“બીટરૂટ ફલાફલ” – બનાવો આજે આ લેબેનિઝ વાનગી તમારા રસોડે..

લેબનિઝ વાનગી …ફલાફલ એ મૂળ આરબ દેશની વાનગી છે. ફલાફલ કાબુલી ચણા (chickpeas) કે પાપડીના દાણા (fava beans) અથવા બનેના ઉપયોગથી બને છે. ફ્લાફ્લનો અર્થ ત્યાના જુદા જુદા દેશ પ્રમાણે જુદો જુદો થાય છે.

“બીટરૂટ ફલાફલ”

સામગ્રી:

૧ વાટકી કાબુલી ચણા,
૧ મીડીયમ ડુંગળી,
૫ કળી લસણ,
૨ ચમચી ધાણાજીરું,
૧.૫ ચમચી લાલ મરચું,
૩-૪ ચમચા ચોખાનો લોટ/ મેંદો,
૧ વાટકી સમારેલ કોથમીર,
૨ ચમચી બીટનું છીણ,
૧/૨ ચમચી મરી પાઉડર,
૧.૫ ચમચી લીંબુનો રસ,
ચપટી સોડા,
મીઠું,
તેલ તળવા,

રીત:

સૌ પ્રથમ ૧૨-15 કલાક જેટલા ચણાને પાણીમાં પલળવા.
બીજે દિવસે બપોરે ચણાને ચારણીમાં નીતારી મિક્ષ્રર જારમાં પીસી લઇ એક વાસણમાં કાઢવું.
ડુંગળી, લસણ પીસી લઇ તેને ચણાનો ભુક્કો કર્યો છે તેમાં મિક્ષ કરવું.
હવે તે મિક્ષનમાં મરી પાઉડર, કોથમીર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું,બીટનું છીણ અને લોટ ઉમેરી મિક્ષ કરી લેવું.
હવે તેમાં સોડા પર લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું.
પછી તે મિક્ષન વાસણમાં દાબીને ભરી ફ્રીજમાં મૂકી દેવું.
તળવાની ૫ મિનીટ પેલા બાર નીકાળી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પેટીસ વાળી તલમાં રગદોળી ફલાફલ તૈયાર રાખવા.
તેલ આવે એટલે ગોલ્ડન તળી લેવા, ગેસ ઘીમો ફાસ્ટ વચ્ચે વચ્ચે કરતો રહેવો.
તો તૈયાર છે બીટરૂટ ફલાફલ.

ફલાફ્લને હમસ/ તાહીની યોગર્ટ સોસ/ હંગ કર્ડ/ હરીષા સોસ/મોલાસીસ dip … જે ઠીક લાગે તેની જોડે સર્વ કરી શકાય.

નોંધ:

– સિમ્પલ ફલાફલમાં બીટ સિવાય બધી રીત તેમ જ.
– ફલાફલમાં બીટની બદલે પાલક અથવા ૧/૨ ઇંચ લીલી હળદર પીસવામાં સાથે લેવાથી ફ્લેવર ચેન્જ થઇ જશે.
– આ મિક્ષન ૬-૭ દિવસ સુધી બગડતું નથી.
– ચણા પલળેલા જ પીસી છીએ એટલે તેનો ભુક્કો આખાપાખો જ રહેશે ને તેવો જ રાખવાનો છે.
– મેં બનાવ્યા તેમાં ચોખાનો લોટ લીધેલ છે.
– મેં અહી ફ્લાફ્લને સર્વ તાહીની યોગર્ટ સોસ અને હરીષા સોસ જોડે કરેલ છે.
-સોસની રેસીપી અલગ થી મુકેલ છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી