જાણો ગુંદરની કમાલ, ગુંદરના અદ્ભુત નુસખાઓ, ગુંદરના અગણિત લાભો, જાણો અને અજમાવી જુઓ…

માત્ર 3 ગ્રામ ગુંદરથી કમરનો દુઃખાવો, ડાયાબીટીસ, ગુપ્ત રોગ અને તેને માત્ર ચૂંસવાથી જ ઉધરસ, પીવાથી હરસ ઠીક થાય છે.

બાવળના ગુંદરના ફાયદા

સામાન્ય ભાષામાં ગુંદર એટલે બાવળનો ગુંદર એવું માનવામાં આવે છે જ્યારે પલાશના ગુંદરને કમરકસ પણ કહેવામાં આવે છે, તેવી જ રીતે લીંમડાના ગુંદરનો ઉપયોગ પણ થાય છે. ગુગળ, લોબાન વિગેરેમાં ગુંદરો પણ આયુર્વેદનો અભિન્ન ભાગ છે. કમરકસ એટલે કે પલાશના ગુંદરનો ઉપયોગ ઘા ઠીક કરવામાં, જાડા રોકવામાં અને પુરુષની નબળાઈ અથવા વીર્ય વિકાર દૂર કરવા માટે પણ કરવામાં આવે છે, લીંમડાનો ગુંદર લોહી સ્વચ્છ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક કરે છે, લીંમડાના ગુંદરથી ખીલ અને ચામડીના રોગોમાં લાભ થાય છે.

બાવળનો ગુંદર પણ ખુબ પ્રચલિત છે અને તેનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. તેને કેટલાએ નામે ઓળખવામાં આવે છે, બાવળનો ગુંદર, ઇંગ્લીશમાં ગમ અકેશિયા કહેવાય છે, તેને ગમ અરાબિક પણ કહે છે જ્યારે નેર્મલ બોલચાલમાં તેને માત્ર ગુંદર જ કહેવામાં આવે છે.

બાવળના ગુંદરનો ઉપયોગ કરવાથી છાતી કોમળ થાય છે. તે આમાશયને બળવાન બનાવે છે તેમજ આંતરડાને પણ મજબૂત બનાવે છે. તે છાતીના દુઃખાવાને દૂર કરે છે, તેમજ ગળાનો અવાજ પણ સ્પષ્ટ કરે છે. તેનો ઉપયોગ ફેફસાં માટે ખુબ જ લાભપ્રદ હોય છે. તેનાથી શરીરમાં ધાતુનો વધારો થાય છે અને તે વીર્ય વધારે છે. તેના નાના-નાના ટુકડા ઘી, માવા અને સાકર સાથે શેકીને ખાવાથી શરીર બળવાન બને છે. તેના ઉપયોગથી ચુસ્તી તેમજ સ્ફૂર્તિ આવે છે તેમજ તાજગી પણ અનુભવાય છે, ઉનાળામાં તેનો ઉપયોગ કરવાથી લૂ નથી લાગતી.

પુરુષો માટે બાવળનો ગુંદર ખુબ જ લાભકારક છે, તેના ઉપયોગથી પૌરુષ વધે છે, બાવળનો ગુંદર ઉનાળામાં ભેગો કરવામાં આવે છે. તેની ડાળીમાં જ્યાં પણ કાપો મુકતા જે સફેદ પ્રવાહી નીકળે છે તેને ગુંદર કહેવાય છે. તે બજારમાં પણ કોઈપણ દુકાને સરળતાથી મળી જાય છે. સામાન્ય રીતે ગુંદરનું સેવન 5-10 ગ્રામ સુધી જ કરી શકાય છે. અને જો ક્યાંય પણ તેની કોઈ નુકસાનકારક અસર દેખાય તો તેને શાંત કરવા માટે પલાશના ગુંદરનું સેવન કરવું જોઈએ.

તો ચાલો આજે અમે તમને આ જ ગુંદરના કેટલાક ચમત્કારી ફાયદાઓ વિષે જણાવીએ.

બાવળના ગુંદરના ફાયદા : 

 

– કમરના દુઃખાવામાં બાવળની છાલ, તેની સીંગ અને ગુંદર બરાબર મેળવી વાટી લેવા, એક ચમચીના પ્રમાણમાં દિવસમાં 3 વાર તેનું સેવન કરવાથી કમરના દુઃખાવામાં રાહત મળે છે.
– માથાના દુઃખાવામાં પાણીમાં બાવળનો ગુંદર ઘસી માથા પર લગાવવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

– ડાયાબીટીસમાં બાવળના ગુંદરનું ચૂર્ણ પાણી સાથે અથવા ગાયના દૂધ સાથે દિવસમાં 3 વાર રોજ લેવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.
– પુરુષ અને સ્ત્રી બન્નેની નબળાઈમાં બાવળના ગુંદરને ઘીમાં તળી તેનું પાન બનાવી ખાવાથી પુરુષની શક્તિ વધે છે અને પ્રસૂતા સ્ત્રીને ખવડાવવાથી તેનામાં પણ શક્તિનો સંચાર થાય છે.
– ઉધરસમાં બાવળનો ગુંદર મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ મટી જાય છે.
– વૈવાહિક જીવનમાં બાવળના ગૂંદરને ઘીમાં શેકી તેનો પાક બનાવી એટલે કે સુખડી વિગેરે બનાવી ખાવાથી પતિ-પત્નીને વૈવાહિક જીવનનું પરમસુખ પ્રાપ્ત થાય છે.

– બળી જવાથી બાવળના ગુંદરને પાણીમાં ઘોળવી શરીરના બળેલા ભાગ પર લગાવવાથી બળતરા દૂર થાય છે.
– માસિક ધર્મની તકલીફોમાં 100 ગ્રામ બાવળના ગુંદરને શેકી તેનું ચૂર્ણ બનાવી બરણીમાં ભરી લેવું. તેમાંથી 10 ગ્રામ ગુંદરનું ચૂર્ણ લઈ તેમાં સાકર ભેળવી સેવન કરવાથી માસિક ધર્મની પિડામાં રાહત મળે છે અને માસિક ધર્મ નિયમિત રીતે આવવા લાગે છે.

– અતિસાર અથવા ઝાડામાં બાવળના ગુંદરને 3 ગ્રામથી 6 ગ્રામના પ્રમાણમાં લઈ સવાર-સાંજ પીવાથી એક જ દિવસમાં ઝાડામાં લાભ થાય છે.
– પેટ તેમજ આંતરડાના ઘામાં બાવળના ગુંદરને પાણીમાં ઘોળી પીવાથી આમાશય અને આંતરડાના ઘા તેમજ પીડા દૂર થાય છે.
– શક્તિ વધારવા માટે બાવળના ગુંદરને ઘીમાં તળી તેમાં બેગણી સાકર ભેળી તેને રોજ 20 ગ્રામના પ્રમાણમાં લેવાથી શક્તિમાં વધારો થાય છે.

– હરસમાં બાવળનો ગુંદર અને ગેરુ 10-10 ગ્રામ લઈ વાટીને ચૂર્ણ બનાવી લેવું. તેના 1થી 2 ગ્રામ ચૂર્ણને ગાયના દૂધની છાશમાં ભેળવી 2-3 અઠવાડિયા સુધી પીવું. તે સુકા તેમજ લોહીવાળા હરસમાં લાભપ્રદ રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ હેલ્થ સંબંધિત પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી