ડાબા પડખે ઉંઘવું તમારા સ્વાસ્થ્ય માટે વધારે યોગ્ય

તમે તમારી ઉંઘવાની સૌથી અનુકુળ પોઝિશન શોધવામાં કેટલો સમય બગાડો છો ? ઘણીવાર મારે તેમાં ઘણોબધો સમય જાય છે, જ્યારે કેટલાક લોકોની યોગ્ય સુવાની પોઝીશન કાયમથી નક્કી જ હોય છે. છતાં તમને શું સીધા કે ઉંધા સુવામાં વધારે આરામ મળે છે ? પણ તમે ડાબા પડખે સુશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધારે યોગ્ય રહેશે. ડો. જોહ્ન ડૂઈલાર્ડે તે માટે આયુર્વેદનો સહારો લીધો છે, જે ભારતીય ઔષધિવિજ્ઞાન છે. તે તમને સમજાવશે કે ડાબા પડખે ઉંઘવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. માટે હવે તમારે સીધા, ચત્તા, ઉંધા કે ગમે તે રીતે તમારી પથારીમાં આળોટવાની જરૂર નથી, માત્ર તમારે ડાબા પડખે સુવાની જરૂર છે જેથી કેરીને તમને તેના બધા જ લાભ મળી શકે.

એક સંશોધન પ્રમાણે તમે તમારા ડાબા પડખે સુશો તો તમારા કરોડરજ્જુને સૌથી ઓછી તકલીફ થશે. કારણ કે જો તમે સીધા સુશો કે પછી ઉંધા તમારા પેટ પર સુશો તો તેનાથી તમારી પીઠના ઉપરના ભાગમાં, થાપા પર, તેમજ કમર પર અને તમારી ડોક પર વધારે પ્રેશર ઉભું થશે.

અન્ય એક મેડિકલ રિસર્ચ વધારામાં કહે છે કે તમે તમારા ડાબે પડખે સુશો તો તે તમારા ફેફસાને હવાનું ઉત્તમ વહેણ પુરું પાડે છે.

1. શરીરનું તરલ

જ્યારે તમે તમારા ડાબા પડખે સુઓ છો ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે તમારા હૃદય તેમજ બરોળ કે જે બન્ને તમારી ડાબી બાજુ આવેલું છે તેમાં તરલ વહી જાય છે. જે તમારા શરીર માટે ફાયદાકારક રહે છે. તેમ છતાતં કેટલાક ડોક્ટર એવું કહે છે કે તમે તમારી સુવાની પોઝીશન બદલશો તો સ્થિતિ વધારે ગંભીર બની શકે છે. પણ જો તમારી સુવાની પેઝીશન હજુ સુધી ચોક્કસ ન થઈ હોય તો ડાબા પડખે સુવા માટે પ્રયાસ કરો.

2.પાચન

વધારામાં ડોક્ટર ડૂઈલાર્ડ જણાવે છે કે ડાબા પડખે સુવાથી આંતરડા તમારા પેટમાં વધારે જડપથી ફેલાશે, આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે જમ્યા પછી 10 મીનીટ ડાબા પડખે સુવાથી તમારી પાચનક્રિયા ઝડપી બને છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ લેખ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી