નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે આજે જ ‘બાજરીના વડા’, બહુ ટેસ્ટી ને ક્રિસ્પી છે ….

‘બાજરીના વડા’

આજે આપણે બનાવીશું બાજરીના વડા.બાજરીમાં આયર્ન સારા પ્રમાણમાં હોય છે અને વડાને સવારે કે સાંજના નાસ્તામાં સર્વ કરી શકીએ છે સાથે જ ટ્રાવેલીંગમાં આવી રેસીપી ખૂબ જ ઉપયોગી રહે છે.

 

સામગ્રી :

1) ૨ કપ – બાજરીનો લોટ,
2) ૧/૨ કપ – દહીં,
3) ૧ મોટી ચમચી – તેલ,
4) ૧ ચમચી – વાટેલા મરચાં (લસણ વાટીને નાખવું હોય તો ૧ ચમચી નાખવું),
5) ૧ ચમચી – લાલ મરચું,
6) ૧ ચમચી – તલ,
7) ૨ ચમચી – ખાંડ,
8) ૧/૪ ચમચી – અજમો,
9) ૧/૪ ચમચી – ગરમ મસાલો,
10) ૧ ચમચી – બેસન ,
11) ૧ નાની ચમચી – હળદર,
12) મીઠું સ્વાદ પ્રમાણે,
13) ચપટી સોડા,
14) ૧ ચમચી – ગળ્યાં અથાણાંનો રસો,
15) પાણી જરૂર પ્રમાણે.

રીત :

1) લોટમાં બધી વસ્તુ અને દહીં નાખી મિક્ષ કરી લો.

 2) હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈ પરોઠા જેવો લોટ બાંધો.

3) તેને ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો,પછી ફરી મસળી લો.

4) હાથ પર તેલ લગાવી હાથથી થેપીને નાના નાના વડા બનાવો.

 5) વડાને તળવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ મૂકી દો.

6) હવે, વડાને મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું.

 7)લો, તૈયાર થઇ ગયા છે હવે વડા.  એક પ્લેટમાં ગોઠવી દહીં સાથે સર્વ કરો.

છે ને એકદમ સરળ રીત ?

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી