દરરોજ એક વાટકી સ્ટ્રોબેરી ખાવ, એકસાથે 10 રોગોને કરો દૂર…

સ્ટ્રોબેરી એક એવું ફ્રુટ છે જે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પ્રોટીન, કેલરી, ફાઈબર, આયોડિન, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી અને સી થી ભરપૂર સ્ટ્રોબેરીનું સેવન કરવાથી શરીરની કેટલીક બીમારીઓ દૂર થઈ જાય છે. તેમજ દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરવાથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદયની બીમારીઓની સાથે સાથે કેટલીક નાની-મોટી સમસ્યાને દૂર કરવા માટે મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું સ્ટ્રોબેરી ખાવાથી થતા ફાયદા વિશે. તેમજ આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એને અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને કોઈ રોગ હોય તેને દૂર કરવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરીનાં પોષક તત્વો

એક નાની વાટકી સ્ટ્રોબેરી એટલે કે લગભગ ૧૬૦ ગ્રામ સ્ટ્રોબેરીમાંથી આપણને કયાં પોષક તત્વો મળે?

કેલરી-૫૦, પ્રોટીન-૧ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ- ૧૧.૬૫ ગ્રામ, ડાયટરી ફાઇબર- ૩.૮૧ ગ્રામ, કેલ્શિયમ- ૨૩.૨૪ મિલીગ્રામ, આયર્ન -૦.૬૩ મિલીગ્રામ, મેગ્નેશિયમ -૧૬.૬૦ મિલીગ્રામ, ફોસ્ફરસ- ૩૧.૫૪ મિલીગ્રામ, પોટેશિયમ-૪૪.૮૨ મિલીગ્રામ, સેલેનિયમ- ૧.૧૬ મિલીગ્રામ, વિટામિન C -૯૪.૧૨ મિલીગ્રામ, ફોલેટ-૨૯.૩૮ મિલીગ્રામ, વિટામિન A -૪૪.૮૨ મિલીગ્રામ

1. રોગ પ્રતિકારક શક્તિવિટામિન બી અને સીના ગુણોથી ભરપૂર સ્ટ્રોબેરીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેનાથી આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે. તે સિવાય સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે.

2. આંખની રોશની માટેતેમાં રેહલાં એન્ઝાઇમ આંખોની રોશની વધારવા માટે મદદ કરે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટતત્ત્ત હોય છે, જે આંખને મોતિયાથી બચાવે છે. અટલાં માટે દરરોજ એક સ્ટ્રોબેરીનું સેવન જરૂરથી કરવું.

3. કેન્સર જેવી બીમારીને કરે છે દૂરસ્ટ્રોબેરીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ, ફ્લેવોનોયડ અને વિટામિન સી શરીરમાં કેન્સરનાં સેલ્સનો નાશ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને કેન્સર સામે લડવાની તાકાત આપે છે.

4. હૃદયની બીમારીતેમાં રહેલાં એન્ટીઓક્સિડેન્ટ શરીરને ખરાબ કોલેસ્ટ્રોલથીબચાવે છે, જેનાથી સ્નાયુઓબ્લોકથવાથી બચી શકાય છે. તેનાથી હૃદયની બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

5. ડાયાબિટીસને કરે છે નિયંત્રિતડાયાબિટીસનાં દર્દીઓ કોઈ પણ ટેન્શન વગર સ્ટ્રોબેરીખઈ શકે છે. સ્ટ્રોબેરીમાં એક એવું ઘટક હોય છે, જે ડાયાબિટીસનાં દર્દીઓનું ગ્લુકોઝ લેવલ સારું રાખે છે. તે સિવાય નિયમિત રીતે સ્ટ્રોબેરીનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

6. વજન ઓછું કરવામાં મદદલો કેલરી ફૂટ એક કપ સ્ટ્રોબેરીમાં 53 કેલરી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જેનું સેવન કર્યા બાદ જલ્દી ભુખ નથી લાગતી અને પેટ ભરેલું લાગે છે. તે સિવાય તેમાં રહેલાં વિટામિન સી તમારું મેટાબોલિઝમ તેજ કરે છે, જેનાથી શરીરને ઝડપથી કેલરીનેબર્ન કરે છે.

7. કબજીયાતમાં રાહતદરરોજ તેને ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે. સ્ટ્રોબેરીમાં રેહલાં ફાયબરનું સેવન કરવાને કારણે પાચન ક્રિયા મજબૂત રહે છે, જેનાથી કબજીયાત, એસિડિટી, અપચો અને ગેસ જેની સમસ્યા દૂર રહે છે.

8. અસ્થમાસ્ટ્રોબેરીમાં એક એવું તત્ત્ત હોય છે જે અસ્થમાં જેવી બીમારીને દૂર કરવા માટે મદદ કરે છે. જો તમને અસ્થમાની સમસ્યા હોય તો તમારે જરૂરથી સ્ટ્રોબેરી ખાવી જોઈએ.

9. ડિપ્રેશન

તેનું સેવન કરવાથી તમારો મુડ સારો રહે છે. તેનાથી તમને સકારાત્મક ઉર્જા મળે છે. મગજ શાંત અને ફ્રેશરહેવાથી તમે તણાવ અથવા ડિપ્રરેશનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.10. સાંધાનો દુઃખાવોતેમાં એન્ટીઓક્સિડેન્ટ હોવાને કારણે સાંધાના રોગનાં ઉપચારમાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં સાંધાના દુઃખાવાની સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી