શું તમે જાણો છો આ ઔષધીના આટલા બધા ફાયદા ગોરખમુંડી (શ્રાવણી)?…

ગોરખમુંડીના ફાયદા

ગોરખમુંડીનો ઉપયોગ આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે, કમળા, પિત્તના રોગો, વાથી થતાં રોગો, ક્ષયજનિત ગ્રંથીઓ, ખજવાળ, દાદર, કુષ્ટ તેમજ યૌન રોગો તેમજ ગર્ભાશયનો દૂઃખાવો દુર કરવામાં થાય છે. ગોરખમુન્ડી, કડવું, અને તુરુ હોવાથી તે અપચો, વાઈ, ગોઈટર અને શલિપદ જેવા રોગોનું શમન કરે છે.

આજે તમને ગેરખમુંડીના કેટલાક એવા ઉપોયગ જણાવીશું જેના ઉપયેગથી તમે વીર્ય વિકાર, જનનેન્દ્રિયને લગતા વિકાર, શારીરિક નબળાઈ, નપુંસકતા વિગેરે રોગોથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલે જાણીએ ગોરખમુંડીના ફાયદાઓ.

નપુંસકતામાં ગોરખમુંડીનો ઉપયોગ

1. ગેરખમુંડીના તાજા મૂળને વાટી, કોઈ કલાઈવાળી પીત્તળની કડાઈમાં મુકી, ચાર ગણું તલનું તેલ અને 16 ગણું પાણી નાખી ધીમા તાપે ઉકાળો. માત્ર તેલ બચે ત્યાં સુધી તેને ઉકાળો ત્યાર બાદ તેને ગાળી લો. જ્યારે તમે તેને ઉકાળશો ત્યારે તેમાંથી અવાજ આવશે પણ જ્યારે પાણી બળી જશે ત્યારે તે અવાજ બંધ થઈ જશે. આ તેલને કોઈ કાચની બોટલમાં ચાળીને ભરી લેવું. આ તેલનું પુરુષે પોતાના જનનાંગ પર નિયમિત માલિશ કરવું અને 10-30 ટીપાં પાનમાં લગાવી જમ્યા બાદ તે પાન ખાવું. ખુબ લાભ મળશે.

2. 1થી 2 ગ્રામ ગોરખમુંડીનું ચુરણ ખાંડમાં ભેળવી ખાવાથી વિર્ય વિકારમાંથી મુક્તિ મળે છે.

બળ વધારવા માટે ગેરખમુંડીનો ઉપયોગ

– ગોરખમુંડીના છોડને છાંયડામાં સુકવી, વાટી પાવડર બનાવી લેવો તેમાં તેટલા જ પ્રમાણમાં સાકર ભેળવી એક ચમચી રોજ સાંજે દૂધની સાથે સેવન કરવાથી દૂર્બળતાનો નાશ થશે અને બળમાં વધારો થશે. તેનાથી માણસનું યૌવન સ્થીર રહે છે અને વાળ પણ સફેદ નથી થતાં.
– ગોરખમુંડીના બીજમાં સરખા પ્રમાણમાં સાકર ભેળવી ખાવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે.
– એકથી બે ગ્રામ ચૂરણને ઘી સાથે ચાટવાથી પણ શારીરિક બળ વધે છે.
– ગોરખમુંડીના છોડને છાંયડામાં સુકવી તેનું ચૂરણ બનાવી લેવું, તેમાં બેગણું મધ ભેળવી ચાલીસ દિવસ સુધી એક ચમચી દૂધ સાથે લેવાથી અપાર બળ મળે છે.

સ્ત્રી-રોગોમાં ગોરખમુંડીનો ઉપયોગ

1. યોની-પિડા – 10 ગ્રામ તાજા પાંન ( ન મળે તો છાંયડામાં સુકવેલા) લઈ પાણીમાં પીસી પીવડાવવાથી. તીવ્ર યોનીપિડા દૂર થાય છે અને પ્રદરમાં લાભ થાય છે.

2. મુંડી કલકને દીવેલના તેલમાં શેકી ઠંડુ થયા બાદ યોનીમાં લેપ કરવાથી યોનિશૂળમાં રાહત મળે છે.

3. યોનિવિકાર – બલા, ગોરખમુંડી, શાલપર્ણી, ક્ષીરકાકોલી, પીલૂપર્ણી, મુર્વા વિગેરે દ્રવ્યોથી પકાવેલું યમક સ્નેહ યોગ્ય પ્રમાણમાં નિયમિત લેવાથી વાતજ તેમજ પિત્તજયોની રોગોમાં રાહત મળે છે.

મસા, ગુદાભ્રંશ અને ભગંદરમાં ગોરખમુંડીનો ઉપયોગ

1. 5 મિલી ગોરખમુંડીના પાંનનો રસ અને 5 મિલી એરંડિયાના પત્તાનો રસ મેળવી પીવાથી તેમજ આ પત્તાની પેસ્ટને મસા પર બાંધવાથી તેમજ પાનનો ધૂમાડો આપવાથી રાહત મળે છે.

2. એકથી બે ગ્રામ ગોરખમુંડી ચૂર્ણને છાશ કે ગાયના દૂધ સાથે લેવાથી મસામાં રાહત મળે છે.

3. 1થી 2 ગ્રામ ગોરખમુંડીના ચૂર્ણને વાસી પાણી સાથે લેવાથી ભગંદરમાં લાભ મળે છે.

4. ગેરખમુંડીના મૂળના તેલને ગુદામાં લગાવવાથી ગુદાભ્રંશમાં લાભ થાય છે.

કમળામાં ગોરખમુંડીનો ઉપયોગ

– કમળામાં 5થી 10 ગ્રામ તેના પાનના રસનું સેવન કરવાથી લાભ થાય છે.

કીડનીના રોગમાં ઉપયોગ

-ગાયના દૂધ સાથે 1થી 2 ગ્રામ ગેરખમુંડીના ચૂરણનું સેવન કરવાથી ચિત્તભ્રમ અને પ્રમેહમાં લાભ થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ ઉપયોગી અને અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી