આજે તેમનો ૧૦૮મો જન્મદિવસ છે. તેઓની ગઝલો અને ગીતો માટે તો ઘણુબધું લખાયું છે આજે આપણે એમના જીવન વિષે જાણીએ.

- Advertisement -

ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ગઝલ, ઠુમરી અને દાદરા ગાતા હતા. આજે એમના જન્મદિવસે એમના જીવન વિષે થોડું જાણીએ.

બેગમ અખ્તર નું નાનપણ નું નામ બીબ્બી હતું. તેઓ એક પરણિત વકીલ અસગર હુસેન અને તવાયફ મુશ્તરીબાઈનું સંતાન હતા. મુશ્તરીબાઈને જુડવા દીકરીઓ પેદા થઇ હતી, નાનપણમાં ખરાબ મીઠાઈ ખાવાના કારણે બંને બેહનો બીમાર થઇ ગઈ હતી. આમાં તેમની બહેનનું મૃત્યુ થયું હતું અને બીબ્બી બચી ગઈ હતી. અસગર હુસેન બીબ્બી અને તેની માતા મુશ્તરીબાઈને છોડીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ બંને માં-દીકરીએ ખુબ જ સંઘર્ષવાળી જિંદગી જીવી હતી. બીબ્બીનું ભણવામાં મન નોહ્તું લાગતું, એકવાર તેમણે તેમના શિક્ષકની ચોટલી કાપી નાખી હતી. તેઓ ખુબ ઓછુ ભણેલા હતા તો પણ તેઓ ઉર્દુ શાયરીઓ ખુબ સારી રીતે બનાવી શકતા હતા. તેઓએ ૭ વર્ષની ઉમરમાં જ ગાવાની શરૂઆત કરી દીધી હતી. પણ તેમની માતાને એ પસંદ નોહ્તું, તો પણ બીબ્બીએ ઉસ્તાદો પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી.

૧૩ વર્ષની ઉમરમાં જ તેઓ બીબ્બી થી અખ્તરીબાઈ બની ગયા હતા. તે સમયે બિહારના એક રાજાએ તેની કલાની કદર કરવાના બહાને તેની પર બળાત્કાર કર્યો હતો અને તેઓ પ્રેગનેન્ટ થઇ ગયા હતા. તેઓ ખુબ નાની ઉમરમાં એક દીકરીની માતા બની ગયા હતા તેઓએ તેમની દીકરીનું નામ સન્નો ઉર્ફ શમીમા રાખ્યું હતું. દુનિયાના ડર ને કારણે તેઓ સન્નો ને પોતાની નાની બહેન તરીકે ઓળખાવતા હતા, પરંતુ થોડા સમય બાદ બધાને ખબર પડી ગઈ હતી કે તે તેમની દીકરી છે. ૧૫ વર્ષની ઉમરે અખ્તર બેગમ પેહલીવાર ફૈઝાબાદી નામ સાથે મંચ પર કાર્યક્રમમાં આવે છે.

તેઓ જયારે ગાતા હોય છે ત્યારે તેમના અવાજમાં તેમના જીવનના દુખ દર્દ છલકાઈ આવે છે. તેઓ એ એક કાર્યક્રમ બિહારમાં આવેલા ભૂકંપ માટે મદદગાર થવા માટે કર્યો હતો. એ કાર્યક્રમમાં ભારતની કોયલ સરોજની નાયડુ પણ હાજર હતા, તેઓ એમનાથી બહુ પ્રભાવિત થયા હતા અને તેમને એક ખાદીની સાડી પણ ભેટમાં આપી હતી. અખ્તરી ની શિષ્ય રીટા ગાંગુલી જણાવે છે કે તેમણે પેહલું સ્ટેજ પર્ફોમન્સ ૧૧ વર્ષની ઉમરે આપ્યું હશે.

અખ્તરીબાઈને એકલતાથી બહુ ડર લાગતો હતો, તેઓ પોતાની હોટલ પરની રૂમમાં પણ એકલા નોહતા રહી શકતા. એકલામાં તેમને પોતાનો ભૂતકાળ ઘેરી વળતો હતો. એકલતાને દુર કરવા તેઓ દારૂ અને સિગરેટ પીવા લાગે છે. તેઓ ચેન સ્મોકર હતા તેમને સિગરેટની એટલી તલપ હતી કે તેઓ રમજાન માં ફક્ત ૮ કે ૯ રોજા કરતા હતા. એકવાર તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એક સ્ટેશન પર ગાડી રોકાઈ ત્યારે તેમને સિગરેટ પીવાનું મન થયું પણ તેમને ક્યાંય મળી નહિ ત્યારે તેમણે ગાર્ડ પાસેથી તેના ઝંડા અને ફાનસ લઇ લીધું અને જયારે ગાર્ડે તેમને સિગરેટનું પેકેટ લાવી આપ્યું ત્યારે જ તેમણે ગાડીને આગળ વધવા દીધી. સિગરેટ પીવાની તલપને કારણે તેમણે “પાકીઝા” મુવી 6 વાર જોયું હતું.

તેઓ એક્ટિંગ પણ કરતા હતા પરંતુ વર્ષ ૧૯૩૯માં તેમણે અભિનય છોડી દીધો અને લખનૌમાં રેહવા લાગ્યા. ત્યાં તેમને તેમનો પ્રેમ મળે છે. ૧૯૪૫માં પરિવારથી વિરુદ્ધ જઈને તેઓ બેરિસ્ટર ઈશ્તિયાક એહમદ અબ્બાસી સાથે લગ્ન કરે છે. તેમના પતિના કેહ્વાથી તેઓ ગાવાનું પણ છોડી ડે છે. ગાવાનું છોડી દેતા તેઓ બીમાર રેહવા લાગે છે અને વધારે સિગરેટ પીવાને લીધે તેમને ફેફસાં ની બીમારી થાય છે અને તેઓ ડીપ્રેશનમાં આવી જાય છે. ડોક્ટર જણાવે છે કે જો તેઓ ફરીથી ગાવાનું શરુ કરશે તો તેમની તબિયતમાં સુધારો આવી શકે છે. પતિની પરવાનગીથી તેઓ ઓલ ઇન્ડિયા રેડીઓ લખનૌમાં ગાવાનું શરુ કરે છે. થોડા કાર્યક્રમ કર્યા પછી તેઓ મક્કા જવાનો વિચાર કરે છે. મક્કાથી આવ્યા બાદ તેઓ ૨ વર્ષ સુધી દારૂ પિતા નથી પણ પછી ધીરે ધીરે પીવાની શરૂઆત કરે છે.

૩૦ ઓગસ્ટ ૧૯૭૪માં તેઓ અમદાવાદ એક કાર્યક્રમમાં ગાઈ રહ્યા હોય છે પણ તેમની તબિયત સારી ના હોવાથી બરોબર ગાઈ શકાતું નોહ્તું છતાં પણ તેઓ ગાઈ છે ત્યારબાદ વધારે તકલીફ થતા તેઓને દવાખાન લઇ જવા પડે છે. ત્યાજ તેમનું મૃત્યુ થાય છે. દવાખાને તેમને હાર્ટએટેક આવે છે. લખનૌના વસંત બાગમાં તેમની અને તેમની માતા મુશ્તરીબાઈની કબર પાસે પાસે જ છે.

તેમને ઘણાબધા એવોર્ડ પણ મળેલા છે. એમની યાદમાં યુપી સરકાર દરવર્ષે બેગમ અખ્તર પુરુસ્કાર એવા ગાયકોને આપે છે જેઓ ગઝલ ગાયકીમાં યોગદાન આપતા હોય છે.

લેખક : અશ્વિની ઠક્કર.
સૌજન્ય : ઈન્ટરનેટ
મિત્રો શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી