ફણગાવેલા કઠોળ ખાવાથી થતાં ફાયદાઓ વિશે શું આપ જાણો છો?

ફણગાવેલા કઠોળનો આહાર એ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર છે. તમે ઇચ્છો તો તમારા રોજના અનાજનો પ્રકાર બદલી શકો છો. તેનાથી તમને વેરાયટી પણ મળતી રહેશે અને નાશ્તાનો એક સારો વિકલ્પ પણ મળશે. સામાન્ય રીતે લોકો મગની દાળ અને ચણાને ફણગાવી ખાય છે પણ તમે ઇચ્છો તો કોઈ દિવસ સોયાબીન, કાબુલી ચણા, મગફળી, જુવાર, બાજરીને  ફણગાવીને પણ ખાઈ શકો છો. દરેક અનાજ પ્રોટિન અને અન્ય પોષક તત્ત્વોથી ભરપુર હોય છે.

ફણગાવેલા અનાજના ફાયદા જાણીએ

  1. ફણગાવેલું અનાજ પાચનતંત્રને મજબુત બનાવી સક્રિય બનાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર ખાસા પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સામાન્ય બનાવી રાખે છે.
  2. ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. તે એન્ટિ-ઓક્સીડેન્ટ અને વિટામિન એ,બી,સી તેમજ ઇથી ભરપૂર હોય છે. એન્ટિ ઓક્સિડન્ટના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે, તેમજ તેમાં રહેલો ક્ષાર શરીરની બીજી જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તેમાં ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા મુખ્ય ક્ષાર હોય છે.
  3. ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારનું પ્રોટિન હોય છે જેના કારણે શરીરને શક્તિ મળે છે અને માંસપેશીઓ પણ મજબુત બને છે.
  4. ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં કેલરી હોય છે. માટે જે લોકો ઇચ્છતા ન હોય કે તેમનું વજન વધે તે અંકુરીત અનાજને પોતાના ડાયેટમાં સમાવી શકે છે.

ફણગાવેલા ચણા

યુવાનીમાં ફણગાવેલા ચણાનું સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે અને વૃદ્ધાવસ્થામાં સેવન કરવાથી શરીરના અંગ પ્રત્યંગો સ્વસ્થ તેમજ બળવાન રહે છે. ફણગાવેલા ચણા સુપાચ્ય તેમજ પૌષ્ટિક હોય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન જેવા ખનિજ તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. અંકુરિત ચણામાં પ્રોટીન ખુબ હોય છે. માટે જ ચણાને અમૃત અન્ન કહેવામાં આવે છે.

ફણગાવેલી મેથી

ફણગાવેલી મેથી કડવી, પૌષ્ટિક, જ્વર તેમજ કૃમિ નાશક હોય છે. તે ભુખ વધારે છે અને હૃદયને અપાર શક્તિ આપે છે. નિયમિત રીતે અંકુરિત મેથી ખાવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે પણ ફણગાવેલી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચા પીવાથી ઉધરસ અને બ્રોંકાઇટિસ વિગેરે શ્વસનતંત્રને લગતી તકલીફો દૂર થાય છે. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખુબ જ લાભદાયક છે.

લેખન સંકલન : દીપેન પટેલ

હેલ્થને લગતી અવનવી માહિતી જાણવા માટે આજે લાઇક કરો અમારું પેજ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અમારા પેજ પરની માહિતી શેર કરીને.

 

ટીપ્પણી