“બીટ પુલાવ” – ફ્રેશ બીટ લાવો અને આજે જ ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્ધી પુલાવ….

“બીટ પુલાવ”

સામગ્રી:

૨ કપ બાસમતી ચોખા,
૨ નાની- ઝીણી સમારેલી ડુંગળી ,
૩ નાના- ઝીણું સમારેલ કે છીણેલ બીટ,
૩-૪ તેલ,
૬-૭ લીમડાના પાન,
૨ આદું લસણ મરચાની પેસ્ટ,
૩ નંગ એલચી,
૪-૫ લવિંગ,
૪-૫ મરી ,
૧ ટુકડો તજ ,
૧ tsp રાઈ જીરું,
૧ tsp લાલ મરચું,
૧/૨ tsp હળદર,
૧ tsp ધાણાજીરું,
મીઠું જરૂર મુજબ,
૩ ક્પ પાણી (જેવા ચોખા),
સમારેલી કોથમીર,

રીત:

સૌ પ્રથમ બાસમતી ચોખાને ધોઈ ૩૦ મિનીટ માટે પલાળવા. કૂકરમાં તેલ લઈ તેમાં રાઈ જીરૂનો વધાર કરી એલચી તજ,લવિંગ,મરી નાખવા.

લીમડાના પાન અને ડુંગળી નાખવા. ડુંગળી ગુલાબી ન થાય ત્યાં સુધી હલાવતા રહેવું. આદું લસણ મરચાની પેસ્ટ નાખી હલાવી લેવું.
બીટ નાખી મિનીટ જેવું સતાળવું.

હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું નાખી હલાવી લેવું. ભાત નાખી બરાબર મિક્ષ કરી પાણી નાખવું.૨ સીટી કરી, કૂકર ઠરે એટલે હલાવી કોથમીર ભભરાવી. તો તૈયાર છે રાઈતા જોડે ગરમા ગરમ બીટ પુલાવ.

નોંધ:

કડાઈમાં પણ પુલાવ બનાવી શકાય
લીલા વટાણા છીણેલ ગાજર નાખી શકાય.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

શેર કરો આ વાનગીની સરળ રીત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી