બટાકા વડા (ગુજરાતી ફરસાણ)

સામગ્રી-

૪૦૦ ગ્રામ બોઇલ વટાકા
૩ મોટી ચમચી જીણુ કાપેલુ લસણ પાન સાથે
૨ મોટી ચમચી જીણો સમારેલ ફુદીનો
૩ મોટી ચમચી જીણી સમારેલ કોથમીર
તડકા માટે
૩ મોટી ચમચી તેલ
૧ નાની ચમચી જીરૂં
૩ મોટી ચમચી સમારેલા કાજુ + દ્રાક્ષ
૨ મોટી ચમચી આદુમરચાની પેસ્ટ
ચપટી હળદર
૧ મોટી ચમચી લીમડાના પાન સમારેલા
૨ મોટી ચમચી સમારેલા લીલામરચા
૧ મોટી ચમચી વરિયાળી
૧।૨ મોટી ચમચી આમચુર પાવડર
૧ નાની ચમચી સંચળપાવડર
૧ મોટી ચમચી લસણની પ્સ્ટ
ચપટી લીંબુના ફુલ
ખાંડ
મીઠું
૨ મોટી ચમચી ગાંઠિયાપાવડર

*બનાવવાની રીત*

પેનમાં તેલ ગરમ કરવું તેમાં જીરૂ કાજુ – દ્રાક્ષ – આદુમરચાની પેસ્ટ – હળદર – મીઠાલીમડાના પાન – લીલામરચા – વરીયાળી – બાફેલા બટાકાનો માવો – આમચુર પાવડર – સંચળપાવડર – લસણપેસ્ટ – લીંબુનાફુલ – ખાંડ – મીઠું – ગાંઠીયાનો પાવડર – બધુ થોડુ સાંતળવું પછી તેમાં લીલું લસણ – ફુદીનો – કોથમીર નાખી બરાબર મિક્સ કરીને તેની નાની-નાની ગોળિઓ બનાવો. *બેસનનુ ખીરુ બવાવવા માટે* ૧ કપ બેસન + ૨ મોટી ચમચી ચોખાનો લોટ
ચપટી ઇનો
ચપટી સોડા
૧ નાની ચમચી લાલ મરચુ પાવડર
૨ નાની ચમચી આદુ-મરચાની પેસ્ટ
મીઠું

*બનાવવાની રીત*

ઉપરની બધી વસ્તુ મિક્સ કરી ખીરુ તૈયાર કરવું. ઉપરના મિશ્રણની ગોળીઓને ખીરામાં બોળીને ગરમ તેલમાં તળીલેવું.
કોથમીરની ચટની અને ખજૂર-આંબોળીયાની ચટની સાથે સર્વ કરવું.

સાભાર – ચેતનાબેન પટેલ (ગોરમેટ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ)

ટીપ્પણી