તે ક્યાં નથી??
આમ તો ગ્લોબલ વોર્મિંગ જેવું કઈ છે જ નહિ આતો એક દિવસ રજનીકાંત ને બહુ ઠંડી લાગતી હતી એટલે તેણે સુર્યને પૃથ્વીથી થોડોક નજીક લીધો હતો.

ટાઇમ એન્ડ ટાઈડ વેઈટ ફોર રજનીકાંત.
દુનિયામાં રજનીકાંત જ એક એવો પુરુષ છે જે અત્યાર સુધીના ઇતિહાસ મા ‘સ્ત્રી’ ને સમજી શક્યો!

રજનીકાંતના જન્મના ૧૭મી સેકન્ડે તો તેનું લાઈસન્સ ઈસ્સ્યુ થઇ ગયું હતું.
રજનીકાંત ઘડિયાળ નથી પહેરતો કારણકે તે જ સમય નક્કી કરનાર છે.
રજનીકાંત ને એક વાર હાર્ટ એટેક આવ્યો, હાર્ટ ફેઈલ! રજની પાસ!
રજનીકાંત બ્રેઈલ પણ બોલી શકે.
મોનાલીસા ને પેલી સ્માઈલ ની ટ્રેનીંગ રજનીકાંતે જ આપેલી.
રજનીકાંતે બે વખત ઇન્ફીનીટીને આરામથી ગણી છે.
રજનીકાંત ઝીરોથી પણ ભાગાકાર કરી શકે છે.
રજનીકાંત રીસાઇકલબિન ને પણ ડીલીટ કરી શકે.
ડુંગળીને રડાવનાર પ્રથમ રજનીકાંત હતો.

2. સોનિયા ગાંધીને, ઇંગ્લેન્ડની રાણીએ આપેલી ટીપ્સ…!

સોનિયા ગાંધી એકવાર ઇંગ્લેન્ડની રાણીને મળ્યા અને કહ્યું, “ યોર મેજેસ્ટી, ઈન્ડીયામાં હું પણ ગાંધી નેહરુ પરિવારની રાણી છુ…મને કોઈ એવી ટીપ્સ આપો કે જેથી હું પણ સદાય સતા પર રહું…

ઇંગ્લેન્ડની રાણી : સારું ત્યારે…એક વાત હમેશા યાદ રાખજે કે સતામાં રહેવા માટે સૌથી અગત્યની વાત છે કે તું તારી જાતને હમેશા ઈન્ટેલીજન્ટ લોકોની વચ્ચે રાખે…

સોનિયા તો આશ્ચર્યમાં પડી અને કહ્યું, “પણ મને ખબર કેવી રીતે પડે કે મારી આજુબાજુમાં ક્યાં ક્યાં લોકો ઈન્ટેલીજન્ટ છે”?

ઇંગ્લેન્ડની રાણીએ કોફી પીતા પીતા ઇન્ટરકોમનું બટન દબાવ્યું..
થોડી જ વારમાં ડેવિડ કેમરોન અંદર આવ્યા અને કહ્યું, “ હા, રાણી સાહેબા”
રાણી ધીમેથી હસી અને બોલી, “ડેવિડ, તારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?

એક પણ ક્ષણ વિચાર્યા વગર ડેવિડે જવાબ આપ્યો, “તે હું જ હોવ ને”
વેરી ગૂડ ડેવિડ! થેન્ક્યુ, “તું જઈ શકે છે” રાણી સાહેબાએ કહ્યું…
પછી રાણી સાહેબાએ સોનિયા તરફ જોયું અને કહ્યું, “ખબર પડી ગઈ?”
સોનિયાજી ઈન્ડીયા આવ્યા તેમણે મનમોહનજીને બોલાવ્યા અને કહ્યું, “એ જી…આનો જવાબ મારા માટે શોધી લાવો, “તમારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તમારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?

મનમોહનજી કહે, “ખબર નહિ મેડમજી” થોડો સમય આપો શોધી લાવું….
મનમોહનજી સીધા તેના એડવાઈઝર પાસે ગયા અને બધાને પૂછી જોયું પણ કોઈ જ ફાયદો નહિ…ક્યાંયથી જવાબ ના મળ્યો…
છેલે મનુજી મોદીજી પાસે આવ્યા અને કહ્યું, “નરેન્દ્રભાઈ, મારા એક સવાલનો જવાબ આપી શકો?”

“તમારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તમારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?
મોદીજી : “સાવ સેલું છે દોસ્ત, એ હું છું”
મનમોહનજી : થેન્ક્સ નરેન્દ્રભાઈ!

ત્યાંથી તેઓ ફટાફટ સોનિયા પાસે ગયા…
“મેડમજી, મેં તેના પર વિચાર કર્યો..તેનો જવાબ છે “નરેન્દ્ર મોદી”
સોનિયાજીએ એક જ લગાવી અને ચિલ્લાઈને કહ્યું, “ના ના પાગલ સાચો જવાબ છે ડેવિડ કેમેરોન”

3. આને કેવાય ઇન્ડિયન પોલીટીક્સ !

એક વાર ઓબામાં, સોનિયા, મનમોહન અને રાખી સાવંત ટ્રેન માં સાથે જઈ રહ્યા હતા. ટ્રેન થોડી ચાલ્યા બાદ એક સુરંગ આવી અને ટ્રેન તેમાંથી ચાલી.
જેવું ટ્રેન માં અંધારું થયું કે પહેલા કિસ કરવાનો અવાજ આવ્યો અને પછી તરતજ એક જોરદાર થપ્પડ નો અવાજ આવ્યો.
જયારે ટ્રેન સુરંગ માંથી બહાર નીકળી ત્યારે બધાયે જોયું કે ઓબામાં નો ગાલ લાલ હતો.

આથી સોનિયા વિચારતી હતી કે ઓબામાએ રાખી સાવંત ને કિસ કરી હશે અને થપ્પડ ખાધી હશે. રાખી સાવંત વિચારતી હતી કે ઓબામાએ મને કિસ કરવી હશે પરંતુ ભૂલ થી સોનિયા ને કરી બેઠો હશે એટલે થપ્પડ ખાધી હશે.
ઓબામાં વિચારતો હતો કે મનમોહને રાખી સાવંત ને કિસ કરી હશે પણ રાખી ને એમ લાગ્યું હશે કે મેં કિસ કરી છે એટલે એણે મને થપ્પડ મારી.
મનમોહન વિચારતો હતો કે પાછી હજુ એક વાર સુરંગ આવે અને હું પાછો એક વાર કિસ કરવાનો અવાજ કાઢું અને ઓબામાને એક જોરદાર થપ્પડ મારું !

આણે હજુ ઇન્ડિયન પોલીટીક્સ જોયું જ છે ક્યાં….??

4. આજની નવી કહેવત: “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે રાજકારણી

એક વાર નાસાનાં વૈગ્નાનિકોને મંગળ પર મોકલવા માટે પ્રોફેશનલ્સની જરૂર હતી..
તેમાં મહત્વની વાત એ હતી કે, એક ને જ જવાનું અને તે “વન વે” ટ્રીપ હશે, જે પણ જશે ફરી પૃથ્વી પર નહિં આવી શકે..
ઈન્ટરવ્યું ગોઠવાયું,

પ્રથમ એન્જીનીયર આવ્યો,
ઈન્ટરવ્યું લેનાર : તમે તમારા જાન ને જોખમે ત્યાં જાવ છો તેના માટે તમે કેટલું વળતર લેશો? અને શા માટે?
એન્જીનીયર : એક મિલિયન ડોલર, હું જે ગુજરાત યુનિવર્સીટીમાં ભણ્યો તેમાં દાન કરીશ..

બીજો ડોક્ટર આવ્યો… ઈન્ટરવ્યું લેનારે તે જ સવાલ કર્યો..
ડોક્ટર : બે મિલિયન ડોલર, હું એક મિલિયન ફેમિલી માટે રાખીશ અને બાકીનાં મેડીકલ રીસર્ચને માટે આપીશ..

ત્રીજો હતો પોલીટીશીયન… તેને પણ તે જ સવાલ કર્યો..
પોલીટીશીયને પેલાનાં કાનમાં ધીમે થી કહ્યું, “ત્રણ મિલિયન ડોલર..”
“તારે કેમ બીજા કરતા વધુ જોઈએ છે?”, ઈન્ટરવ્યું લેનારે પૂછ્યું..
પોલીટીશીયને જવાબ આપ્યો કે, “તમે મને ત્રણ આપશો તેમાંથી એક હું રાખીશ, એક તમને આપીશ અને આપણે ચૂપચાપ પેલા એન્જીનીયરને મોકલી દઈશું….”

5. અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ સ્ત્રીની નજરે પુરુષ !

સ્ત્રીની નજરે પુરુષ કેવો છે તેનો આધાર નજર કઈ સ્ત્રીની છે તેના પર છે !
કોઈ સામાન્ય ગૃહિણી, કોઈ વ્યાવસાયિક સ્ત્રી કે કોઈ વી.આઈ.પીની પત્ની વગેરેની દષ્ટિએ પુરુષ કેવો છે તેના કેટલાક નમૂના જોઈએ !

સામાન્ય ગૃહિણીની દષ્ટિએ :

[1] ‘માયસ્થેનિયા ગ્રેવીસ’ ની બીમારી લાગુ પડી છે અને વળી લાંબો છે એટલે પોતાની જાતને અમિતાભ સમજે છે !
[2] ચા લેવા દાર્જિલિંગ જાય તેવો છે !
[3] ધારાસભાની ટિકિટ લેવા મોકલ્યો હોય તો સર્કસની ટિકિટ લેતો આવે ! અને પૂછીએ તો કહે કે ધારાસભાની ટિકિટ માટે તો લાંબી લાંબી લાઈનો હતી એટલે હું તો સર્કસની ટિકિટ લેતો આવ્યો છું ! આપણે તો મનોરંજન સાથે જ કામ છે ને ?!

[4] આંખે સે’જ ઓછું દેખાય છે તેમાં તો એ પોતાની જાતને ધૃતરાષ્ટ્ર સમજી પોતાની પત્નીને ‘ગાંધારી’ની જેમ આંખે પાટા બાંધી ‘માટલા ફોડ’ ની પ્રેકટિસ કરાવે છે !

[5] જ્યારે પણ મોંઘવારીની વાત કરીએ ત્યારે સરકારશ્રી ની જેમ જ જવાબ આપશે કે ‘હું મોંઘવારી પર ચાંપતી નજર રાખી રહ્યો છું !’

[6] લગ્ન પહેલાં તેણે દરેક પ્રેમિકાને શાહજહાંની માફક ‘તાજમહલ’ બંધાવવાના કોલ આપેલા છે !

શાસ્ત્રીય સંગીતકારની દષ્ટિએ :

‘આ…આ….ઈ….ઈ…તા…ના..રી…રી..’ આમ તો એ 21મી સદીમાં કેમના ચાલશે ?!

સ્મગલરની પત્નીની દષ્ટિએ :

અમારા ‘એ’ તો બિચારા કેટલું ‘ઢસરડું’ કરે છે ! મારું તો માનવું છે કે એમણે જાપાનથી એક રૉબોર્ટ લાવી દેવો જોઈએ એટલે પત્યું ! પછી રૉબોર્ટ જ બધું કર્યા કરશે !

લેડી ટેલિફોન ઑપરેટરની દષ્ટિએ :

ફોન પર તો ‘ફેવિકોલ’ લઈને ચીટકી જાય તેવો છે ! અમારી સાથે વાતચીત કરવા એ જાણી જોઈને ‘જાપાન’ નો કોલ બુક કરાવે અને કેન્સલ કરાવે – દિવસમાં દસ વાર !

જ્યોતિષની પત્નીની દષ્ટિએ :

દુનિયા આખીના ‘ગ્રહો’ જુએ પરંતુ પોતાના ઘરનાં જ ઠેકાણાં નહીં !

કોમ્પ્યુટર પ્રોગ્રામરની દષ્ટિએ :

રોજેરોજની રસોઈનું ‘સાપ્તાહિકી’ અગાઉથી કોમ્પ્યુટર પર તૈયાર કરે તેવો છે !
બીજું કઈ યાદ આવત્તું હોય તો લખી શકો છો !

6. રહસ્યમય ફોનનું બિલ

જેંતીના ઘરનું ફોન બિલ એકવાર બહુ વધુ આવી ગયું.
એટલે ઘરના વડીલ તરીકે તેણે તો રવિવારે સવારમાં બધા જ સભ્યોની મીટીંગ બોલાવી.
જેંતી : આ વખતનું ફોનનું બિલ બહુ જ વધુ આવ્યું છે,
હું તો ઓફિસનો ફોન જ વાપરું છું.
જે પણ આ ફોન વાપરતું હોય તેણે લીમીટમાં વાપરવો જોઈએ.
જેઠી (જેંતીની પત્ની) : સાચી વાત છે, હું પણ ભાગ્યે જ આ ઘરનો ફોન ઉપયોગમાં લઉં છું, બાકી તો સ્કૂલનો ફોન જ વાપરું છું.
જમરૂ (જેંતીનો છોકરો) : હું પણ ! ઘરનો ફોન ક્યારેય વાપરતો નથી. કંપનીનો મોબાઈલ જ વાપરું છું.
બધા જ આશ્ચર્યમાં પડી ગયા અને બાજુમાં કેટલા સમયથી શાંત ઉભેલી તેની કામવાળી,
જે બધું સાંભળતી હતી તેના તરફ શકની નજરે તેઓ બધા જોવા લાગ્યા.
કામવાળી ( બિન્દાસ થઇ ને ) :
“અરે વાહ ! આતો કેટલું સારું કેવાય કે આપણે બધા જ સરખા !! બધા પોતપોતાના ઓફીસના ( work place ) જ ફોન વાપરીએ છીએ.”

7. છોકરીની પ્રોફાઈલ ફોટો શું કહી જાય?

૧) જો ૧૦૦૦ ફ્રેંડ સાથે સુંદર ફોટો હોય… તો સમજી જ લ્યો કે ૧૦૦% ફેક પ્રોફાઈલ! સમય બરબાદ ના કરવો.
૨) જો પ્રોફાઈલ ફોટો કેટરીનાનો હોય… તો સમજી લ્યો કે મેડમ શરમાળ, શ્યામવર્ણી અથવા બંને હોઈ શકે.

૩) છોકરી સાથે કોઈ છોકરાનો પણ ફોટો હોય… તો સમજી લ્યો કે ઓલરેડી રિઝર્વ્ડ છે, બોસ!

૪) એક કરતા વધારે છોકરીઓ સાથે હોય… તો સમજવું કે પોતે દેખાવડી નહિં જ હોય, એટલે ગામની જાહેરાત સાથે-સાથે કરે છે.
૫) જો ફોટો તેના સાઈડ એન્ગલથી લીધો હોય અને તેમાં પણ ફેસ નો જ ફોટો હોય.. તો સમજી જ લ્યો કે કાયા સ્થૂળ છે.. અને વજન ઉતારવાનાં પ્રયાસ ચાલુ છે.

૬) જો ફોટો કોઈ બેબી, કેક, હાર્ટ કે પછી બીજી કોઈ સ્ટુપીડ વસ્તુનો હોય… તો સમજવું કે હજી સ્કુલમાં ભણતા કોઇ બેબી છે અથવા કોઈ નાનું બાળક છે.
૭) જો દુરથી લીધેલો ફોટો હોય… તો સમજો કે તે પ્રોફાઈલ સાચી જ છે. બસ તેને તમારી આંખથી ઝૂમ કરીને જોવાનું રહશે કે કંઈ જોવા જેવું છે?
૮) સુંદર ફોટો અને આખી પ્રોફાઇલ હિડન છે… આ તમારા માટે હોઈ શકે. પણ ખુશ થવાની કંઈ જરૂર નથી, તે કંઈ તમારી ફ્રેંડ રીક્વેસ્ટ નહિં સ્વીકારી લે! શક્ય હોય તો પોક કરવાનું ચાલુ રાખો. જેવા જેના નસીબ.
9) છોકરાનો ફોટો હોય તો? … રોંગ નંબર!

8. મહિલાઓ દ્વારા પુરુષો માટે શોધવામાં માં આવેલી દવાઓ !

ભાઈઓ સાવધાન – તમારા માટે બહેનો એ વિજ્ઞાનીઓ સાથે મળીને આ દવાઓ ગોતી છે – બચતા રે’જો ! – સાવધાન !
૧) ANIVERSIA – જન્મદિન અને એનીવર્સરી યાદ રહે તે માટેના કોષોની જાગૃતિ માટે.
૨) SLIMOXIL – પુરુષોના આંખની કીકીને પહોળી કરે જેથી પત્ની ટુનટુન જેવી હોય તો કરીના જેવી માઈનસ ફિગરની લાગે.
૩) SPORTOBLIND X – ઓપ્ટિક નર્વસ પર અસર કરશે જેથી ટી.વી. પરની કોઈ પણ સ્પોર્ટ્સ ચેનલ ના ઓળખી શકે.
૪) WORKOCETAMOL – ઘરકામ કરવા માટે ની કૃત્રિમ ઇરછા ના પ્રગટીકરણ માટે.
૫) SHOPHOFOBEX – મગજના જ્ઞાન તંતુને શોપિંગનું મહત્વ સમજાવશે તથા અઠવાડિયે એક વાર પત્નીને શોપિંગ અને ફરવા લઇ જશે, તેણી સાથે એટલી જ ધીરજથી રહેશે.
૬) FLIRTONATE-N – જયારે બીજી કોઈ સુંદર સ્ત્રી પુરુષની આંખ સામે આવશે તો કીકીની ઉપર એક ફ્લુઇડ આવશે જે તેને તેની ભયાનક પત્નીનું રૂપ દેખાડશે.
અરે! બહેનો માટે આ ખાસ તક છે કે બીજી દવાનું સંશોધન કરીને ફટાફટ કોમેન્ટ્સ માં લખવા જ માંડો. આવો મોકો વારંવાર ના આવે હો!

9. પત્ની નો જનાજો ! – અચૂક માણવા જેવું

પતિ તેની પત્ની નો જનાજો(અંતિમ યાત્રા)લઇ ને જતો હતો….
જનાજા ની આગળ એક કુતરો હતો અને પાછળ માણસો ની બહુ મોટી લાઈન હતી….
તેવામાં એક માણસ આવી ને પુછે છે,
ભાઈ આ બધું કેવી રીતે થયું?
પતિ :
આ કુતરા એ બચકું ભર્યું હતું અને મારી પત્ની મરી ગઈ!
પેલો માણસ :
આ કુતરો મને પણ એક દિવસ માટે આપશો?
પતિ :
પાછળ લાઈન મા આવી જા, તારી પહેલાના બૂકિંગ કરાવેલ છે!!

10. પત્નીનો અદભુત પ્રેમ: અચૂક વાંચવા અને માણવા જેવું

ઘણા વર્ષો પહેલાની વાત છે..
નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી..
તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડકશો નહિ.. મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે…
પતિ ડાહ્યો હતો.. એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે.. એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં..
.
.
.
અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા… ૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ…
આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી.. અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..
.
.
.
એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું..
અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ .. એટલે તેણે પત્ની ની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો…
તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા…
તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ…
પત્નીએ કહ્યુ, “જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ… એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે…મારી મમ્મી એ કહ્યું હતું કે તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે.. જે તારી હતાશા ને દુર કરશે..”
પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો… એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા… એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો, ” છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર બનાવ્યા!!”
“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”
પત્ની એ કહ્યું, “અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે!!”

ટીપ્પણી