બાસુંદી – ગરમીની સીઝનમાં ઠંડી-ઠંડી બાસુંદી બનાવો અને હોળી ધૂળેટીની મજા માણો

બાસુંદી

ગુજરાતીઓ મીઠાઈ ખાવાના ખુબ જ શોખીન હોય છે. વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ અવનવી વાનગીઓ સાથે જાતજાતની મીઠાઈઓ તો હોય જ , તેમાંય લીકવીડ સ્વીટ્સ તો આગવું સ્થાન ધરાવે છે. માટે જ હું આ હોળી-ધુળેટીના પર્વ નિમિતે સ્પેશિયલ લિકવીડ સ્વીટ શેર કરવા જઈ રહી છું, જે છે બાસુંદી, ગરમીની સીઝનમાં ઠંડી-ઠંડી બાસુંદી કોને ન ભાવે?
આજે હું બતાવીશ કે ફક્ત 30 મિનિટ્સ માં જ બાસુંદી કઈ રીતે બનાવવી અને એ પણ સાવ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી  જે આપણા કિચનમાં જ અવેઇલેબલ હોય છે.
સામગ્રી :
1 લિટર દૂધ,
1/2 કપ ખાંડ,
2 ટેબલ સ્પૂન ચોખા,
1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર,
15-20 કળી કેસર,
થોડા ડ્રાયફ્રૂટ્સ,
એલચી.
તૈયારી :
ચોખાને આખા-ભાંગા ક્રશ કરી લેવા.ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી. એલચી ક્રશ કરી પાવડર બનાવી લેવો.
રીત :
સૌ પ્રથમ કડાઈમાં દૂધ લઇ ગરમ કરવા મુકો. બાસુંદી બનાવવા માટે હંમેશા કડાઈ નોન-સ્ટીક અથવા જાડા તળિયાવાળી પસંદ કરવી.
સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી. દૂધ સહેજ ગરમ થાય એટલે તેમાં આખા-ભાંગા ચોખા નાખવા. આ રીતે હાફ ક્રશ કરેલા ચોખા નાખવાથી બાસુંદી ઘટ્ટ બને છે અને દૂધને વધું ઉકાળવાની જરૂર પડતી નથી,
તેમજ ચોખા દૂધમાં ચડે છે જે બાસુંદીને રીચ ટેસ્ટ આપે છે. 15 મનીટ્સ સુધી દૂધને સતત હલાવતા રહીને ઉકાળવું.
15 મિનિટ્સ પછી ખાંડ ઉમેરો, ખાંડનું પ્રમાણ આપણા ટેસ્ટ મુજબ વધારી-ઘટાડી શકાય. ફરી 5 મિનિટ્સ ઉકાળો. 5 મિનિટ્સ પછી કેસર ઉમેરીને બરાબર મિક્સ કરો,
ત્યારબાદ તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ નાખો. થોડા ડ્રાયફ્રૂટ્સ ગાર્નીસિંગ માટે બચાવવા. ફરી 5 મિનિટ્સ ઉકાળો.
એક વાટકીમાં 60 મિલી જેટલું પાણી લઇ તેમાં કસ્ટર્ડ પાવડર ઘોળીને ઉમેરો.
કસ્ટર્ડ પાવડર બાસુંદીને સરસ સ્વાદ આપે છે તેમજ બાસુંદીને ઘટ્ટ બનાવે છે અને ક્રીમી કલર આપે છે તેથી, કેસર ના ઉમેરીએ તો પણ બાસુંદી ટેસ્ટી જ બને છે.
સ્ટવની ફ્લેમ ઓફ કરો અને બાસુંદીને ઠંડી પડવા દો. પછી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો.
બાસુંદીને ફ્રીઝમાં રાખી દો અને ઠંડી થાય પછી સર્વ કરવી જેથી બાસુંદી વધુ સ્વાદિષ્ટ લાગે.

 

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો :

ટીપ્પણી