જાણો…બ્લીચના ફાયદા અને ગેરફાયદા અને બ્લીચના અલગ અલગ પ્રકારો….

- Advertisement -

બ્લીચિંગથી ચહેરાના અણગમતા વાળથી છુટકારો મળે છે તેમજ ચહેરાની ખૂબસુરતી પણ નિખરે છે. પરંતુ ચહેરાની સુંદરતા ત્યારે વધે જયારે બ્લીચિંગનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. આજે દરેક મહિલાઓ ચહેરાની રૂંવાટીથી છુટકારો મેળવવા બ્લીચનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર થોડી બેકાળજીને લીધે ખૂબસુરતી વધારવાને બદલે ચહેરાને બદસૂરત બનાવી દે છે. કેમકે મોટાભાગની મહિલાઓને બ્લીચનો યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતું. માટે જરૂરી છે કે બ્લીચ કરતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. બ્લીચ કરવાથી જેમ અનેક ફાયદા થાય છે તેમ તેનો યોગ્ય ઉપયોગ ન કરવાથી ઘણા ગેરફાયદા પણ રહેલા છે.

બ્લીચના ફાયદા :

બ્લીચનો ફાયદો એ છે કે બ્લીચ કરવાથી ચહેરા પર જે વાળ હોય છે તે ત્વચાના રંગ સાથે મળીને દેખાતા નથી. અને ચહેરા પર નિખાર આવે છે.

બ્લીચિંગની અસર ચહેરા પર 15 થી 20 દિવસ સુધી રહે છે. બ્લીચ એક દર્દરહિત પ્રક્રિયા છે, જેનાથી કોઈપણ જંજટ કે દર્દ વગર ચહેરાનું આકર્ષણ વધે છે.

ઝાંખા રંગવાળી મહિલાઓ માટે બ્લીચ સૌથી સારો ઉપાય છે, જેનાથી તેની ત્વચા પર એક અલગ જ ચમક આવે છે.

બ્લીચના ગેરફાયદા :

બ્લીચમાં રહેલું અમોનિયા સ્કિન માટે ખરાબ છે. તેનાથી એલર્જી થઇ શકે છે.

લાંબા ગાળે સ્કિન બ્લેક થઇ શકે છે.

સ્કિન ડ્રાય અને રફ થઇ શકે છે.

સ્કીનનું કેન્સર થવાની સંભાવના પણ રહે છે.

બ્લીચમાં વધારે એક્ટીવેટર પાઉડર મેળવીને લગાવવાથી ચહેરા પર જલન કે દાણા થઇ શકે છે.

સમયની અવધી પૂરી થતા જ બ્લીચને દૂર કરી દેવું જોઈએ, નહીતર ચહેરો ખૂબસૂરત થવાને બદલે બદસૂરત થઇ શકે છે.

બ્લીચનો પ્રયોગ કર્યા પછી તરત જ તડકામાં ના જવું જોઈએ તેનાથી ચહેરો કાળો થઇ જાય છે.

મહિનામાં 2 – 3 વાર બ્લીચનો પ્રયોગ ના કરવો, તેનાથી ચહેરાની કોમળતા નસ્ટ થઇ જાય છે.

બ્લીચ કર્યા પછી રસોડામાં વધારે ગરમી હોય તો વધારે સમય ત્યાં ન રહો.

એ.સી.ની સામે વધારે ના જાઓ, નહીતર મોઈશ્ચરાઈઝર સુકાઈ જાય છે, માટે બ્લીચ કર્યા બાદ ક્રીમ જરૂર લગાવો.

બ્લીચના પ્રકાર :

બ્લીચના મુખ્ય બે પ્રકાર છે. ક્રીમ બ્લીચ અને પાઉડર બ્લીચ. તેના વિશેની માહિતી અહી જોઈશું. ઉપરાંત સ્કિન અનુસાર ક્યાં બ્લીચનો પ્રયોગ કરવો તે તેની માહિતી નીચે મુજબ છે.

1 . ક્રીમ બ્લીચ : ક્રીમ બ્લીચ એ સૌથી વધારે વપરાતું બ્લીચ છે. આ બ્લીચ લોકલ તેમજ ઈમ્પોર્ટેડ તૈયાર મળે છે. ક્રીમ બ્લીચ વાપરવામાં ઘણું સરળ છે. ક્રીમ વધારે અને એક્ટીવેટર ઓછો લઇ બ્લીચ બનાવવું. પરંતુ જો સ્ટ્રોંગ ઈફેક્ટ જોઈતી હોય તો એક્ટીવેટર થોડો વધારે લેવો.

2 . પાઉડર બ્લીચ : પાઉડર બ્લીચ માટે નીચે પ્રમાણેનું મટીરિયલ્સ લેવું.

=> બ્લીચ પાઉડર – 1 ચમચી

=> અમોનિયા – 4 થી 8 ટીપા

=> હાઈડ્રોજન પેરોકસાઈડ – પેસ્ટ બનાવવા જેટલું

=> એન્ટીસેપ્ટિક વોટર – ડેટોલવાળું અથવા સેવલોનવાળું

=> કોલ્ડ વોટર

આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ ચહેરા પર લગાવો.

સ્કિન અનુસાર બ્લીચનો પ્રયોગ :

મિલ્ક બ્લીચ :

સંવેદનશીલ સ્કિન પર હંમેશા મિલ્ક બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ.

તે દૂધના પાઉડરનું બનેલું હોય છે. તેથી તે ત્વચાને કોઈ હાનિ પહોંચાડતું નથી. તેને અમોનિયા સાથે મિક્સ કરીને સંવેદનશીલ ત્વચા પર ઉપયોગ કરવો જોઈએ.

સોપ ક્લેક્સ બ્લીચ :

તૈલીય ત્વચાની સાથે હંમેશા એ પરેશાની હોય છે કે આ ત્વચા પર ખીલ, મોટા-મોટા દાણા નીકળી પડે છે. માટે તૈલીય ત્વચા પર ‘સોપ ક્લેક્સ બ્લીચ’ નો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે તે એન્ટીસેપ્ટિક હોય છે. અને તેને સાબુની જેમ ત્વચા પર ઘસીને પ્રયોગ કરવો જોઈએ.

એલોવેરા બ્લીચ :

આ બ્લીચનો પ્રયોગ મૈચ્યોર સ્કિનવાળાએ કરવો જોઈએ, કારણ કે જેમ-જેમ ઉંમર વધે છે તેમ સ્કિન ઢીલી થતી જાય છે, માટે સ્કિન પર વધારે અમોનિયાવાળી બ્લીચનો પ્રયોગ ના કરવો, નહિ તો સ્કિન ડ્રાય થઇ જાય છે અને ચહેરા પર કરચલીઓ જલદી દેખાવા લાગે છે.

એલોવેરા બ્લીચ એંજિગ બ્લીચ હોય છે, ત્વચામાં કોમળતા પ્રદાન કરે છે.

ઓઈલ બેઝ બ્લીચ :

આ બ્લીચનો પ્રયોગ રૂખી (શુષ્ક) ત્વચા પર કરવો જોઈએ, કારણ કે આ બ્લીચ અમોનિયા ક્રિશટલ ફોમમાં આવે છે. જે ત્વચા પર કોમળતાને બરકરાર રાખે છે.

તેનાથી ત્વચા રૂખી થતી નથી. ડેટ સી મિનરલ એક એવું ઉત્પાદન છે જેની અંદર ઓઈલ બેઝ બ્લીચનો પ્રયોગ થાય છે. જે ફક્ત રૂખી ત્વચા માટે જ બનેલું હોય છે.

સૌજન્ય : ટહુકાર

સ્કીનને લગતી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી