માર્કેટમાં રસદાર ટેટી મળવાની શરૂઆત થઇ ગઈ છે, વાંચો તેના ફાયદા અને દરરોજ આરોગો…

કાળઝાળ ગરમીમાં શક્કર ટેટી ખાવાના છે એક નહિં પણ અનેક ફાયદાઓ, જાણો તમે પણ

ઉનાળાની સિઝનમાં તરબૂચ અને શક્કર ટેટી દરેક લોકોએ બને તેમ વઘારે ખાવી જોઇએ. આમ, જો શક્કર ટેટીની વાત કરીએ તો ગરમીમાં ઠંડક પહોંચાડવાની સાથે-સાથે તે અનેક સ્વાસ્થ્ય પ્રોબલેમ્સને પણ દૂર કરવામાં મદદ કરે છે. શક્કર ટેટીમાં પાણીની માત્રામાં ખૂબ વધુ પ્રમાણમાં હોય છે જે કાળઝાળ ગરમીમાં શરીરમાં થતી પાણીની ઉણપને પૂરી કરવામાં બેસ્ટ રીતે સાબિત થાય છે.

શક્કર ટેટીમાંથી એન્ટી ઓક્સીડન્ટ તેમજ અનેક વિટામીન્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. આ સિવાય શક્કર ટેટીમાં ઘણા એવા પોષક તત્વો છે જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશું કે, કાળઝાળ ગરમીમાં શક્કર ટેટીનુ સેવન કરવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે…

વજન ઘટાડેશક્કર ટેટીમાં ફેટની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે. આ સિવાય શક્કર ટેટીમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી તે શરીરમાં એનર્જી જાળવી રાખવાનુ પણ કામ કરે છે. શક્કર ટેટીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ભૂખ નથી લાગતી અને પેટ આખો દિવસ ભરેલુ રહે છે.

સંધિવાના રોગમાંથી મુક્તિ મળેજો શક્કર ટેટીમાં લીંબુનાખીને તેનું સેવન કરવામાં આવે તો સંધિવાના રોગમાંથી મુક્તિ મળે છે.

તણાવ ઓછો કરોજ્યારે તમે તણાવગ્રસ્ત હોવ છો તો શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમસ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયને સામાન્યરીતે ધબકવામાં મદદરૂપ થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને મગજ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં કરેશક્કર ટેટીમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરમાં ગંભીર બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે શક્કર ટેટી ખૂબ જ ફાયદા કારક છે. શક્કર ટેટી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનું લેવલ પણ નિયત્રિંત રહે છે.

કેન્સર સામે રક્ષણ આપે

શક્કર ટેટીમાં પુરતી માત્રામાં ઓર્ગેનિક પિગમેન્ટ કેરોટેન્વાઇડ રહેલું છે, જે કેન્સરની સામે રક્ષણ આપવાની સાથે સાથે ફેફસાંના કેન્સરની સંભાવનાઓને પણ ઘટાડે છે. આનાથી શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળ નાશ પામે છે.

પાચન માટે યોગ્યપાચન માટે યોગ્ય શક્કર ટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા સાથે પિડાવ છો તો શક્કર ટેટી ખાવી જોઇએ. શક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં સહાયક હોય છે. તેમાં જોવા મળતાં મિનરલ્સ પેટનીએસિડિટીને ખતમ કરે છે, જેનાથી પાચન ક્રિયા દુરસ્ત થઇ જાય છે.

આંખોની રોશની વધારેએક અહેવાલ અનુસાર શક્કર ટેટીમાં વિટામીન એ અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોવાથી તે આંખોની રોશની વધારવામાં બેસ્ટ સાબિત થાય છે. શક્કર ટેટી ખાવાથી આંખોની રેટીનાની માંસપેંશિઓને મજબૂત બનાવે છે જેને કારણે વધતી ઉંમરમાં પણ આંખોમાં કોઇ પણ પ્રકારની તકલીફ થતી નથી.

ત્વચામાં શુષ્કતા નહિં આવેઆપણી ત્વચામાં કનેક્ટિવ ટિશ્યૂ જોવા મળે છે. શક્કર ટેટીમાં મળતા કોલાજન પ્રોટીન આ કનેક્ટિવ ટિશ્યુમાં કોશિકાઓની સંરચનાને જાળવી રાખે છે. કોલાજનથી ત્વચા મજબૂત બને છે. જો તમે નિયમિત શક્કરટેટી ખાવાનો આગ્રહ રાખશો તો ત્વચામાં શુષ્કતા નહીં આવે.

કિડનીના દર્દીઓ માટે બેસ્ટશક્કર ટેટીમાં ડાઇયુરેટિક ક્ષમતા વધારે હોય છે. તેનાથી કિડનીની બિમારી અને એક્ઝિમામાં ઘટાડો થાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

તો તમે ક્યારથી શરૂઆત કરવાના છો? તમારા મિત્રો સાથે પણ અચૂક શેર કરો આ માહિતી…

ટીપ્પણી