વાંચો કોટેશ્વર મંદિર ની એતૈહાસિક કથા..! રાવણ પાસે થી દેવતાઓ એ જયારે શિવલિંગ પડાવી લીધું

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું,

સ્થળ

કોટેશ્વર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.

કથા રહસ્ય

કચ્છના બંદરોના ઇતિહાસમાં સૌથી જૂનામાં જુનું બંદર હતું , પૌરાણિક ધામ આ કોટેશ્વરની કથા એવી છે કે એક વખત લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે એ સમયે એ કૈલાસપતિ ભોળાનાથે રાવણને વરદાન માંગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદા શિવ હું આપની સદા ભક્તિ કરતો રહુ,
ભગવાન શિવે પ્રસન્ન થઇ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું શિવલિંગ રાવણને આપ્યુ અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આં શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ કોટી થઇ જશે, (એટલે કે જ્યાં નીચે મુકીશ એ જગા પર સ્થાપિત થઇ જશે, પછી એને કોઈ ઉપાડી કે હટાવી નહિ શકે )

રાવણ આં શિવલિંગ લઇ આકાશમાર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આં શિવલિંગ પડાવી લઈએ, એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું અને આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડ વાળા ખાડામાં પડ્યા સાથે એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે એ સમયે રાવણ પોતાને મળેલ અમોલ શિવલિંગ લઇ આકાશમાર્ગેથી પસાર થઇ રહ્યા હતા.

દશાનંદ રાવણે આ દ્રશ્ય નિહાળ્યું, માટે તપસ્વીએ રાવણની મદદ માંગી, એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું અને એક હાથમાં ભગવાન શિવે આપેલું શિવલિંગ પકડ્યું તેમજ બીજા હાથે કીચડમાં ડૂબેલી ગૌ માતાને બચાવવા સઘળા પ્રયત્નો સફળ થયા પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલીંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું, એટલે કે ત્યાંજ જ સ્થાપિત બની ગયું, રાવણે પોતાના બાહુબળ નો પૂરો ઉપયોગ કર્યો પણ શિવલિંગ ટસ નું મસ ના થયું, અને ભગવાન શંકરે કહેલી વાત યાદ આવી, પરંતુ આ સમયે તેના હાથમાંથી તે સમય પસાર થઇ ચુક્યો હતો, ત્યારે રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને આં શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું.

બીજી કથા એમ પણ છે કે કોટી એટલે હજાર, એટલે કે હજારો કરોડો પથ્થરો શિવલિંગ જેવા જ બની ગયા, અને રાવણ અસલી શિવલિંગ ને શોધી ના શક્યો

આ કોટેશ્વર મહાદેવના મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઇ પોતાના પરિવારજનો સાથે આવે છે અને દિવસોના દિવસો વિતાવે છે , અહીનું વાતાવરણ એકદમ શાંત તેમજ રમણીય છે સાથોસાથ દરિયાદેવની મોજ પણ માણે છે અને આનંદમય રીતે સમય પસાર કરે છે , પરિવારજનો સાથે અહી રહેવા માટે કોટેશ્વરથી ૨ કી.મી ના અંતરે અનેક ધર્મશાળાઓ આવેલી છે કે જેમાં અનેક સુવિધાઓ છે, અને અહી પહોચવા માટે કચ્છના નારાયણ સરોવરથી દુર ૪ કી.મી. ના અંતરે આં કોટેશ્વર સ્થળ આવેલ છે .

આ કોટેશ્વર મહાદેવની આસપાસ અનેક જર્જરિત મંદિરો, અનેક કુંડો તેમજ અનેક પૌરાણિક ગુફાઓમાં “ ખાપરા- કોડિયાની ગુફાઓ – લક્ષ્મણ ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ” ખુબ જ જોવા લાયક છે કે જેની સાથે અનેક ઇતિહાસો સંકળાયેલ છે તેમજ આં સ્થળ પર અનેક શુરવીર તેમજ મહાપ્રતાપી રાજાઓએ તથા મહાનુભાવોએ આ જગ્યાએ સારા કાર્યો કર્યા છે અને આ જગ્યાને ખુબ પ્રચલિત કરી છે અને આજે આ જગ્યાએ વિશ્વમાં પોતાની એક અનેરી ઓળખ બનાવી છે.

ઇતિહાસ

આ બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે શોધ્યું હતું એમ મનાય છે. એ વખતે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોવાનું હ્યુ-એન-ત્સાંગના વણન ઉપરથી લાગે છે. આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે. દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સં. ૧૮૭૭માં બંધાયું છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી. અત્યારે કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે એમ લાગે છે. કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો વિખેરાયેલા જોવા મળે છે.

લેખન : આનંદ ઠક્કર

રોજ આવી ઐતિહાસિક માહિતી વાંચવા માટે આજે જ લાઇક કરો અમારુ પેજ 

ટીપ્પણી