ગરમ પાણી પીવાથી થશે આ રોગોમાં આશ્ચર્યજનક ફાયદાઓ!..

ગરમ પાણીનું સેવન સવારે ખાલી પેટ, ભૉજન કર્યા પછી અને દિવસમાં સમય મળ્યે ત્યારે કરવાથી આશ્ચર્યજનક ફાયદાઓ થાય છે. આ એવા એવા રોગોમાં ફાયદાઓ કરે છે જેની દવાઓ લઇ લઇ ને આપણે પરેશાન થઇ જઈએ છીએ. આવો જાણીએ.

શારીરિક દર્દ.

જાડા રોગીઓ, સંધિવા તથા સાંધામાં પીડા અને સોજા તથા કોઈ પણ શારીરિક દર્દ હોય તો તે માટે ગરમ પાણીનું સેવન અતિ ઉત્તમ છે.

માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ!

સ્ત્રીઓની માસિક ધર્મની અનિયમિતતાઓ દૂર થઇ જાય છે!
અગર માસિક કષ્ટદાયક આવે છે તો પણ ગરમ પાણી પીવાથી ખુબ લાભ થાય છે. પીરિયડ્સમાં નિયમિત ગરમ પાણી પીવું જોઈએ.

પેટના રોગ!

ગરમ પાણી પીવાથી કબજિયાત નથી થતું. પેટમાં કૃમિ નષ્ટ થાય છે અને જીવડાંઓની ઉત્પત્તિ અટકી જાય છે. પેટનું સુજન (કોલાઈટિસ) ડાયસેન્ટ્રી વગેરે દૂર થાય છે. વધારે ગેસ થવો, અપચો તેમજ પેટનું ફુલાવું વગેરે બંધ થઇ જાય છે. યકૃત, પેટ અને આંતરડાઓને પણ શક્તિ મળે છે.

સ્થૂળતા ઘટાડવા માટે !

ગરમ પાણીના ઉપયોગથી પ્રસવ બાદ વધેલું પેટ સામાન્ય આકારમાં અને સુડોળ રૂપમાં આવી જાય છે. જમ્યાના એક કલાક પછી ગરમ પાણીમાં એક લીંબુ નીચવીને પાણી ચલણી જેમ પીવાથી શરીરમાંથી ચરબી દૂર થાય છે.

સુંદરતા માટે!

આંખોની નીચે કાળા કુંડાળા, ચહેરાની કુરૂપતા દૂર થઇને રંગમાં નિખાર આવે છે. ગરમ પાણી શરીરને નિર્મળ રાખે છે અને કસમયે આવતા વૃદ્ધત્વને રોકે છે.

વાળની સમસ્યા માટે!

ગરમ પાણીથી વાળને લોહી પહોંચાડવા વળી નાડીનું સારી રીતે પોષણ થાય છે જેનાથી વાળની સુંદરતા વધે છે અને કસમયે સફેદ થતા અને ખરતા વાળ માટે ખુબ લાભદાયક છે.

નર્વસ સિસ્ટમ વ્યવસ્થિત રાખે છે!

ગરમ પાણી પીવાથી શરીરમાં લોહીનું પ્રસારણ વ્યવસ્થિત થાય છે. રક્ત
વાહિનીઓમાં ચરબી જમા નથી થતી જેથી શરીરની નર્વસ સિસ્ટમ વ્યવસ્થિત રહે છે.

યુરિક એસિડ અને ઝેરીલા પદાર્થ!

મૂત્ર વધારે માત્રામાં આવી શરીરમાંથી યુરિક એસિડ અને ઝેરીલા પદાર્થ કાઢી નાખે છે.

ગરમ પાણી પીવાનો યોગ્ય સમય!

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જો તમે આમાં મધ અને અડધું લીંબુ નીચોવીને પીઓ તો વધારે સારું. ભોજન કર્યાના એક કલાક પછી ગરમ પાણી પીવું જોઈએ.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્રો સાથે અને વધુ માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી