જમીન પર બેસીને ભોજન લેવાના ૯ બુદ્ધિગમ્ય કારણો

ઘણા ભારતીય ઘરોમાં તમે લોકોને જમીન પર બેસીને  ભોજન જમતા જોયા હશે, જ્યારે  મોટા ભાગના લોકો ટેબલ ખુરશી ઍટલે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને  જમવા નુ પસંદ કરે છે. તેમા ઍવા લોકો પણ હશે જે ટી.વી. સામે બેસી અથવા બેડ પર બેસીને ખાય છે, ચોક્કસ તે આરામદાયક હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય. આપણા પૂર્વજો ઍ ચોક્કસ કાઇ સમજી વિચારી ને જ આ પરંપરા (રિવાજ) બનાવ્યો હશે કે જમીન પર બેસીને જ ભોજન લેવુ. અહીં ૯ બુદ્ધિગમ્ય કારણો રજૂ કરુ છુ જે તમને જૂની પરંપરાગત ભોજન લેવાની વ્યવસ્થા પર પાછા જવા માટે મદદરૂપ થશે.

eat-001

૧. પાચન સુધારવા મદદ કરે છે :

તમે જમીન  પર બેસીને  જમો છો ત્યારે તમે સામાન્ય રીતે પલાઠી વાળીને બેસો છે જે સુખઆસન તરીકે પણ ઓળખાય છૅ અથવા અડધુ પદ્માઆસાન, જે ઍક ઍવી મુદ્રા છે  જે તમને ખોરાક પચાવામાં મદદ કરે છે( ઍવુ માનવા માં આવે છે કે જે પણ વ્યક્તિ ભોજન સમયે આ મુદ્રા માં બેસે છે ત્યારે  આપોઆપ  તમારા મગજ ને ખોરાક પાચન કરવાના સંકેત મળી જાય છે ) તે ઉપરાંત તમે જ્યારે જમીન પર મૂકેલી થાળીમાંથી જમો છો ત્યારે તમારી પીઠ કુદરતી રીતે થોડી નીચે વળે છે અને ખોરાકને ઉતારવા તમે પાછા સીધી પીઠ  કરો છો, આ સતત આગળ પાછળ થવાની પ્રક્રિયા તમારા પેટના સ્નાયુઓ સક્રિય કરવા માટે કારણ બને છે અને તમારા પેટના એસિડ સ્ત્રાવ વધારવામાં પણ મદદ કરે છે, જે તમારા ખોરાક પાચનની  પ્રક્રિયાને સરળ બનાવે છે.

૨. વજન ઉતારવામાં મદદરૂપ છે:

જમીન પર બેસીને જમવાથી નોંધપાત્ર વજન ઘટાડો થવાના લાભો પણ છે, જો તમે આ સ્થિતિમાં બેસીને જમો છો ત્યારે તમારુ મગજ આપોઆપ શાંત થઈ વધુ સારી રીતે ભોજન જમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આ ઉપરાંત આ મુદ્રા તમને સમાન માત્રામાં ખોરાક લઈ તમને સંતોષ પ્રદાન કરે છે જેથી તમે ઑવર ઈટિંગની આદતથી પણ બચી શૅકો છો. તે કેવી રીતે કામ કરે છે ? લોકો વધારે ખાય છે કારણ કે તેમને ખબર જ નથી પડતી કે તેમનુ પેટ ભરાઈ ગયુ છે અને આમ થવા નુ મુખ્ય કારણ ઍ છે કે  વેગસ ચેતા (મગજમાં પેટ માંથી સંકેતો પ્રસારણ કરતી  મુખ્ય ચેતા) તમે સંતોષી થયા કે નહિ તેના સંકેતો મોકલે છે જ્યારે તમે જમીન પર બેસીની જમો છો ત્યારે આ ચેતા વધુ સારી રીતે કામ કરે છે અને વધુ અસરકારક રીતે સંકેતો વહન કરવા સક્ષમ છે, જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેસીની જમો છો ત્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તમારા મગજને સંકેતો સમયસર મળતા નથી જેથી ઑવર ઈટિંગની સમસ્યા ઉદભવે છે.

૩. તમને વધુ સરળ બનાવે:

જ્યારે તમે નીચે બેસો છો ત્યારે તમારી પીઠના નીચલા ભાગના સ્નાયુઓ, પેડુ અથવા બસ્તિપ્રદેશ, તમારા પેટના ઉપલા તથા નીચલા ભાગની આસપાસ સ્ટ્રેચ થઈ પીડા અને અગવડતા ઘટાડે છે, જે તમારી પાચન શક્તિને આરામ આપી તમને નૉર્મલ રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત તમે જે ખાવ છો ત્યારે આ સ્થિતી તમારા પેટને સંકુચિત નથી કરતી અને વધુ સારુ  પાચન કરવા વધુમાં આ સ્નાયુઓ ખેંચવા થી તમે સરળ અને સ્વસ્થ રહો છો.

૪. સજાગ રીતે ખોરાક લેવામાં મદદ કરે છે :

જ્યારે તમે ઍક પરિવાર તરીકે જમીન પર બેસીને  ઍક સાથે ખાવ છો ત્યારે તમે સજાગ રીતે ખોરાક લેવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરો છો. તે તમને ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવા મદદ નથી કરતુ પણ તમને સારો ખોરાક ખાવાની પસંદગીમાં પણ મદદ કરે છે, જ્યારે તમારુ મન શાંત હોય અને તમારુ શરીર બધા પોષકતત્વો ગ્રહણ કરવા તૈયાર છે ત્યારે જમીન પર બેસીને પૂરતા પ્રમાણમાં અને જુદા પ્રકારનુ ભોજન જમવુ ઍ ઍક શ્રેષ્ઠ માર્ગ છે, અગ્રણી ન્યૂટ્રીશનિસ્ટ “ઋુજુટા દિવેકર” પ્રમાણે જ્યારે તમે જમો ત્યારે ખોરાકના દરેક પાસા જેવા કે સુગંધ, સ્વાદ, સંગઠન અને તમે કેવી રીતે ખાઇ રહ્યા છો તે ધ્યાનમાં રાખો તો તમે સરળતા થી વજન ઉતરી શૅકો છો જે તમે જમીન પર બેસીને જમો ત્યારે આપોઆપ થઇ જાય છે.

૫. તમારા કુટુંબ સાથે બોન્ડ કરવામાં  મદદ કરે:

સામાન્યપણે જમીન પર બેસીને જમવાની પ્રથા કુટુંબ પ્રવૃત્તિ છે. આ સમય ઉત્તમ છે તમારા પરિવાર સાથે વાતચીત કરવા નો. જમીન પર બેસીને જમવાથી તમારા પરિવાર સાથે સ્નેહ વધે છે અને તે તમને તમારુ મગજ શાંત અને ખુશ રાખે છે જેથી તમે બીજાની વાતો વધુ ઉત્સુકતાપૂર્વક અને શાંતિપૂર્ણ  સાંભળી શકો છો.

૬. તમારી મુદ્રાને સુધારે છે :

જ્યારે આપણે તંદુરસ્ત રેહવાની વાત કરી રહ્યા હોય ત્યારે સારી મુદ્રા ઍટલે કે પોસ્ચર ખૂબ જ મહત્વ નુ છે. મુદ્રા ફક્ત તમને સામાન્ય ઈજાથી નથી બચાવતી પણ તમારા ચોક્કસ સ્નાયુઓ અને સાંધા પર વધુ પડતા તાણની શક્યતા ઘટાડે છે. જે ક્યારેક તમને થાક તરફ પણ લઇ જાઇ શકે છે, જ્યારે તમે જમીન પર આ મુદ્રામાં બેસો છો ત્યારે આપમેળે તમારી પીઠ સીધી થઈ તમારા કરોડરજ્જુની લંબાઈ વધારી, તમારા ખભાને પાછળ તરફ લઈ જઈ તમામ સામાન્ય દુખાવાથી બચાવે છે જે ખરાબ મુદ્રામાં બેસવાથી થાય છે.

૭. લાંબુ જીવન પ્રદાન કરે છે :

માનવામાં  થોડુ મુશ્કેલ લાગે છે ખરુ ને ? પણ આ વાત સાચી છે કે જમીન પર બેસીને જમવાથી તમે લાંબુ જીવન જીવી શૅકો છો. પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી ઓફ જર્નલ, યુરોપિયન જર્નલ પ્રકાશિત અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યુ છે કે જે  લોકો પદ્મસનમાં બેસીને કોઈપણ પ્રકારના આધાર વગર ઉભા થાય છે તે લાંબુ જીવન વિતાવે છે આ માટેનુ કારણ ઍ છે કે જે આ મુદ્રામાં આધાર વગર ઉભા થવાથી તમારા નીચલા ભાગની શક્તિ સારા ઍવા પ્રમાણમાં વપરાય છે અને ફ્લેક્સિબિલિટી વધે છે. આ અભ્યાસ પરથી ઍવુ જાણવા મળેલ છે કે જે લોકો આ મુદ્રામાંથી આધાર વગર ઉભા નથી થઈ શકતા તે લોકો આગામી 6 વર્ષમાં મૃત્યુ પામવાનુ જોખમ 6.5 ગણુ વધી જાય છે.

૮. તમારા ઘુંટણ અને હિપના સાંધાને સ્વસ્થ રાખે છે :

પી.એસ. વેંકટેશ્વર અનુસાર(બુક – યોગા ફોર હીલિંગના લેખક ) સુખાસન અને પદ્મઆસન ઍ ઍક ઍવા યોગા છે જે તમારા પૂરા શરી ને તંદુરસ્ત રાખે છે તે ફક્ત તમારા પાચનતંત્રને સ્વસ્થ નથી રાખતુ પણ તમારા સાંધાની supple ફ્લેક્સિબલ, ઈજાઓ, ડીજનરેટિવ રોગો, સંધિવા અને ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોથી પણ દૂર રાખે છે કારણ કે વારંવાર ઘુંટણથી વળવુ, ઘૂંટી અન હિપની સતત હલનચલનની લીધે ફ્લેક્સિબલ અને રોગો થી દૂર રહો છો.

૯. મનને આરામ અને ચેતા શાંત રાખે છે :

સુખાસન અને પદ્મઆસન અથવા પલાઠી વળીને  જમવા બેસવાના ઘણા ફાયદા છે જેમાંનો ઍક નોંધપાત્ર ફાયદો તે મનની શાંત અને frazzled ચેતાને આરામ આપે છે. આયુર્વેદ માં એવું  કેહેવામાં આવે છે કે શાંત મન સાથે ખાવાથી સારી પાચનશક્તિ થાય છે  અને કેટલાક કિસ્સાઓમાં લોકો ખોરાકને વધુ સ્વાદથી માણી શકે છે.

સાભાર : નિકિતા મોદી (અમેરિકા)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block