બાળક નો પિતાને જવાબ..!!

એક ગામડામાં એક પિતા અને પુત્ર રહેતા હતા.દરરોજ રાત્રે સુતી વખતે પિતા તેના પુત્રને રસપ્રદ વાર્તાઓ કરતો.

એક દિવસ પિતાએ તેને કહ્યું,-“બેટા…ઈશ્વર સર્વ વ્યાપી છે,તે બધુંજ બધીજ જગ્યાએ જોઈ શકે છે.તેમાંથી કઈ પણ છૂપું નથી.”

પુત્રે કહ્યું,-“પિતાજી..તમે કહો છોકે ઈશ્વર સર્વત્ર છે..પરંતુ હુંતો તેને ક્યાય પણ જોઈ શકતો નથી.”પિતાએ જવાબ આપ્યો-“બેટા…આપણે જોઈ શકતા નથી પરંતુ ઈશ્વર દરેક જગ્યા પર છે,અને દરેકને અને લોકો શું કરે છેતે પણ જુએ છે….”

મહિનાઓ વીતી ગયા અને તેગામમાં ભયંકર દુકાળ પડ્યો.તેથી પિતાનું ખેતર ઉજ્જડ થઇ ગયું અને તેની પાસે બઝારમાં વેચવા કઈ પણ રહ્યું નહિ.તેથી તેણે પાડોશી ખેતરમાં જઈને ચોરી કરવાનું વિચાર્યું.
જયારે પિતા ચોરી કરવા ગયો ત્યારે તે પોતાના દીકરાને સાથે લઇને પાડોશીના ખેતરમાં ઘુસ્યા.તેણે પુત્રને ઝાડની ડાળી પર બેસી અને ધ્યાન રાખવાનું કહ્યું અને કોઈ ખેતર તરફ આવતું દેખાયતો ઈશારો કરવાની સુચના આપી.

જેવી,પિતાએ પાકચોરી કરવાની શરૂઆત કરી,તેના પુત્રે બુમ પાડી અને કહ્યું,- બાપુજી,ઉભારહો,….!!

પિતાએ પૂછ્યું,:”પણ શા માટે?”અહી કોઈ આવતું તને દેખાય છે?’પુત્રએ જવાબ આપ્યો,કે-“હા કોઈ આપણને જુએ છે….”

પિતા ઉભા થયા અને આજુબાજુ નજર કરી પરંતુ કોઈ દેખાયું નહિ.પછી તેણે દીકરાને કહ્યું-“આપણને કોણ જુએ છે?મનેતો કોઈ દેખાતું નથી…”
દીકરો જવાબ આપે છે,-“ પિતાજી તમેતો મને કહ્યું હતું કે-“ઈશ્વર દરેક જગ્યાએ હોય છે..અનેતે દરેક લોકોને અને તેના કાર્ય ને ખૂબજ નજીકથી જુએ છે.”તો પછી તે તમને પાડોશીના ખેતર માંથી ચોરી કરતા નહિ જુએ?”

આ સાંભળીને બાપ શરમિંદો બની ગયો અને તેણે પોતાનો ચોરી કરવાનો વિચાર પડતો મૂકી દીધો,અને પોતાના નિર્દોષ પુત્ર એ શિખવેલ પાઠ શીખીને ઘરે પરત ફર્યો.

સારાંશ:

નંબર (૧)- આપણે બીજાનું બુરુંનાકરવું જોઈએ,કારણકે ઈશ્વરઆપણને અને આપણા કામોને જુએ છે.

નંબર (૨)-જયારે પેરેન્ટ્સ પોતાના બાળકોને કઈ પણ શીખવે છે,તેનું તેઓએ પણ પોતાના જીવનમાં પાલન કરવું જોઈએ.

નબર(૩)-આપણે એવી પરિસ્થિતિમાં મૂકાઇ જતા હોઈએ છીએકે આપણે જુઠ્ઠા કામને ટેકો આપવો પડે.જોકે-આપણે દીકરાની જેમ વિશ્વાસ કેળવવો પડેકે-ઈશ્વર હંમેશા આપણી સાથેજ છે,અને આવી લાલચોથી બચવું જોઈએ…

લેખન-સંકલન : નિરુપમ અવાસિયા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block