શું તમને અલઝાઈમરનો ભય છે તો પછી શરૂ કરી દો યોગ અને ધ્યાન…

યાદ શક્તિ વધારવામાં યોગ તેમજ ધ્યાન તમારી મદદ કરી શકે છે.

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે નિયમિત ધ્યાન અને યોગનો અભ્યાસ કરવાથી વયસ્ક લોકોને યાદશક્તિની સમસ્યામાં મદદ મળે છે.
આ અભ્યાસ 25 વૃદ્ધો પર કરવામાં આવ્યો હતો જેઓને મનન-ચિંતનનની યાદશક્તિને લઈને કેટલીક સમસ્યાઓ હતી જે કેટલાક કિસ્સાઓમાં ડિમેન્શિયા એટલે કે ચિત્તભ્રંશ અથવા ગાંડપણમાં પરિણમે છે.

 

સંશોધકોએ તેમને બે સમૂહમાં વહેંચી નાખ્યા અને તેમાના એક પર તેમને બાર અઠવાડિયા મેડિટેશન અને કેટલાક યોગનો અભ્યાસ કરાવ્યો જ્યારે બીજા સમૂહને યાદશક્તિ વધારવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું જેમાં વિસ્મૃતિ સુધારવાની વ્યૂહરચનાઓ શીખવવામાં આવી.

અભ્યાસના અંતે જાણવા મળ્યું કે બન્ને સમૂહોમાં શાબ્દિક સ્મૃતિ પરિક્ષાઓમાં થોડો સુધારો આવ્યો હતો – જેમાં નામો યાદ રાખવા અથવા શબ્દોની યાદી યાદ રાખવી જેવા અભ્યાસનો સમાવેશ થાય છે. પણ જે સમૂહ પાસે ધ્યાન કરાવવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં પરિવર્તન જોવા મળ્યું, ખાસ કરીને દ્રષ્ટિવિષયક સ્મૃતિ કે જે ચાલવા તેમજ વાહન ચલાવતી વખતે અથવા કોઈ સ્થાનને યાદ કરતી વખતે માર્ગદર્શન માટે જરૂરી હોય છે તેમાં ઘણો સુધારો જોવા મળ્યો.

જેઓએ ધ્યાનનો અભ્યાસ કર્યો હતો તેમનામાં કેટલાક નિરાશા અને ચિંતાના લક્ષણો હતા તેમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

આ અભ્યાસના સિનિયર સંશોધક ડો. હેલેન લાવ્રેટ્સ્કી માટે તો આ એક મહત્ત્વની વાત છે.
લાવ્રેસ્કી, જે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસના સાઇક્યાટ્રી વિભાગમાં પ્રોફેસર છે તેઓ જણાવે છે, “યોગ અને ધ્યાનના લાભો ખુબ જ વિશાળ છે.”
વધારામાં લેવ્રેટ્સ્કી જણાવે છે કે એવા ઘણાબધા કારણ છે કે યોગાભ્યાસ અને ધ્યાન કરવાથી વડિલોનો જે સ્મૃતિનો પ્રોબ્લેમ હોય તો તેમાં તેમને મદદ મળી શકે.

એક રસ્તો એ છે કે તેના દ્વારા તમે અન્ય સમસ્યાઓને લગતી ચિંતા ઘટાડી શકો છો. પણ તે ઉપરાંત પણ સીધી જ “બ્રેઇન ફિટનેસ” પર પણ તેની સીધી અસરો ઘણી બધી છે. તેમ તેણી સમજાવે છે.
તેમણે તે લોકોના એમઆરઆઈ સ્કેન દ્વારા તેમની બ્રેઇન એક્ટિવિટિના ચાર્ટ તૈયાર કર્યા છે તે દ્વારા તેમની ટીમને એવા પુરાવાઓ મળ્યા છે કે સ્મૃતિમાં સામેલ બ્રેઇન નેટવર્કોની કેટલીક કનેક્ટીવીટીમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે.

જોકે આ અભ્યાસ ખુબ જ નાના સમૂહ પર કરવામાં આવ્યો હોવાથી કશું નક્કર ન કહી શકાય. તેવું અલઝાઈમર્સ ડિસિઝ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર મેરિ સાનોનું કહેવું છે.

જો કે આ તો એક અલગ જ દ્રષ્ટિકોણ હોઈ શકે પણ જો તમારે તમારી વૃદ્ધાવસ્થામાં ભૂલકણા ન બનવું હોય ચિંતામાં ઘાંઘા ન થવું હોય તો તમે પણ યોગ તેમજ ધ્યાન આજથી શરૂ કરી દો. અને તમારા વડીલોને પણ તેમ કરવાની પ્રેરણા આપો. કારણ કે આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે યોગ અને ધ્યાન એ તમને કોઈને કોઈ રીતે લાભ આપે જ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી