કેસર મોંઘુ ભલે હોય પણ તેના ફાયદા ઘણાબધા છે… વધુ નહિ પણ થોડો થોડો તો ઉપયોગ આપણે કરી જ શકીએ..

કેસર એ દુનિયાનો સૌથી મોંઘો મસાલો છે. પણ જેટલું તે મોંઘું છે તેટલું જ તે ગુણકારી પણ છે. કેસરમાં વિટામીન એ, તાંબુ, પોટેશિયમ, ફોલિક એસિડ, સેલેનિયમ, કેલ્શિયમ, જીંક, મેગ્નેશિયમ અને બીજા અનેક તત્ત્વો સમાયેલા છે. તે ઉપરાંત બીટા કેરોટિન અને લાયકોપિનના ગુણો પણ તેમાં રહેલા છે જે શરીરની ઘણીબધી બિમારીઓને દૂર કરે છે. કેસર શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે સ્વસ્થતાં તેમજ સુંદરતા પુરા પાડે છે. વ્યંજનોમાં કેસરનો ઉપયોગ રંગ તેમજ સોડમ માટે કરવામાં આવે છે. તે ગરમ તાસીરવાળુ હોવાથી તેનું સેવન મોટાભાગે શિયાળામાં જ કરવામાં આ છે. આજે અમે તમને કેસરના કેટલાક એવા ફાયદાઓ વિષે જણાવીશું જેનાથી તમે આજ સુધી અજાણ હશોઃ

1. માથાના દુઃખાવામાં રાહત આપે છે

કેસર સાથે ચંદનને ભેળવી તેનો લેપ બનાવી કપાળ પર લગાવવાથી તે આંખને ઠંડક આપે છે અને તેની સાથે સાથે માથાના દુઃખાવામાં પણ રાહત આપે છે.

2. કેસર યૌવન જાળવવામાં મદદ કરે છે

કેસરમાં એન્ટી-ઓક્સિડન્ટ હોવાથી તેના સેવનથી યૌવન ટકી રહે છે. તે વધતી ઉંમરનો આભાસ થવા દેતું નથી. કાચા પપૈયાની પેસ્ટમાં ચપટી કેસર મિક્સ કરી લગાવવાથી ચહેરા પર કાંતિ આવે છે અને સ્કીન સ્મૂધ બને છે.

3. તાવમાં રાહત આપે છે

એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર અને મધ નાખીને પીવાથી તાવ તેમજ શરદી દૂર થાય છે. કેસરની પેસ્ટને ડોક, કપાળ અને છાતિ પર લગાવવાથી શિયાળામાં થતી બીમારીઓમાં રાહત મળે છે.

4. સુંદરતા વધારે છે

ચંદન, કેસર અને દૂધનો લેપ તૈયાર કરી ચહેરા પર 30 મિનિટ લગાવી રાખવો પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. આમ કરવાથી ચહેરાની કાંતિ પાછી આવશે અને ચહેરાની ત્વચા તેજસ્વી બનશે.

5. કેસર ડિપ્રેસનથી દૂર રાખે છે

જે લોકો અવારનવાર નિરાશ થઈ જતા હોય હંમેશા ડિપ્રેશનમાં રહેતા હોય તેવા લોકોએ કેસરવાળુ દૂધ પીવું જોઈ. તેનાથી શરીરનો રંગ પણ ઉજળો થાય છે અને ડિપ્રેશનથી પણ છૂટકારો મળે છે. કેસરમાં એવા સોરોટિન અને કેમિકલ્સ હોય છે જે ઉદાસીને દૂર રાખે છે.

6. પિરિયડમાં થતાં દુઃખાવામાં રાહત

ઘણી સ્ત્રીઓને પિરિયડ દરમિયાન પેટમાં દુઃખાવો, નબળાઈ તેમજ સોજાની તકલીફ રહે છે. રોજ કેસરવાળુ દૂધ અથવા ચા પીવાથી આવી સમસ્યાઓમાં રાહત મળે છે.

7. આંખોનું તેજ વધારે છે

રોજ કોઈને કોઈ રીતે કેસરનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી