મિત્રો, શીયાળાની સિઝન અને “આમળા” એક બીજા ના પર્યાય છે, તેને “અદભુદ ફ્રુટ” કહેવાય છે,

“આમળા” ખાવા થી ખુબજ ફાયદા ઓ છે, પરંતુ “આમળા” ખાટા હોવાથી સીધા કાચા ખાવા ઘણા લોકો ને ભાવતા નથી,

તો “આમળા” રસ બનાવીને,
“આમળા” ના રસ માં મીઠું, મધ, સાકાર નાખી ને,
“આમળા” નો પાવડર બનાવી ને,
“આમળા” ને મીઠા અને હળદર ના પાણી માં રાખી ને,
“આમળા” નો મુરબ્બો બનાવી ને,
“આમળા” નું જીવન/ ચયાવાન્પ્રાશ,
“આમળા” ની કેન્ડી બનાવી ને,
“આમળા” ની ચટણી બનાવી ને,
સેવન કરી શકાય છે.

 

૧) સૌથી વધુ વિટામીન “C ” “આમળા” માં છે, ૧૦ નારંગી બરાબર ૧ આમળું છે, દરેક માણસ ને દરરોજ ૫૦ મિલી ગ્રામ વિટામીન “C ” ની જરૂર હોય છે.

૨) “આમળા” માં ખુબજ પ્રમાણ માં Antioxident રહેલું છે, જે શરીર ને ફ્રી રેડીકાલ્સ થી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પડી cancer જેવા રોગો થી પણ બચાવે છે

૩) “આમળા” પાચન શક્તિ માટે ખુબજ ફાયદાકારક છે, જે Acidity દુર કરે છે.

૪) સ્કીન/ શરીર માટે પણ “આમળા” ખુબજ ઉપયોગી છે, તેના સેવન થી સ્કીન/ શરીર young રહે છે.

૫) વાળ ને સુંદર રેશમ જેવા, મજબૂતાઈ, ગ્રોથ આપવો હોય તો “આમળા” ને તેલ સ્વરૂપે ઉપયોગ માં લેવાય છે,

6) લીવર ની process ને સ્મૂથ બનાવે છે

૭) ડાયાબીટીશ / હાઈ બ્લડ શુગર/ કોલેસ્ટ્રોલ/ કબજીયાત વગેરે માં “આમળા” પાવડર ખુબજ ઉપયોગી છે.

૮) સગર્ભા સ્ત્રીઓ માટે “આમળા” સેવન ખુબજ ફાયદાકારક છે.

૯) આંખ ની દ્રષ્ટિ ને સુધારવા માટે “આમળા” ખુબજ ઉપયોગી છે.

૧૦) મોઢા માં અલ્સર નો પ્રોબ્લેમ પણ “આમળા” થી દુર થાય છે.

૧૧) “આમળા” ફેફસાં/ નર્વસ સિસ્ટમ ને મજબુત બનાવે છે અને કંટ્રોલ કરે છે.

૧૨) “આમળા” શક્તિ વર્ધક છે, શરીર ને ગરમી માં ઠંડક પૂરી પડે છે.

તો આવા ફાયદામંદ “આમળા” નો આ શિયાળા માં ભરપુર ઉપયોગ કરી ને તાજામાજા રહીએ !

શેર કરો આ મહત્વની ટીપ્સ તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી