શું તમે એલ્યુમિનિયમ ફોઈલને અત્યાર સુધી કચરાની પેટીમાં નાખતા હતા? જુઓ આ જાપાનીસ લોકો શું કરે છે એનું !

પેકેજીંગ, ઇન્સ્યુલેશન અને રસોઈ માટે વપરાતું એલ્યુમિનિયમ ફોઈલ એક વાર વાપર્યા પછી એકદમ કરચલી વાળું અને સાવ ચીમયેલું દેખાય છે…જેને જોઇને કોઈને પણ આ ગંદકીને કચરાની પેટીમાં નાખવાની ઈચ્છા થઇ જાય છે. પણ એક જાપાનીસ જવેલરએ આમાં પણ નવીનતા શોધી કાઢી. હા, આ કંટાળા જનક દેખાતા એવા એલ્યુમિનિયમ ફોઈલમાંથી એમણે ખુબ જ આકર્ષિત દેખાતા એવા ચમકતા દડા બનાવ્યા છે જેનો મનોરંજન સિવાય કોઈ ખાસ હેતુ નથી. પણ એવું કહેવાય છે ને ‘શૂન્ય માંથી સર્જન’…આ એવી વાત છે.

Twitterના એક user @ puchuco709 મુજબ, તેઓએ ફેડરલ સરકાર પાસેથી આવો એક 16-મીટર (52-ફુટ) લાંબો રોલ લીધો હતો અને તેના ઉપર કામ ચાલુ કર્યું.

તેમણે વારંવાર હેમરિંગ, પોલિશ અને એવી જ બધી, મારવાની અને દબાવવાની પ્રક્રિયા હજારો વાર કર્યા પછી બોલ બની ગયો હતો. લોકો આ સસ્તા અને આકર્ષિત પ્રોજેક્ટથી ઘણા જ ખુશ થઇ ગયા હતા…લગભગ પ્રેમમાં જ પડી ગયા હોય એવું પણ કહી શકાય. જાપાનીસ મીડિયા મા પણ આ વસ્તુની ઘણી ચર્ચા થઇ હતી. અને હવે આપણો વારો!

જુઓ કઈ રીતે બનાવ્યો હતો એ બોલ !

સૌથી પહેલા એક નકામું એલ્યુમિનિયમ ફોઈલ લો.

એને હથોડી થી એક દડા જેવા આકરમાં લાવવા પ્રયન્ત કરો.

એક વાર ખરબચડા ગોળ આકરમાં આવી જાય એટલે તેને ખુબ જ સાવચેતી પૂર્વક હથોડી થી ટીપો.

તેને પોલીશ કરો. અને કપડાથી ઘસો. એને ઘસ્યા કરો…વારંવાર ઘસ્યા કરો. અને પરિણામ તમારી સામે જ છે.

મિત્રો, જો આપ સૌ ને આ માહિતીસભર લેખ પસંદ આવ્યો હોય તો એક વાર અચૂક શેર નું બટન દબાવી ને આ લેખ ને આગળ વધારજો…આવી જ બીજી માહિતી, રસપ્રદ લેખો અને બીજું ઘણું બધું માણવા માટે અમને ફોલો કરતા રહેજો…જેથી તમારું જ્ઞાન અને આવડત હમેશા તાજા રહે અને વધતા રહે !!

વિડીયો જુઓ અને શીખો સંપૂર્ણ રીત :

 

– તમારો જેંતીલાલ

ટીપ્પણી