બાજરાની ખીચડી- બાળકોને અવનવી રીતે બાજરી ખવડાવો.. આજે બનાવો… ખીચડી….

“બાજરાની ખીચડી”

સામગ્રી:

૧ બાઉલ બાજરી,
૧/૨ બાઉલ મગની ફોતરાવાળી દાળ,
૧/૨ બાઉલ ચોખા,
૧/૪ બાઉલ તુવેરની દાળ,
૧ કપ લીલા વટાણા,
૧ કપ તુવેરના દાણા,
૧ કપ ગાજર,
૧ કપ ટમેટા,
૧ કપ ડુંગળી,
૧/૨ કપ શીંગ દાણા,
૧/૨ ચમચી હળદર,
૧ ચમચી લાલ મરચું,
૧.૫ ચમચી ધાણાજીરું,
૧ લીલું મરચું,
લીમડાના પાન,
તમાલપત્ર,
૧ ટુકડો તજ,
૧-૨ લવિંગ,
૧ સુકું લાલ મરચું,
૧/૨ ચમચી રાઈ,
૧/૨ ચમચી જીરું,
ચપટી હિંગ,
મીઠું,
૧ ચમચો ઘી+તેલ,

રીત:

સૌ પ્રથમ એક વાસણમાં બાજરી,બને દાળ અને ચોખાને ધોઈ પલાળી લેવા.
પછી કુકરમાં ઘી તેલ લેવું ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડે એટલે જીરું,હિંગ,લીમડાના પાન,તમાલપત્ર,સુકું લાલ મરચું,લવિંગ,તજ નો વધાર કરવો.

પછી તેમાં ડુંગળી નાખી તેમાં હળદર અને મીઠું નાખી સેજ હલાવી,બધું શાક મિક્ષ કરવું. પછી બાજરી,દાળ અને ચોખા પલાળ્યા હતા તેમાંથી પાણી નીતારી તેને મિક્ષ કરવું.

હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું, શીંગ દાણા નાખી મિક્ષ કરી ૮ બાઉલ જેટલું આશરે પાણી નાખવું. બધાના કુકુર અલગ અલગ હોવાને લીધે ૫ સીટી કરીને ચેક કરી લેવું જો જરૂર લાગે તો પાણી ઉમેરી સીટી કરવી.

નોંધ:

જો જૈન કે સ્વામીનારાયણ ખીચડી કરવી હોય તો ડુંગળી નહિ ઉમેરવાની.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

ખુબ હેલ્થી વાનગી છે બનાવો અને ઘરમાં દરેક વ્યક્તિને ભાવશે. વધુ વાનગીઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી