બેસનનો શીરો – હવે જયારે ઘરે કોઈ ઓચિંતા જ મહેમાન આવે તો આ મિષ્ઠાન બનાવી એમનું સ્વાગત કરજો

બેસનનો શીરો

આપણે ગુજરાતી લોકોની ઘરે ઓચીંતાજ કોઇક મહેમાન આવેતો આપણે બહાર મિઠાઈ લેવા જવાનો ટાઇમ ના હોયતો ફટાફટ આપણા રસોડે બનતો હોયતો તે છે શીરો તો હું પણ આજ તેજ શીરો લઇને આવી છું. તો ચાલો બનાવીએ,

સામગ્રી:
• ૧ વાટકી ચણાનો લોટ,
• પોણી વાટકી ઘી,
• પોણી વાટકી ખાંડ,
• ૨ વાટકી દૂધ,
• ચપટી એલચીનો ભુક્કો,
• ૨ ચમચી કાજુ-બદામના ટુકડા,

રીત:
૧ એક કડાઇમાં ઘી ગરમ કરીને ચણાના લોટને લાઇટ બ્રાઉન કલરનો શેકી લેવો.

૨ શેકેલા લોટમાં ધીમે ધીમે દૂધ એડ કરી દેવું.

૩ દૂધ સરખુ મીક્ષ થઇ જાય એટલે ખાંડ અને એલચીનો ભુક્કો એડ કરવા.

ખાંડ સરખી મીક્ષ થાય અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી સતત ચમચાથી હલાવતા રહેવું ધ્યાન રાખવું કે શીરો નીચે ચોટે નહીં.

લ્યો તૈયાર છે આપણો બેસનનો શીરો ઉપરથી કાજુ-બદામના ટુકડા નાખીને ગાર્નિશ કરી સર્વ કરવો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી