ચાલવાના અવનવા ફાયદાઓ – વાંચો અને નક્કી કરો કે ક્યારેથી ચાલવાનું શરુ કરો છો..

– રોજ 2થી 5 મિનિટ ચાલવાથી અચાનક થતાં મૃત્યુનું 33 ટકા જોખમ ટાળી શકાય છે.

– રોજ 5થી 15 મિનિટ ચાલવાથી કામ કરવાની ક્ષમતામાં 60 ટકાનો વધારો થાય છે. માણસ પ્રવૃત્તિશિલ બને છે અને હંમેશા ઉર્જાથી છલકાતો રહે છે.

– રોજ 15થી 20 મિનિટ ચાલવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે અને ડાયાબિટિસમાં રાહત રહે છે અને હૃદય રોગનું જોખમ ટળે છે.

– રોજ 20થી 30 મિનિટ આરામની એક લટાર મારવાથી મનના નિરાશ વિચારો દૂર થાય છે અને એક નવી આશાનો સંચાર થાય છે અને દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

– રોજ 30થી 35 મિનિટ ચાલવાથી હૃદય રોગના જોખમો ટળે છે તેમજ જીવન સ્વસ્થ અને સ્ફૂર્તિલુ બને છે.

– અઠવાડિયામાં ત્રણ દિવસ પોણો કલાક ચાલવાથી યાદશક્તિ તીવ્ર બને છે. અને મન પ્રફુલ્લિત રહે છે.

– રોજ 40-50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શનમાં ઘણા અંશે ઘટાડો થાય છે.

– ડોઢ કલાક આરામથી લટાર મારવાથી એક્સરસાઇઝ તેમજ જિમિંગ કરતાં પણ વધારે ફાયદા થાય છે.

– અંગુઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ધીમી ચાલે ચાલવાથી હાઇબ્લડ પ્રેશર અને લો બ્લડપ્રેશર અંકુશમાં રહે છે.

આમ જો તમતે ઓછું કે વધું જેટલા પ્રમાણમાં પણ ચાલશો તો તમારા સ્વાસ્થ્યને તેનો લાભ જ થવાનો તો પછી રાહ શું જોવી ચાલવાનું શરુ કરી દો. અને પરમ સ્વસ્થતા પામી નીરોગી બનવા તરફ પ્રયાણ કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી