ભીંડા ખાવાના ઘણાંબધા ફાયદા છે. શું તમે જાણો છો ??

જો તમારા બાળકને ભીંડા ખુબ ભાવતા હોય તો તમરા માટે સારા સમાચાર છે. અને તે સમાચાર એ છે કે ભીંડા એ ગુણોનો ભંડાર છે. સામાન્ય રીતે બાળકોને જો કોઈ શાક ભાવતું હોય તો તેમાં ભીંડાનો સમાવેશ થત જ હોય છે. ચીન તેમજ જાપાન જેવા દેશોમાં યુવાન તેમજ વૃદ્ધો સ્ફૂર્તિલું જીવન જીવે છે તેની પાછળ ભીંડો પણ એક જવાબદાર કારણ છે. કહેવાય છે કે ઇતિહાસની સૌથી સુંદર રાણી ક્લિઓપેટ્રાની સુંદરતા પાછળ પણ ભીંડાના ગુણો પણ થોડાઘણા અંશે કારણભૂત હતા.

એવું પણ કહેવામાં આવે છે કે બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે કોફી બિન્સની અછત સર્જાઈ હતી ત્યારે ભીંડાના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોષક તત્ત્વોથી ભરપુર ભીંડો

200 ગ્રામ એટલે કે એક વાટકી રાંધેલા ભીંડામાં 45 કેલરી સમાયેલી હોય છે, આ ઉપરાંત તેમાં પ્રોટીન 2.5 ગ્રામ, ફાઈબર 5 ગ્રામ, કાર્બોહાયડ્રેટ 8 ગ્રામ, વિટામિન એ 700 ઇ.યુ, વિટામિન સી 25 મિ. ગ્રામ, ફોલિક એસિડ 41 મિલિ ગ્રામ, કેલશિયમ 45 મિ. ગ્રામ, પોટેશિયમ 290 મિ. ગ્રામ, આયર્ન 0.6 મિ.ગ્રામ અને મેગ્નેશિયમ 52 મિ. ગ્રામ હોય છે.

આ યુ.એસ.એની ઇલિનોઈસ યુનિવર્સિટીમાં થયેલા સંશોધન હેઠળ કાઢવામાં આવેલા તારણો છે. અને તે પ્રમાણે ભીંડો માણસના શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ સાબિત થયો છે.

નિયમિત ભીંડો ખાવાથી નીચે દર્શાવેલા લાભ થાય છેઃ

– ભીંડામાં સમાયેલા ફાયબરના કારણે લિવરમાં રહેલા બાઈલ એસિડની સાથે આવતા ઝેરી તત્ત્વોનો નાશ થાય છે.

– ડાયાબીટીસના પેશન્ટને નિયમિત ભીંડો આપવાથી તેનું સુગર લેવલ બે મહિનામાં નોર્મલ થઈ જાય છે.

– ભીંડામાં રહેલા રાસાયણીક પદાર્થો માણસના મગજને ઉત્તેજિત કરે છે અને નબળા, નિરાશ થાકેલા વ્યક્તિને તેનાથી ફાયદો થાય છે.

– ભીંડામાં સમાયેલા રેશાથી માણસને કબજિયાત નથી થતો.

– ભીંડામાં સમાયેલા ફાયબરના કારણે ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય છે અને ઝાડા વાટે શરીરના ઝેરી તત્ત્વો સરળતાથી નીકળી જાય છે.

– આ ઉપરાંત ભીંડામા રહેલા રેસા પ્રોબાયોટિકનું કામ કરે છે.

– ભીંડામાં આલ્કલાઈન હોવાથી ખોરાકનું પાચન થયા પછી બાકી રહેલા એસિડથી આંતરડાની આંતરીક ત્વચાને નુકસાન નથી થતું અને હોજરી કે આંતરડામાં ચાંદી નથી પડતી.

– ભીંડામાં રહેલું વિટામિન સી એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જેના કારણે શ્વાસની તકલીફ ધરાવતા લોકોને રાહત થાય છે.

– ભીંડાના નિયમિત સેવનથી, ફેફસામાં સોજો નથી થતો અને પેટની સંગ્રહણી એટલે કે આઈ.બી.એસ પણ સામાન્ય રહે છે.

– ભીંડાનું નિયમિત સેવન કરવાથી લોહીમાંના કોલેકસ્ટેરોલનું પ્રમાણ ઘટે છે.

– ભીંડાનું નિયમિત સેવન કરવાથી આંખને પણ ફાયદો થાય છે. આંખમાંની મોતિયો આવવાની પ્રક્રિયા ધીમી પડે છે.

– જાપાનમાં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે ભીંડાનું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડાના કેન્સરની શક્યતા નહિવત થઈ જાય છે.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી