હવે સૌ કોઈ ઘરે જ બનાવી શકે છે વડોદરાનો પ્રખ્યાત લીલો ચેવડો !! આ રહી સંપૂર્ણ રીત..

- Advertisement -

સામગ્રી:

૬-૭ મીડીયમ બટેકા
૧/૨ વાટકી ચણાની દાળ
૧/૨ ચમચી હળદર
૩-૪ ચમચી ખાંડ
૧૦-૧૫ કીસમીસ
તલ
મીઠું
૧ લીલા મરચા ગોળ કાપેલા(રીંગ) (ઓપ્શનલ)

રીત:

-સૌ પ્રથમ ચણાની દાળને ૧-૨ કલાક માટે પાણીમાં પલાળી લેવી.
-પછી તેને કપડા પર પાથરી સુકાવા દેવી.
-ત્યાંસુધીમાં બટેકાનું જાડા કાણાવાળીમાં બ્લેડમાં છીણ કરી લેવું.
-બધું છીણ એક વાસણમાં લઇ તેમાં હળદર ઉમરી બરાબર મિક્ષ કરી લેવું.
-હવે તેલ ગરમ થાય એટલે દાળ તળી લેવી.
-પછી બટેકાનું છીણ તળી લેવું, ધ્યાન રહે કે છીણ તેલમાં ફરતું છુટું છુટું નાખવું અને વધારે ક્રિસ્પી નહિ તળવાનું, સહેજ પોચું રાખવું.
-હવે બધું છીણ તળાય જાય એટલે એક વાસણમાં છીણ લઇ તેમાં દાળ, કીસમીસ, ખાંડ, મીઠું, તલ, મરચાની રીંગ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
-તો તૈયાર છે બજાર કરતા સસ્તો અને હાઇજેનિક લીલો ચેવડો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આ દિવાળી પર આ બીજા ચેવડા પણ ટ્રાય કરી જો જો !!

ફરાળી ચેવડો (Farali Chevdo)

સામગ્રી:

1 કીલો બટેટા
100ગ્રામ કાચી સીંગ
50 ગ્રામ ખાંડ પીસેલી
1/2 ટી સ્પુન મરચુ પાવડર
1 ટી સ્પુન મીઠું

રીત:

પહેલા બટેટા ને ખમણી ને તેનુ પાણી નીચોડી લેવુ.
પછી 1કડાઈ મા તેલ તપાવૌ અને સીંગ ને તેમા તળી લેવો.
પછી બટેટા ની ખમણી ને તળો પછી થોડીક વાર તેને થંડુ થવા દેવુ અને તેમા સીંગ પીસેલી ખાંડ ભેળવી દેઓ અને પછી તેમા મીઠુ મરચુ સ્વાદ અનુસાર ભેળવો અને તમારો ફરાળી ચેવડો તૈયાર

રસોઈની રાણી: આરતીબેન.બી.પટેલ (કચ્છ)

સાબુદાણા નો ચેવડો (sabudana no chevdo)

ઍકદમ ફટાફટ અને સહેલાઈ બની જાય તેવું.

સામગ્રી-

1 વાટકી મોટા સાબુદાણા
1 વાટકી બટેટા નું સૂકું ખમણ
1 વાટકી સીંગદાણા
1/2 લાલ મરચા પાવડર
સિંધવ મીઠું સ્વાદ અનુસાર
ચપટી બૂરું ખાંડ
તેલ તળવા માટે

બનાવાની રીત-

સૌ પ્રથમ ઍક પેન મા તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટ્લે પછી તેમાં સાબુદાણા,સીંગદાણા અને બટેટા નું ખમણ એમ ઍક પછી ઍક તળી લો.
હવે પેલા એ 3 ને મિક્સ કરો પછી તેમાં લાલ મરચા પાવડર,સિંધવ મીઠુ અને બૂરું ખાંડ ઉમેરી બધુ એક્દમ સરખી રીતે હાથે થિ મિક્સ કરી લો.

તૌ ત્યાર છે સાબુદાણા નો ચેવડો

આને તમે એર ટાઈટ ડબ્બા મા પેક કરી સ્ટોર પણ કરી શકો છો.

રસોઈની રાણી – ચાંદની ચિંતન જોશી (જામનગર)

સાબુદાણા કાતરી નો ચેવડો

સામગ્રી:-

* કાતરી બટાકાની
* એક કપ તળવાના સાબુદાણા
* ૧/૨ કપ સીગદાણા
* તેલ તળવા માટે
* મિકસ મસાલા માટે
લાલમરચું , દળેલી ખાંડ, સિનધવ મીઠું.

રીત :-

એક કડાઈમાં તેલ ગરમ કરો . તેલ ગરમ થાય પછી કાતરી, સીગદાણા , સાબુદાણા વારાફરતી તળી એક મોટા વાસણ માં કાઢીલો.બધુ તળાઈ જાય એટલે મિકસ કરેલો મસાલો સ્પીનકલ કરો.
તો તૈયાર છે ફરાળી ચેવડો.

આ ચેવડો બધા ઉપવાસ માં ખવાય છે.

મસાલા મા ટેસ્ટ પ્રમાણે ખાડ અને મરચુ લેવુ.

ઓટ્સ ચેવડો (oats chevdo)

સામગ્રી :

200 ગ્રામ રોલ્ડ ઓટ્સ
1 વાટકી મખાણા
1 વાટકી સિંગદાણા
1/2 વાટકી દાળિયા
1/2 વાટકી ડ્રાય ફ્રૂટસ(કાજુ,બદામ,કિસમિસ)
2-3 લાલ સુકા મરચાં
લીમડાના પાન
હળદર
મરચું
ચાટ મસાલો
આમચૂર પાવડર
બૂરૂ ખાંડ
મીઠુ
તેલ

રીત :

-એક જાડા બોટમ વાળા કડાઇમાં ઓટ્સને શેકીલો( સતત ફેરવતા રેહવુ અને ક્રીસ્પ થાય ત્યાંસુધી રાખવુ)
-આ શેકેલા ઓટ્સને કાઢીને તેજ કડાઇમા 3-4 ટે સ્પૂન તેલ મુકો.
-તેમા મખાણા,સિંગદાણા,દાળિયા અને ડ્રાયફ્રુટસ સૌતે કરીલો.
-તરતજ તેમાં લાલ સુકા મરચાં અને લીમડાના પાન નાખો.પછી બધાં સુકા મસાલા(હળદર,મરચું,મીઠુ,બૂરૂ ખાંડ,ચાટ મસાલો અને આમચૂર) સ્વાદ અનુસાર નાંખીને,તેમાં શેકેલા ઓટ્સ મિક્ષ કરીલો.
-ગેસ બંધ કરીને બધુ બરોબર મિક્ષ કરીલો,ઠંડો પડે પછી આ ચેવડો એર ટાઇટ ડબ્બામાં ભરીલો .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી