આજે બનાવો રાજસ્થાની બેસન ગટ્ટાનુ શાક, શેર કરો લાઇક કરો….

- Advertisement -

રાજસ્થાની બેસન ગટ્ટાનુ શાક (ગ્રેવી વાળુ અને ડ્રાય)

સામગ્રી ::-

* ગટ્ટા માટે

– દોઢ વાટકી બેસન ( ચણા નો લોટ )
– ૧૧/2 ચમચી લાલ મરચુ
– ૧ ચમચી ધાણાજીરૂ
– ૧/૪ ચમચી હળદર
– ૧/૪. ચમચી અજમો
– ૧/૨. ચમચી ગરમ મસાલો
– મીઠુ સ્વાદ મુજબ
– ૧ ચમચી તેલ
– ચપટી ખાવા ના સોડા

* ગ્રેવી માટે

– એક ડુગળી
– એક ટામેટુ
– ૧/૨. કપ દહી
– મીઠુ સ્વાદ મુજબ
– ૨ ૧/૨ ચમચી લાલ મરચુ
– ૧૧/૨ ચમચી ધાણાજીરૂ
– ૧/૪ ચમચી હળદર
– ૧/૨ ચમચી ગરમ મસાલો
– પાણી જરૂર મુજબ
– ૨ ચમચી તેલ

* ડ્રાય ગટ્ટા બનાવવા

– એક બારીક સમારેલી ડુગળી
– એક બારીક સમારેલુ ટામેટુ
– એક ઝીણુ સમારેલુ લીલુ મરચુ
– ૧૧/૨ ચમચી લાલ મરચુ
– ૧ ચમચી ધાણાજીરૂ
– ૧/૪ ચમચી હળદર
– ૧/૪ ચમચી ગરમ મસાલો
– મીઠુ સ્વાદ મુજબ
– ૨ ચમચી તેલ
* કોથમીર

* રીત :-

– સૌ પ્રથમ એક બાઉલ મા બેસન લઇ તેમા ગટ્ટાબનાવવા ની બધી સમગ્રી નાખી પરાઠા જેવો લોટ બાધંવો.
– લોટ ના પાતળા રોલ કરવા ( ફોટો મા દેખાડીયુ છે )
– પછી આ રોલ ને ઉકળતા પાણી મા બાફી દેવા ( રોલ પાણી મા ઉપર આવે ત્યા સુધી) પછી એક પ્લેટ મા કાઢી ઠંડા થવા દેવા.
– પછી રોલ ને કટ કરી દેવા ( ફોટો મા દેખાડીયુ છે )
– હવે ગ્રેવી માટે ડુગળી , ટામેટા ને ક્રશ કરી લો. દહી ને બરાહર વલોવી લઈ તેમા બધો મસાલો નાખી દો.
– હવે એક કડાઈ મા તેલ લઈ ડુગળી, ટામેટા ની પેસ્ટ સાતળો ત્યાર બાદ તેમા દહી નુ મીસરણ નાખી ખદખદાવુ જોઈતા પ્રમાણ મા પાણી નાખવુ. ગ્રેવી ઉકળે પછી ગટ્ટા નાખી એક ઉકાળો લઈ ગેસ બંધ કરી દેવો.

– ડ્રાય ગટ્ટા માટે એક કડાઇ મા તેલ લઈ તેમા ડુગળી, ટામેટૉ મરચુ નાખી સાતળવુ .
– સતળાય જાય પછી બધા મસાલા કરી મીકસ કરવુ બધુ બરાબર એક રસ થાય એટલે ગટ્ટા નાખી બરાબર મીકસ કરી એક બાઉલ મા કાઢી લેવુ.
– આ બને ગટ્ટા ને પરાઠા , ભાખરી , જીરા રાઈસ સાથે સવૅ કરાય.

કાજલ શેઠ (મોડાસા)

ખુબ જ યમી રેસીપી, શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી