શું તમારે તમારું બાળપણ ફરીથી જીવવું છે?? – આ વાંચી લો…

શું તમારે તમારું બાળપણ ફરીથી જીવવું છે??

જો હા, તો આવો અને જાણો કે તમે તમારા બાળપણ જેવી મોજ-મસ્તી કઈ રીતે અનુભવી શકશો.. !

નમસ્કાર મિત્રો ! ! આજે ‘ટેકનોલોજીની સફર’ માં હું તમને તમારા જુના દિવસો એટલે કે તમારું મોજીલું “બાળપણ” ફરીથી કઈ રીતે જીવવું એ સમજાવવાનો પ્રયાસ કરીશ …

અત્યારે જે યુવાઓ છે, એ બધાએ નાનપણમાં ઘણા કાર્ટૂન જોયા હશે, સાચું ને ?? હું પણ જોતો અને એ કાર્ટૂન જોવામાં ભારે મજા પડતી.. સાચું કહું, તો આજ થી 20 વર્ષ પહેલાનાં અથવા તો 90’s ના કાર્ટૂન ખૂબ સરસ આવતા. તે કાર્ટૂનના પાત્રોમાં મોજ મસ્તી તો હતી જ, પરંતુ તેમાંથી છોકરાઓ કશુંક નવું શીખી શકે તેમ હતા.. જયારે આજકાલનાં કાર્ટૂન એટલા રસપ્રદ રહ્યા નથી ! ક્યાં ટોમ એન્ડ જેરી, અને પોકેમોન જેવા ક્લાસિક કાર્ટૂન અને ક્યાં આજના ચીંથરા !

સ્ફૂબી ડૂ ની ડરપોક હરકતો, મિકી માઉસની ટીખળો, નોડીની શાલીનતા, ડોરેમોનના અવનવા ગેજેટ્સ, ડ્રેગનબોલ ના તણખાઓ અને આપણામાંથી મોટાભાગનાંઓના મનપસંદ ટોમ એન્ડ જેરીની અવિરત દોડાદોડીને આપણે બધા જ મિસ કરીએ છીએ. હવે તો એ જૂના કાર્ટૂનોના રિપીટ ટેલિકાસ્ટ પણ નથી થતાં. તો શું કરવું ?

જો તમે પણ મારી જેમ એ જૂના એવરગ્રીન કાર્ટૂન જોવાના શોખીન છો, તો ચિંતા ન કરો. તમે તમારા ગમતા જુના કાર્ટૂન ફરીથી જોઈ શકશો એની હું ખાતરી આપું છું. એક વાત જણાવી દઉં કે YouTube પર બધા કાર્ટૂન જોવા નહીં મળે અને જો મળશે તો તે પણ આખી સીઝન પ્રમાણે અથવા તો એપિસોડ પછી એપિસોડ મેળવવા મુશ્કેલ છે.

હવે આ કાર્ટૂન કઈ રીતે જોઈ શકશો એના વિશે જણાવું તો Google Play Store પર Hindi Cartoon નામક એક application ઉપલબ્ધ છે જે application માટે તમારે કોઈ કીંમત ચૂકવવી નહીં પડે !
અને હા આ કોઈ ભારે ભરખમ application નથી કે જેથી તમારા આનંદ માટે તમને તમારા મોબાઇલ ફોન ની બલી ચડાવવી પડે !

જો તમે 90’s ના કાર્ટૂનના દીવાના છો, તો તમે આ application ના પણ દીવાના થઇ જશો..

આ application ની અંદર તમે હિન્દી કે અંગ્રેજી ભાષામાં કાર્ટૂન જોઈ શકશો… આમાં તમને બે ઓપ્શન મળશે, ઓનલાઇન જુઓ તોય વાંધો નહીં, અને ડાઉનલોડ કરવા હોય, તો પણ તમારી મરજી ! અને હા એક ખાસ વાત, જો તમારા ગમતા કાર્ટૂનને સંલગ્ન કોઈ ફિલ્મ બનાવવામાં આવેલી હશે તો તે પણ આ application ની અંદર થી જોઈ શકાશે…
જો તમારે ફરી બાળક બનવું હોય (અલબત્ત થોડા સમય માટે ! ) તો આ application નો ઉપયોગ કરજો.. અને જે લોકો એવા status મુકતા હોય, કે તેઓ પોતાના બાળપણને ખૂબ યાદ કરી રહ્યા છે તે લોકો ને આ application વિશે જણાવો અને તમારા બાળપણને ફરીથી જીવો..

કાર્ટૂન જોવાથી બીજો એક એ પણ ફાયદો થશે કે તમે થોડી હળવાશ અનુભવશો તમારા રોજ-બરોજ ના તણાવ થી છુટકારો મેળવી શકશો તેથી કાર્ટૂન જુવો બીજાને મારી જેમ પ્રેરવા નું કાર્ય કરો અને આનંદ મય જીવન જીવો!!

લેખક – ઉદય પી. ભાનુશાલી , માંડવી

આપ સૌ ને લેખ કેવો લાગ્યો ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી