શું તમે ભાતને ઓસાવીને તેનું ઓસામણ ફેકી દો છો? તો હવે એવું ના કરતા… વાંચો તેના હેલ્ધી ઉપયોગો…

બાફેલા ચોખાનું પાણી જેને ઓસામણ પણ કહેવામાં આવે છે, તે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. પણ ઘણાં લોકો તેને નકામું સમજીને ફેંકી દે છે. ડાયટિશિયન ઉષા કિરણ સિસોદિયા કહે છે કે બાફેલાં ચોખાનું પાણી પીવાથી તાકાત અને એનર્જી મળે છે. જો આમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને તેને પીવામાં આવે તો તે ઘણી સમસ્યાઓમાં લાભ કરે છે.

કઈ રીતે બનાવશો

ચોખા ધોઈને 1 વાસણમાં લઈ તેમાં 3-4 ગણું વધારે પાણી નાખીને સરખી રીતે ઉકાળી લો. પછી આ પાણીને ગાળીને નવશેકું રહે એટલે પીવો.

ચોખાના પાણીમાં ચપટી સંચળ ઉમેરીને પીવાથી ભૂખ ન લાગવાની તકલીફમાંથી છુટકારો મળે છે.

ચોખાના પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી નબળાઈ દુર થાય છે અને એનર્જી મળે છે.

ચોખાના પાણીમાં છાશ ઉમેરીને પીવાથી શરીરમાં પાણીની માત્ર જળવાઈ રહે છે.

ચોખાના પાણીમાં લીંબુનો રસ ઉમેરવાથી પણ શરીરમાં પાણીની માત્ર જળવાઈ રહે છે.

ચોખાના પાણીમાં થોડો ગોળ ઉમેરીને પીવાથી લોહીની ઉણપની તકલીફમાં રાહત રહે છે.

ચોખાના પાણીમાં થોડું દૂધ અને થોડી ખાંડ ઉમેરીને પીવાથી હાડકા મજબુત બંને છે.

ચોખાના પાણીમાં દહીં મિક્ષ કરીને ખાવાથી કબજીયાતની તકલીફ દુર થાય છે.

ચોખાના પાણીમાં કેળા મિક્ષ કરીને ખાવાથી ડાયરિયાની તકલીફમાં રાહત રહે છે.

ચોખાના પાણીમાં શુધ્ધ ઘી ઉમેરીને ઉપયોગમાં લેવાથી વજન વધારવામાં મદદ રહે છે.

ચોખાના પાણીમાં થોડું મીઠું અને જીરું પાવડર ઉમેરીને પીવાથી પાચન શક્તિમાં વધારો થાય છે.

ચોખાના પાણીમાં થોડી હળદર ઉમેરીને પીવાથી કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી બચી શકાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ખુબ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block