શું આપ બાળવાર્તા શીખવા ઈચ્છો છો? વાંચો સાંઈરામ દવેની ટીપ્સ

શું આપ બાળવાર્તા શીખવા ઈચ્છો છો ?

 • શું આપના બાળકને બાળવાર્તા કે વિજ્ઞાનકથા કહી સંભળાવી છે?
  • હા
  • ના
 • શું તમારા બાળકને બાળવાર્તા ગમે છે?
  • હા
  • ના
 • શું તમને સરસ વાર્તા કહેતા આવડે છે?
  • હા
  • ના
 • શું તમે કદી વાર્તા કે વિજ્ઞાનકથા કહીને બાળકોના પ્રતિભાવો નોંધ્યા છે?
  • હા
  • ના
 • શું તમે નાનપણમાં વાર્તા રસિયા હતા?
  • હા
  • ના
 • દિલથી કહો : પાંચ મિનિટ ચાલે તેવી બાળવાર્તા તમને આવડે છે?
  • હા
  • ના

 

સાંઈટિપ્સ

 • બાળવાર્તા એ બાળકેળવણીનું ઔષધ છે. મનોવિજ્ઞાન કહે છે કે એકાગ્રતા કેળવવા અને શબ્દભંડોળ વિકસાવવા બાળવાર્તા એ રામબાણ ઈલાજ છે. કલ્પના, વિચાર અને તર્ક માટે વાર્તા એ ઓક્સિઝનનું કામ આપે છે.

 

 • બાળવાર્તા એ બાળકને જીતવાનું શ્રેષ્ઠ શાસ્ત્ર છે. બાળક માટે દરેક નવી વાર્તા એ એક નવી વાર્તા જ છે. તમારા બાળપણની સરસ વાતો તેને કહો.

 

 • બાળકેળવણીકાર શ્રી ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ (ભાગ ૧ થી ૫) ઘરમાં વસાવો, વાંચો અને વંચાવો.

 

 • બાળવાર્તાના પ્રકારો : પક્ષી વાર્તા, પ્રાણી વાર્તા, કાલ્પનિક વાર્તા, સાહસિક વાર્તા, ધાર્મિક વાર્તા, બોધિક વાર્તા, વિજ્ઞાન વાર્તા, વગેરે જાણો અને જણાવો. સચિત્ર બાળવાર્તાના પુસ્તકો ઘરમાં વસાવો.

 

 • માર્કેટમાં ઉપલભ હિતોપદેશ, પંચતંત્ર, એરેબીયન નાઈટ્સ વગેરે વિષયની બાળવાર્તા CD કે DVD ઘરમાં વસાવો.

 

 • યુ ટ્યુબનો શ્રેષ્ઠ ઉપયોગ બાળવાર્તા માટે તમે કરી શકો છો. યુ ટ્યુબ પરથી તેનાલીરામ, અકબર બિરબલ, માલ ગુડી ડેઈઝ, મિયા ફૂસકી, તભા ગોર, વગેરે પત્રોની વાર્તા પ્રથમ તમે જુઓ અને પછી તમારાં બાળકને કહો.

 

સાંઈરામ દવેના પેરન્ટિંગ સોલ્યુસન્સ પુસ્તક માટે લિંક પર ક્લિક કરો https://goo.gl/ctx4Gs

સાંઈરામ દવેના અન્ય પુસ્તકો માટે લિંક પર ક્લિક કરો https://goo.gl/HNAiE6

ઘેર બેઠા કોઈપણ પુસ્તક મેળવવા અમને Whatsapp કરો 08000057004 પર


 

સાંઈરામ દવે અને આ પુસ્તક

પ્રિય વાલી મિત્રો…

        બાળકોનો ઉછેર કરવો એ ઝાકળને હથેળીમાં રુઆબ સાથે જાળવવાની ઘટના છે. આપના દેશમાં ડોકટર કે એન્જિનિયર થવા માટે ચાર-પાંચ વર્ષના કોર્સ છે; પરંતુ એક સારા અને સાચા માતા-પિતા થવા માટે?

બે-પાંચ પુસ્તકો અને આંગળીને વેઢે ગણાય એટલા બાળ કેળવણીકારો સિવાય બાળકના નિખાલસ અને નીર્દોસ અઢળક સવાલોના જવાબ કોઈની પાસે છે જ નહિ. મારું આ પુસ્તક તમને તમારા બાળકના સવાલનો જવાબ શોધવામાં મદદરૂપ થશે તેવી શ્રદ્ધા સેવું છું.

આદરણીય વલી મિત્રો ! યાદ રાખો, જગતના કોઈ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષે કે પરીસ્થિતિમાં હોય છે. ધીરજ અને પ્રેમ બાળકેળવણીના ફેફસાં છે. ચૌદ વરસ સરકારી સ્કુલની નોકરી કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં મારી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના બાળકોને મેં જાણ્યા અને ઓળખ્યા છે. બાવીસ વર્ષની લોક કલાકારની કારકિદી દરમ્યાન અનેક દેશોના વિદેશ પ્રવાસ અને ત્યાની એજ્યુકેશન સિસ્ટમ સમજવાનો અનુભવ, દેશ અને દુનિયા રખડ્યા બાદ સોળ વર્ષની મારી શૈક્ષણિક કારકિદીના પરિપાક રૂપે આમાંનો એકાદ જવાબ તમને કામ લાગશે તો મારી મહેનત લેખે લાગશે.

સંપૂર્ણ પુસ્તક ‘હા’ કે ‘ના’ એમ પ્રશ્નોતરી સ્વરૂપે MCQ ફોર્મેટમાં આપેલું છે. આ શૈલીનું ગુજરાતનું પેરેન્ટિંગ પરનું આ પ્રથમ પુસ્તક છે. તમારા બાળકને તમારે કઈ રીતે કેળવવું એ આત્મ સંશોધન તમે કરશો….?

હા કે ના….

— સાંઈરામ દવે


www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી