દુનિયાનો સૌથી બેસ્ટ ડાઈવોર્સ લેટર – અચૂક માણવા જેવો !!

પ્રિય પત્ની,

હું તને આ પત્ર એ જણાવવા માટે લખું છું કે હું તને હંમેશ માટે છોડી રહ્યો છું. હું ૭ સાત વર્ષ સુધી તારી સાથે એક સારો માણસ બનીને રહ્યો પણ મારી પાસે એ વાતને સાબિત કરવા માટે કશુજ નથી. છેલ્લા ૨ અઠવાડિયા મારા માટે નર્ક સમાન રહ્યા. તારા બોસે મને બોલાવીને કહ્યુંકે તે નોકરી છોડી દીધી છે અને બસ એજ હતો આપણા સંબંધોના કોફીન માં લાગેલો છેલ્લો ખીલો. ગયા અઠવાડીએ તું ઘેર આવી મેં એ દિવસે નવી હેર-સ્ટાઈલ કરાવી હતી પણ તે મારી એ હેર-સ્ટાઈલના વખાણ પણ ના કર્યાં, મેં રસોઈ કરી રાખી હતી, તારી ભાવતી વાનગી બનાવી હતી પણ તું બે જ મીનીટમાં જમીને ઉભી થઇ ગઈ જમવાનું કેવું લાગ્યું એ પણ બોલી નહિ, મેં નવો નાઈટ ડ્રેસ પહેર્યો હતો પણ તારું ધ્યાન નહતું તું તારી સીરીયલો જોઈને સીધી બેડરૂમમાં જઈને સુઈ ગઈ. તને હવે આપણા સંબંધમાં રસ રહ્યો હોય એમ લાગતું નથી આપણી વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને હવે આ સંબંધ આગળ ટકી શકે એમ લાગતું નથી. તું કાંતો હવે મને પ્રેમ નથી કરતી કાંતો મને છેતરી રહી છે. એ જે હોય તે પણ હવે હું તને છોડીને જઈ રહ્યો છું.

લિ. તારો પૂર્વ પતિ

તા.ક.-મને શોધવાનો પ્રયત્ન કરતી નહિ, હું અને તારી બેન બંને વેસ્ટ વર્જીનિયામાં સેટલ થવા જઈ રહ્યા છીએ!

ખુશ રહેજે!

પત્નીનો જવાબ :

પ્રિય પૂર્વ પતિ, તારો પત્ર મળ્યો, એ વાંચીને મને એટલો આનંદ થયો છે કે હું એને શબ્દોમાં વર્ણવી નહિ શકું તારા એ પત્રે મારી જીંદગી સુધારી નાખી છે. હા એ વાત સાચી કે ૭ વર્ષ સુધી આપણે દંપતી રહ્યા પણ એક સારો માણસ કે પતિ તું હતો કે નહોતો એ એક ચર્ચાનો વિષય છે. હું કાયમ સીરીયલો જોવામાં ગળાડૂબ રહેતી હતી કારણકે એ મને તારા કકળાટ અને ખોટો પ્રેમનો દેખાડો કરવાના વર્તન થી દૂર રાખતી હતી.

મેં તારી નવી હેર-સ્ટાઈલ જોઈ હતી પણ એ તને જરાય સારી લાગતી નહોતી ઉલટું તું એમાં છોકરી જેવો લાગતો હતો પણ મારી માએ શીખવાડેલું કે જો તમે કોઈના વખાણ કરી શકો એમ ના હોય તો મૌન રહેવું પણ એને ખરાબ લાગે એવું બોલવું નહિ એટલે હું ચુપ રહી, બીજું તેં જે મારી ભાવતી રસોઈ બનાવી હતી તે ખરેખર તો મારી નહિ પણ મારી બેનની ભાવતી વાનગી હતી!

જો તને યાદ હોય તો મેં આપણા લગ્ન થયા ત્યારથી(૭ વર્ષથી) ખાંડવી ખાવાનું છોડી દીધું છે! ઉપરાંત તારા નવા નાઈટ ડ્રેસની વાત તો એની ઉપરનો ૫૫૦ રૂ.નો ટેગ કાઢવાનું તું ભૂલી ગયો હતો અને એ જોઈને મને યાદ આવ્યુંકે એજ દિવસે સવારે મારી બેને મારી પાસે ૫૦૦રૂ. ઉછીના માંગ્યા હતા! આ બધી બાબતો સારી રીતે જાણતી હોવા છતાં મને એમ લાગ્યું કે હજુ આપણે આપણા સંબંધને સુધારી શકીએ એમ છે એના માટે મેં લોટરીની ટીકીટ લીધી અને જે દિવસે મને ૧૦ મિલિયન ડોલરની લોટરી લાગી એ દિવસે મેં નોકરી છોડી દીધી આપણા માટે સ્વીત્ઝર્લેન્ડની ૨ ટીકીટો લઈને હું ઘેર આવી ત્યારે તું જતો રહ્યો હતો. મને લાગે છે કે તને જીવનમાં જે જોઈતું હતું તે મળી ગયું છે.

મારા વકીલે મને જણાવ્યું છે કે તેં જે પત્ર લખ્યો છે એના કારણે તને મારી સંપત્તિમાંથી એક રાતી પાઈ પણ મળશે નહિ. સુખી થાજે! ખુશ રહેજે!

લિ. તારી પૂર્વ પત્ની.

તારો ખુબજ ધનવાન અને હવે તું આઝાદ.

તા.ક.- મને યાદ નથી મેં ક્યારેય તને કહ્યું છે કે નહિ પણ મારી બેન કાર્લા ‘કાર્લ’ તરીકે જન્મી હતી. મને આશા છે કે એનાથી તારા જીવનમાં કાઈપણ ફેર નહિ પડે.

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી